સોમવારે મંગળવારે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતના 9 જિલ્લાઓમાં 3 દિવસ પડશે ભારે વરસાદ આ તારીખથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન વરસાદની આગાહી હવામાન ખાતાની નવી આગાહી

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં હવામાન ખાતાએ આગાહી કરી હતી કે આ મહિનામાં ભારે વરસાદની શક્યતા ઓછી છે પણ 5 ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે. જે બાદ હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જગ્યાએ વરસાદ બઘડાટી બોલાવી રહ્યો છે.

ત્રણ દિવસ મેઘો ગુજરાતને ઘમરોળશેહવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 8,9,10 ઓગસ્ટે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે. આ મહિનાથી અત્યારસુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. જેથી ખેડૂતોના પાક કોઈ ખતરો ઊભો થયો નથી

પણ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધી શકે છે. 9 જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. જેમાં ખાસ કરીને દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય અને ઉત્તર ગુજરાત વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.

10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલઅંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે. આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.

પાક નુકસાની સહાય ટુંક સમયમાં થશે જાહેરગુજરાતમાં અતિવૃષ્ટિથી પાક નુકસાની મામલે કૃષિ વિભાગે 8 જિલ્લામાં સરવેની કામગીરી પૂર્ણ કરી છે. કચ્છ જિલ્લામાં હજુ પણ કામગીરી ચાલી રહી છે. રાજ્યના 4000 ગામમાં ભારે વરસાદને કારણે પાક નુકસાની થઈ હતી. સર્વેનું સપૂર્ણ કામગીરી પૂર્ણ થયે સહાયની જાહેરાત કરવામા આવશે.

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોમાં વરસાદને હવામાન વિભાગ દ્વારા ખૂબ જ મોટી આગાહી કરી દેવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરી દેવામાં આવી છે. મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 8 ઓગસ્ટના રોજ ગુજરાતની અંદર ભારે વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્ર પંથક ની અંદર વરસાદની બોલબાલા જોવા મળી છે

વરસાદની બે થી ત્રણ મોટી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતી ભારે વરસાદ પડશે., સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જાણીતા હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં વરસાદ લઈને ખૂબ જ મોટી આગાહી કરવી છે અને અંબાલાલ પટેલ ના જણાવ્યા પ્રમાણે, રાજ્યની અંદર આવનારા તારીખ 10 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદની ખૂબ જ મોટી શક્યતાઓ સેવાઈ રહી છે

દક્ષિણ ગુજરાતની અંદર પણ સારામાં સારો વરસાદ પડે તેવી મોટી આગાહી કરી દેવામાં આવી છે. મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જ્યારે વડોદરા શહેરની અંદર લાંબા વિરામ પછી મેઘરાજાએ ફરી એક વખત ધમાકેદાર એન્ટ્રી કરી છે. વડોદરા શહેરની અંદર પાંચ ઓગસ્ટના રાત્રિના સમયે પછી વરસાદે એન્ટ્રી લીધી હતી અને મુશળધાર વરસાદ પડ્યો હતો તેમજ વિભાગની આગાહી પગલે વડોદરા શહેરની અંદર ભારે વરસાદ પડ્યો હતો

સયાજી ગંજ ફતેગજ તેમજ નિઝામપુરા અને અકોટા વિસ્તારની અંદર પણ ભારે વરસાદ પડ્યો હતો. ફરી એક વખત વરસાદના જોર વધવાને કારણે રાજ્યની અંદર ભારે વરસાદ લઈને અંબાલાલ પટેલે પણ ખૂબ જ મોટી આગાહી કરવી છે. આજરોજ અને આવતીકાલના સવાર સુધીમાં ગુજરાત રાજ્યની અંદર ઘણી જગ્યા ઉપર ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે.

7 ઓગસ્ટના રોજ એટલે કે આજરોજ રાજ્યના પાંચ જિલ્લાઓની અંદર પણ ભારે સાથે લઈને મોટી આગાહી કરી દેવામાં આવી છે. એની અંદર નવ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેમજ અલગ અલગ જિલ્લાઓની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ જિલ્લાની અંદર મોટો સમાવેશ થઈ શકે છે. 24 કલાકમાં એકસો ને 14 તાલુકા ની અંદર ભર સાથે ભારે ધૂમ મચાવી દીધી છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *