સોમવારેથી ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયાથી ભારે વરસાદની આગાહી આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી અમરેલી, જુનાગઢ, ભાવનગર જિલ્લાઓ રેડ એલેટ આપ્યું
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના અનુસાર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આજે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યો અને જિલ્લાઓમાં એક મહેર થઈ છે. રાજ્યના એક વિસ્તારમાં આજે વહેલી સવારથી વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દરેક જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલી, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ થયો છે. રાજકોટ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા એન્ટ્રી કરી છે.
ગોંડલના વલસાડ પંથકમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે, જેને કારણે ચારે બાજુ પાણી-પાણી થઈ ગયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ધીમેધાર તો કે એક સારો વરસાદ થઈ રહ્યો છે. અમરેલીના બગસરા તાલુકાના એક વિસ્તારમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારમાં ભારે થઈ હતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 75 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ વરસાદ 122 % થયો છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં 68% વરસાદ થઈ ચૂક્યો છે. હાલ રાજ્યમાં 57 ડેમો છે જેમાંથી 10 ડેમ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 141 ડે માં 57 ટકા પાણીનો જથ્થો છે. કચ્છના 20 ડેમમાં 70% પાણીનો જથ્થો છે.
ઉત્તર ગુજરાતના 15 ડેમ મા 28% પાણીનો જથ્થો છે, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 45% પાણીનો જથ્થો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં સારા વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કર્યા છે. કાલથી સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી આવનારા દિવસોમાં વરસાદની માહોલ જોવા મળશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 24 થી 48 કલાક સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
માછીમારોને 8 અને 9 ઓગસ્ટના દરિયો ન ખેડવા સૂચના અપાઈરવિવારે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 ઓગસ્ટે અમરેલી, બોટાદ, ભાવનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 9 ઓગસ્ટે અમદાવાદ, વડોદરા,
અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. 10 ઓગસ્ટે અમદાવાદ, રાજકોટ, જામનગર, સુરેંદ્રનગર, જૂનાગઢ, મોરબી, કચ્છ, દ્વારકા, બોટાદ, ભાવનગરમાં ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે ભારે વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. માછીમારોને 8 અને 9 ઓગસ્ટના દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહીઅમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે અને મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. માછીમારોને 8 અને 9 ઓગસ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.