સુરતમાં મેહુલ બોઘરાના સમર્થનમાં આવતી કાલે સુરતના વકીલો નીકાળશે રેલી, એટ્રોસિટીની ફરિયાદ સામે HCમાં પિટિશન TRB સાજન ભરવાડની હકાલપટ્ટી

સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર હુમલા મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ છે. વકીલ સામે કરાયેલી એટ્રોસિટીની ફરિયાદ સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ છે. મેહુલ બોઘરાએ જાતે જ કવોશિંગ પિટિશન દાખલ કરી છે.

મેહુલને ન્યાય અપાવવા હાઇકોર્ટ બાર એસોસિએશનની પણ મદદ લેવાશેતમને જણાવી દઇએ કે, સુરત બાર એસોસિએશન મેહુલ બોઘરાના સમર્થનમાં છે. આવતી કાલે સુરતના તમામ વકીલો રેલી કાઢશે. બપોરના અઢી વાગ્યે કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાશે. મેહુલને ન્યાય અપાવવા માટે હાઇકોર્ટ બાર એસોસિએશનની પણ મદદ લેવાશે.

ગઇકાલે તંત્ર દ્વારા 9 TRB જવાનોને છુટ્ટા કરાયાછે કે, સુરતના વકીલ મેહુલ બોઘરા પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે ગઇકાલે આ ઘટના દરમ્યાન ફરજમાં બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા 9 TRB જવાનોને છુટ્ટા કરાયા છે. ટ્રાફિકમાં ઉઘરાણાની બુમ વચ્ચે 9 TRB જવાનની હકાલપટ્ટી કરવામાં આવી છે. ચાલુ ફરજે ફોનનો ઉપયોગ કરવો તેમજ પોઇન્ટ પર ગેરહાજરીને લઈને તંત્ર દ્વારા આ પગલાં લેવાયા.

બીજી બાજુ વકીલને મેહુલ બોઘરાને જાહેરમાં માર મારવા મામલે કોર્ટે તારીખ 20 ઓગસ્ટના રોજ આરોપી સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

જાણો શું હતી સમગ્ર ઘટનાતમને જણાવી દઇએ કે, થોડાંક દિવસ અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો.

આથી, સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આવતી કાલે TRBના સુપરવાઈઝર સાજન ભરવાડે વકીલ મેહુલ બોઘરા પર કરેલા હુમલાનાં વિરોધમાં સુરતના તમામ વકીલો કોર્ટથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢશે.

સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. આ સમગ્ર મામલે સુરત પોલીસે એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરનાર TRB સાજન ભરવાડ સામે મોટી કાર્યવાહી કરી છે. સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે એડિશનલ સીપી પ્રવીણ મલે પત્રકાર પરિષદ યોજી આ મામલે માહિતી આપી હતી.

TRB સાજન ભરવાડની હકાલપટ્ટીસીપી પ્રવીણ મલે પત્રકાર પરિષદ યોજી આ સમગ્ર મામલે કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સુરત શહેરની ટ્રાફિક બ્રાન્ચની ટીમના અરવિંદ ગામીત, હરેશ અને TRB સાજન ભરવાડ સામે પગલાં લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે TRB જવાન સાજન ભરવાડની વર્તણૂંકને કારણે તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે. આ મામલાની તાપસ ACP કક્ષાના પોલીસ અધિકારી કરી રહ્યા છે.

307 અને અન્ય કલમોને આધારે ફરિયાદ નોંધાઈ હતીશહેર એડવોકેટ મેહુલ બોઘરા ઉપર ગઈ કાલે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ હુમલાવર વિરુદ્ધ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. કલમ 307 મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. જો કે, મળતી માહિતી પ્રમાણે શરૂઆતમાં પોલીસ દ્વારા કલમ 307 મુજબ ફરિયાદ ન નોંધાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

ત્યાર બાદ સરથાણા પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા. એડવોકેટ અને વિવિધ સંગઠનો દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કરવામાં આવ્ય હતો. મોટી સંખ્યામાં સમર્થકો દ્વારા રામ ધૂન બોલવવામાં આવી હતી. આખરે પોલીસે 307 મુજબ ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ પાસ નેતા અલ્પેશ કથીરીયાએ અપીલ કરી લોકોને ઘરે રવાના કર્યા હતા.

એડવોકેટ પર હુમલાની સમગ્ર ઘટના આ અંગે સામે આવેલી વિગતો અનુસાર અડવોકેટ મેહુલ બોધરા ટેમ્પો રોકી હપ્તો લેતા મળતીયાઓનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પર જીવલેણ હુમલો થયો હતો. મેહુલ બોધરાનો આરોપ છે કે પોલીસના કેટલાક મળતીયા હપ્તાખોરી કરે છે. જેનો પર્દાફાશ કરવા ગયા હતા ત્યાં અજાણ્યા શખ્સોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો. એડવોકેટ મેહુલ બોઘરા ઉપર કહેવાતા પોલીસના મળતીયાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *