વડોદરામાં જાણીતા બિલ્ડરે યુવતીને અલગ અલગ લઈ જઈ માણ્યું શરીરસુખ યુવતીના પિતાને પડી ગઈ ખબર ને પછી બનેવીએ પત્ની સાથે ન કરવાનું કરી નાખ્યું…

જાણીતા બિલ્ડર અને કાન્હા ગ્રુપ સાથે સંકળાયેલ નવલ ઠક્કર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. નવલ ઠક્કર નામના ઈસમ વિરુદ્ધ જે. પી. રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ. નવલ ઠક્કર પરિણીત અને એક સંતાનનો પિતા છે. યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. છેલ્લા એક વર્ષ દરમ્યાન પોતાનાથી અડધી ઉંમરની યુવતીને અલગ અલગ સ્થળોએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

અગાઉ પણ નવલ ઠક્કરને યુવતીના પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા ચેતવણી આપવા છતાં સંપર્ક ચાલુ રાખતા આખરે યુવતીના પિતાએ નવલ ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. કેસ નોંધાતા નવલ ઠક્કર ભૂગર્ભ માં ઉતરી ગયો છે. કેસના આરોપી નવલ ઠક્કરને ઝડપી પાડવા પોલીસ ની જુદી જુદી ટીમો બનાવાઈ.

આ અંગેની વધુ વિગતો એવી છે કે, બિલ્ડરે 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી પોતાના ઘરે અવાર-નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. બિલ્ડરે યુવતીના ન્યૂડ ફોટા પાડી લીધા હતા અને પિતા વિરુદ્ધ લેટર પણ લખાવી લીધી હતા. ફરિયાદમાં જણાવાયું છે કે, બિલ્ડર છેલ્લા એક વર્ષથી ફરિયાદીના ઘરે આવતો હતો. દરમિયાન તેણે યુવતી પર નજર બગાડી હતી. પિતાને છ મહિના પહેલા આશંકા જતાં તેમણે બિલ્ડરને પોતાના ઘરે આવવાની ના પાડી દીધી હતી. તેમજ દીકરી સાથે સંપર્ક ન રાખવા પણ કહી દીધું હતું.

જોકે, બિલ્ડર યુવતી સાથે મોબાઇલ પર વાત કરતો હતો. તેમજ યુવતી ટ્યુશન ક્લાસ જાય તો ત્યાંથી કારમાં બહાર લઈ જતો હતો. આ અંગે પિતાને 15 દિવસ પહેલા જાણ થતાં તેઓ ચોંકી ગયા હતા. તેમણે સમાજના લોકોને સાથે રાખી બિલ્ડરના ઘરે જઈ દીકરી સાથે સંબંધ ન રાખવા સમજાવ્યો હતો. આ સમયે બિલ્ડરે ફરિયાદીની દીકરી સાથે ખરાબ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું તેમજ હવે પછી તેની સાથે વાત નહીં કરે તેમ કહ્યું હતું.

દરમિયાન બે દિવસ પહેલા યુવતીના પિતાને દીકરીનો મોબાઇલ મળી આવ્યો હતો. આ અંગે પૂછતાં બિલ્ડરે મોબાઇલ લઈ આપ્યો હોવાનું જણાવ્યું હતું. મોબાઇલ તપાસતા દીકરીના અશ્લીલ ફોટો હતા. જે જોઈ પિતા ચોંકી ગયા હતા. આ સિવાય દીકરીએ પિતા વિરુદ્ધ એક લેટર લખ્યો હતો, જેનો ફોટો પણ પિતાને મળી આવ્યો હતો.

જેથી પિતાએ આ અંગે પૂછપરછ કરતાં બિલ્ડર છેલ્લા છ મહિનાથી લગ્નની લાલચ આપી તેના મકાને લઈ જઈ પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. તેણે પોતાની સેફ્ટી માટે લેટર પણ લખાવ્યા હોવાનું પિતાને જણાવ્યું હતું. ઝારખંડના કોયલા નગરી ધનબાદમાં કથિત રીતે એક શખ્સે સાળીના પ્રેમમાં પાગલ થઇને પત્નીની હત્યા કરી નાખી છે. પોલીસે આરોપી પતિને હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા હથિયાર સાથે ધરપકડ કરી છે. આ ઘટના બલિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં આરોપી ઉત્તમે કથિત રીતે પોતાની સગીર સાળીના પ્રેમમાં પકડીને પોતાની પત્નીની હત્યા કરી નાખી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઉત્તમને પોતાની સાળી સાથે પ્રેમ થઇ ગયો હતો. આરોપી પોતાની સાળી સાથે લગ્ન કરવા માગતો હતો. જેમાં તેની પત્ની અડચણ બની રહી હતી. એવામાં આરોપીએ કેટલાક મિત્રો સાથે મળીને પત્નીને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય લીધો હતો.

પોલીસે જણાવ્યું કે હત્યાના આરોપી ઉત્તમે મુન્ના ઉર્ફે અવિનાશ હલદર અને વિકાસ રાય ઉર્ફે બાબાની સાથે મળીને ષડયંત્ર રચ્યું. એ બાદ પત્નીને રસ્તા પર લઇ ગયો હતો. જ્યાં વિકાસે રસ્તો પૂછવાના બહાને ગાડી ઉભી રખાવી હતી. અને મુન્નાએ મહિલાનું મોઢું દબાવીને ધારદાર હથિયારથી વાર કર્યો હતો.પોલીસ અનુસાર હત્યારાઓ મહિલાનું મોત થતા મૃતદેહને જંગલમાં ફેંકી ફરાર થઇ ગયા હતા. મહિલાની લાશ મળ્યા બાદ પોલીસે તપાસ કરી તો સત્ય સામે આવ્યું. પોલીસે હત્યારા પતિએ ગુનાની કબૂલાત કરી હોવાની અને હથિયાર કબજે કર્યા હોવાનો દાવો કર્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *