સુરતમાં ચોર ચોરી કરવા ઘરમાં ઘૂસે તે પહેલા જ મોતને ભેટ્યો જાણો એવું તો શું થયું વીડિયો થયો વાયલર…

રાજ્યમાં ચોરીના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હતા પરંતુ ક્યારે એવું નહીં સાંભળ્યું હોય કે ચોર ચોરી કરવા આવ્યો અને મોતને ભેટ્યો. આવી જ એક ઘટના સુરતમાં બની છે. જ્યાં રાત્રી દરમિયાન ચોરી કરવા ચોર ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે અને જીવ ગુમાવે છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટના સુરતના કપોદ્રા વિસ્તારની છે. જ્યાં રાત્રી દરમિયાન ચોર ચોરી કરવા ઘરમાં ઘૂસ્યો અને ઉપરથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. ચોરી કરવા ગયેલા અજય ઉર્ફે ગોરો વસાવા નામના ઇસમનું મોત થયું છે. અજય ઉર્ફે ગોરો વસાવા સુરતના કપોદ્રા વિસ્તારમાં આવેલા મમતા પાર્કના પહેલા વિભાગમાં ઘર નંબર 114 માં ચોરી કરવા ગયો હતો.

તે દરમિયાન ઘરમાં ઉપરના ભાગથી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, તે જ સમયે ઉપરથી નીચે પટકાતા અજયે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઘટનાને લઇ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, અજયે અગાઉ 11 ઘર ફોડ ચોરીના ગુના આચાર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 9 અમરોલીમાં, 1 કોસંબામાં અને 1 રાજપીપળામાં ગુના આચર્યા હતા. જોકે, પોલીસે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાપોદ્રાની મમતા પાર્ક સોસાયટીમાં ચોરીના ઈરાદે પહોંચેલા રીઢા તસ્કર અજય ઉર્ફે બોડાનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. એક મકાનમાં વાસણ સાફ કરવાની ચોકડીમાંથી માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં પોસ્ટમોર્ટમમાં અજયનું માથામાં ઈજાના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. કાપોદ્રા પોલીસ સ્ટેશનની નજીક મમતા પાર્ક સોસાયટીમાં રહેતા રોનકભાઈ સવજીભાઈ જાસોલીયા વેપાર કરે છે.

સોમવારે સવારે તેમના મકાનની ચોકડીમાંથી મોઢા પર બુકાની બાંધેલી અને માથામાં ઈજાગ્રસ્ત હાલતમાં રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેથી રોનકભાઈએ કાપોદ્રા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતક ઉતરાણમાં રહેતો અને રખડતુ જીવન ગાળતો રીઢો તસ્કર અજય ઉર્ફે બોડો રામુ વસાવા(25)હોવાનું સામે આવ્યું હતું.

મૃતક અમરોલીમાં 9, કોસંબામાં 1 અને રાજપીપળામાં 1 એમ કુલ 11 ચોરીમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં અજયનું મોત માથામાં ઈજાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે રવિવારે રાત્રે ચોરી કરવાના ઈરાદે કલાકુંજ સોસાયટીની દિવાલ કુદીને ચોરી કરવાના ઈરાદે મકાનમાં ઘુસ્યા બાદ મકાનના ઉપરથી ગેલેરીમાં પટકાતા મોત થયું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *