સુરત કોર્ટનો વિચિત્ર કિસ્સો સુરતમાં પત્નીની હાંસી ઉડાવનારને રૂ.7 હજાર ભરણપોષણનો આદેશ, કોર્ટે કહ્યું – પત્નીની હાંસી ઉડાવવી એ પણ હિંસા જ ગણાય

સામાન્ય રીતે રાજ્યમાં અવાર નવાર પત્ની પર માનસિક તેમજ શારિરીક ત્રાસ ગુજારવામાં આવતો હોવાના કિસ્સા પ્રકાશમાં આવે છે. ત્યારે પરિણતાઓ ના છૂટકે પોલીસના શરણે જાય છે અને ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવે છે. પરંતુ જોકે પતિ પત્ની વચ્ચે નાની મોટી રકજક અને હસી મજાક થતી હોય છે. ત્યારે આવી જ એ ઘટનામાં સુરતની કોર્ટે ચોંકાવનારો ચૂકાદો સંભળાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં રહેતા મનિષાબેનના લગ્ન ચાર મહિના પહેલાં મહેશભાઇ પટેલ સાથે થયા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ મહેશભાઇના પરિવારજનો દ્વારા છીણી છીણી બાબતે તેમજ કરિયાવરમાં ઓછી વસ્તુઓ લાવી હોવાની કહીને ત્રાસ આપતા હતા. આ ઉપરાંત મહેશભાઇના પરિવારજનોએ શ્રીમંતના પ્રસંગ દરમિયાન પણ ઝઘડો કર્યો છે.

આ ઉપરાંત મહેશભાઇ અને તેમના પરિવારજનો મનિષાને નાની નાની બાબતોમાં હેરાન-પરેશાન કરીને તેણીની હાંસી ઉડાવતા હતા અને ગરીમા પણ જાળવતા ન હતા. આખરે કંટાળીએ મનિષાબેને વકીલ દ્વારા સુરતની ફેમિલી કોર્ટમાં દાખલ કરીને ભરણપોષણ માંગ્યું હતું.

આ અનુસંધાને કોર્ટે આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેતાં ચૂકાદો આપતાં કહ્યું હતું કે પત્નીની હાંસી ઉડાવે તે પણ હિંસા જ ગણાય. સ્ત્રીની ગરીમાનું અપમાન, માનભંગ કે સન્માન તોડે તો તેને પણ જાતિય હિંસા જ કહેવાય છે. જેથી સુરતની કોર્ટે પત્નીની હાંસી ઉડાવનારને 7 હજાર ભરણપોષણનો આદેશ કર્યો હતો.

સુરત શહેરના વીઆઇપી રોડ વિસ્તારમાં રહેતી મનિષા પટેલાના લગ્ન તા. 30-04-2012ના રોજ મહેશ પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ મહેશના પરિવારજનોએ મનિષાને નાની-નાની બાબતોમાં તેમજ લગ્નના કરિયાવરમાં ઓછી વસ્તુઓ લાવી હોવાનું કહીને ત્રાસ આપવા માંડ્યો હતો. મનિષાની શ્રીમંતવિધિ વખતે પણ મહેશના પરિવારજનોએ તેણી સાથે મોટો ઝઘડો કર્યો હતો.

પેશાબનું ઇન્ફેકશન થયું ત્યારે પણ સાસરિયાઓએ હેરાન કરીમનિષાને સંતાનમાં એક પુત્રીનો અવતરી હતી. જો કે, તેણીને પેશાબનું ઇન્ફેકશન થયું ત્યારે પણ સાસરિયાઓએ હેરાન કરી હતી. તેઓ મનિષાને નાની નાની બાબતોમાં હેરાન-પરેશાન કરીને તેણીની હાંસી ઉડાવતા હતા અને ગરીમા પણ જાળવતા ન હતા. આખરે મનિષાબેન દ્વારા વકીલ પ્રીતિ જોષી મારફતે સુરતની ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કરીને ભરણપોષણ માંગવામાં આવ્યું હતું.

પત્નીની હાંસી ઉડાવે તે પણ હિંસા જ ગણાય : કોર્ટકોર્ટે આ બાબતને ગંભીરતાથી લઇને ચૂકાદો આપતા ટાક્યું હતું કે, જ્યારે નાની નાની બાબતોમાં સ્ત્રીની ગરીમાનું અપમાન, માનભંગ કે સન્માન તોડે અને પત્નીની હાંસી ઉડાવે તે પણ હિંસા જ ગણાય છે. કોર્ટે પતિ મહેશને દર મહિને રૂા.7 હજારનું ભરણપોષણ ચૂકવવા આદેશ કર્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *