શુક્વારે અને શનિવારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આજથી થયું ચાલુ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ 4 જિલ્લાઓમાં હજી પણ મેઘરાજા મચાવશે તાંડવ અંબાલાલ પટેલે જાહેર કરી ખૂબ જ મોટી આગાહી.

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૦.૯૮ ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૪૨.૩૫ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ ૮૬ લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં ૮૨ લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૯૫ ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે

અંબાલાલની આગાહીઆગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ 30,31 ઓગસ્ટ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે.

સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે જેથી 8 થી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. 23 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારે ગરમી અનુભવાશે. જેના લીધે લોકલ સિસ્ટમ ઉભી થવાના વરતારા છે. નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા સેવાઇ છે. 10 થી 17 ઓક્ટોબર દરિયા કિનારાના ભાગોમાં પવનનુ જોર સાથે વરસાદ રહેશે. દિવાળી આસપાસ વાદળ, પવન ફૂંકાશે. ઓક્ટોબર-નવેમ્બરમા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે કરી છે.

રાહત કમિશનર હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૬.૭ મીટર સુધી પહોંચી છે એટલે કે ડેમમાં ૯૩.૪૨ ટકા પાણીનો સંગ્રહ થયોછે.આઉપરાંતરાજયનાં૨૦૬જળાશયોમાં૪,૪૨,૬૨૫એમ.સી.એફ.ટી.પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૭૯.૩૦ ટકા જેટલો છે. હાલમાં રાજ્યમાં૯૮ જળાશય હાઇ એલર્ટ, ૧૮ જળાશય એલર્ટ અને ૧૪ જળાશય વોર્નીગ ૫ર છે.

હવામાન વિભાગની શું છે આગાહીહવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના છે. રાજયમાં હાલ અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિદ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, નવસારી, રાજકોટ, સુરત અને વલસાડમાં NDRFની ૧-૧ ટીમ મળી કુલ-૧૨ ટીમો તૈનાત કરાઈ છે

તથા ૧ ટીમ ગાંધીનગર અને ૨ ટીમો વડોદરા ખાતે એમ કુલ ૩ ટીમો રીઝર્વ છે. તેમજ રાજયમાં હાલ SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.આ બેઠકમાં ઊર્જા, આરોગ્ય, માર્ગ અને મકાન, GSRTC, CWC, કોસ્ટ ગાર્ડ,પંચાયત, ફિશરીઝ,કૃષિ-પશુપાલન, ફોરેસ્ટ, શહેરી વિકાસ, GMB સહિતના અધિકારીઓએ હાજર રહી જરૂરી વિગતો આપી હતી.

ગુજરાતમાં આગામી 4 દિવસમાં વરસાદની સંભાવનારાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દ. ગુજરાતમાં સુરત, નવસારી, તાપી અને ડાંગમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. એ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે.

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. વાત કરવામાં આવે તો ગઈકાલે એટલે કે 30 તારીખના રોજ મધ્યરાત્રી થી મઘા નક્ષત્ર પૂરું થયું છે. મઘા નક્ષત્રની શરૂઆત થતા ની સાથે રાજ્યના કેટલાક ભાગો ની અંદર ખૂબ જ ભારે અને તોફાની વરસાદી માહોલ જામ્યો હતો. તેમજ આજે રાત્રિના સમયે ત્રણ વાગ્યા ને 18 મિનિટે મઘા નક્ષત્ર પૂરું થયું અને ફાલ્ગુની નક્ષત્ર પણ ચાલુ થઈ ગયું છે.

ફાલ્ગુની નક્ષત્ર ની અંદર કેવો સારો વરસાદ જોવા મળશે તે વિગતવાર વાત કરવામાં આવે તો, ફાલ્ગુની નક્ષત્રનું વાહન ઘેટું છે અને તે વિશે પણ આજે વધારે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. ફાલ્ગુની નક્ષત્ર ની અંદર બે ભાગ હોય છે પૂર્વ ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની.

જ્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ની અંદર દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ખૂબ સારામાં સારો ભારે વરસાદ જોવા મળ્યો હતો અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર કુરબાન નક્ષત્ર તરીકે પણ ઓળખાઈ રહ્યું છે. ખાસ તમને જણાવી દઈએ કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ની અંદર 30 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે ત્રણ વાગ્યા ને 18 મિનિટે ચાલુ થઈ ગયું છે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું વાહન ઘેટું છે અને વરસાદ ખૂબ જ તોફાની તબાહી મચાવી શકે છે તે આગાહી કરવામાં આવી છે

પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ની અંદર ખૂબ સારામાં સારો ધોધમાર વરસાદ પડી શકે છે તેવી આશાઓ પણ શક્યતાઓ રહેલી છે. હવામાં વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવેલી માહિતી પ્રમાણે આવનાર પાંચ દિવસને લઈને ખૂબ જ તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે અને વિભાગના નિષ્ણાત પટેલે પણ આવનારા કેટલાક દિવસોની અંદર સામાન્ય વરસાદની અંદર હળવા ચક્રવાતને લઈને મોટી વાત કરી છે

ધોધમાર વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ પણ અંબાલાલ પટેલે જાહેર કરી દીધી છે તેમાં આવનારા પાસે દિવસોને લઈને ગુજરાત રાજ્યની અંદર છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે અને એની જગ્યા ઉપર તોફાની વરસાદી આગાહી પણ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર આવનારા કેટલા દિવસોની અંદર તેમજ આજે ગણતરી ચતુર્થીના દિવસે ભારે વરસાદ પડશે.

આવનારા દિવસોની અંદર વરસાદ કઈ કઈ જગ્યા ઉપર પડશે તેને વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર તેમાં સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો ની અંદર તેમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી તાપી ડાંગ વલસાડ નવસારી દાદરા નગર હવેલી છોટે ઉદેપુર દમણ નવસારી અમરેલી દ્વારકા ગીર સોમનાથ ની અંદર તેમજ ઘણી જગ્યા ઉપર ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *