સુરતમાં એ બસે એક વ્યક્તિને નહીં, આખા પરિવારને કચડ્યો સુરતમાં બેફામ સિટી બસની અડફેટે પરિવારે ‘આધાર’ ખોયો, 9 મહિનાનું ગર્ભસ્થ શિશુ માતાના પેટમાં જ અનાથ જોવો વીડિયો

સુરતમાં ઓવરસ્પીડમાં દોડતી સિટી બસોએ વણઝાર કરી છે. આજે વહેલી સવારે રિંગરોડ વિસ્તારમાં બેફામ આવતી બસે આશાસ્પદ યુવકને મોતની ટક્કર મારી હતી. એટલો ભયાવહ હતો કે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. કરી બસ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. લોકોના ટોળે ટોળાં ઉમટી પડતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ નજીક બનેલા આ બનાવની વિગત જોઈએ તો એક નાની ઓરડીમાં રહેતા કિશન નામનો યુવક અને તેનો ભાઈ રોજીંદી ક્રિયા મુજબ ટિફિન લઈ કામ કરવા નીકળ્યા હતા. રસ્તામાં પુરપાટ ઝડપે આવેલી સીટી બસે યુવકને ફંગોળ્યા હતા, જેમાં કિશન મોતને ભેટ્યો હતો.

બાળક માતાની કૂખમાં જ અનાથહજુ તો થોડી ઘડી પહેલા હાથમાં ટિફિન લઈને કામ પર જવા નીકળેલો યુવકના મોતના સમાચાર સાંભળી પરિવારની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કાળજું કંપાવે તેવી વાત એ છે કે મૃતક યુવકના હજુ 10 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને તેમની પત્ની ગર્ભવતી છે 9મો મહિનો ચાલુ છે. વિધિની વક્રતાએ છે કે બાળક માતાની કૂખમાં જ અનાથ થઈ ગયું છે.

પરિવારના આક્રંદથી ગલીઓ ગુંજીપરિવારનો એકનો એક કમાનાર, મોભી સમાન યુવકનું અવસાન થતાં પરિવાર સાવ ભાંગી પડ્યો છે. માતા-પિતા, ભાઈ-બહેન, તેમજ વિધવા પત્નીના આંખમાંથી આસું સુકાતા નથી. પતિના મોતના સમાચાર મળતા જ પત્ની બે ભાન થઈ ગઈ હતી. ગર્ભમાં રહેલા બાળકના જીવ પર આવી ગયું હતું. પરિવાર એક જ માંગ કરી રહ્યો છે કે બસ ડ્રાઈવરને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી અન્ય કોઈ પરિવારને આ તકલીફ ન વેઠવી પડે.

કરુણતા એ છે કે બસ ચાલક એક યુવકને નહીં આખાય પરિવારની અનેક આશા અપેક્ષાને અડફેટ લઈ લીધી છે. એક ગર્ભવતી પત્નીએ પતિ ગુમાવ્યો છે, આવનાર બાળકે પિતા ગુમાવ્યો છે. મૃતક યુવકના માતા પિતાએ ઘડપણનો સહારો ગુમાવ્યો હતો. રક્ષાબંધન પહેલા એક બહેને પોતિકા ભાઈની અર્થી ઉઠતી જોઈ છે. ચાર ભાઈ-બહેનોમાં કિશન ડાયમંડ ફેક્ટરીમાં નોકરી કરી તમામનું પેટિયું રળતો હતો. હાથબળે પરિવારને સાચનાર આજે અકસ્માતે મોતને ભેટયા પરિવાર વેર વિખેર થઈ ગયો છે. નાની ઓરડી પહેલા ગીચોગીચ લાગતી હતી. હાલ ક્યારેક રો-કકડાટથી ગુંજી ઉઠે છે તો ક્યારે શાવ શાંત દેખાઈ રહી છે. પોલીસે ગુનો નોંધી બસ ડ્રાઈવરને પકડવા તપાસ હાથ ધરી છે.

આજે દિવસેને દિવસે શહેરની આગળ માર્ગ ઘટનામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. ઘણી વખત આપણી ભૂલ ન હોવા છતાં પણ આપણે જીવ ગુમાવવાનો વારો આવે છે. બીજા ની બેદરકારીને કારણે માસુમ રાહદારીઓને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે સુરત શહેરમાંથી વધુ એક ધ્રુજાવી દે તેવી ગંભીર ઘટના આપણી સામે આવી છે.

સુરત શહેરમાં બનેલી આ ગંભીર ઘટનાની માહિતી આપણી સામે આવી છે. સુરત શહેરની અંદર સીટી પાસે વધુ એક યુવકનો ભોગ લીધો હોય તેવી ઘટના બની છે. સુરતની અંદર આવેલા રીંગરોડ માર્કેટ ખાતે રસ્તા ઉપર એક સીટી બસે રોડ ક્રોસ કરતી વખતે યુવકને કચડી નાખ્યું હતું. સીટી બસની ટક્કરથી યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. યુવકના મૃત્યુના કારણે આખા પરિવારની અંદર ભારે માતમ છવાઈ ગયો હતો

જ્યારે આ સમગ્ર ગંભીર ઘટના બની ત્યારે ઘટના સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ તાત્કાલિક ધોરણે પોલીસને માહિતી આપતા પોલીસનો કાફલો ઘટના હાજર થયો હતો. મૃત્યુ પામેલા યુવકની પત્નીને નવ મહિનાનો ગર્ભ છે. યુવક નો બાળક આ દુનિયામાં આવે તે પહેલાં જ તેને પોતાના પિતાની છત્રછાયા ગુમાવી બેઠો છે

આ સમગ્ર ઘટના બનતાની સાથે જ આખા પરિવારની અંદર ભારે શોખ છવાઈ ગયો છે. સુરતની અંદર આવેલા રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટની પાસે એક બ્લુ કલરની સીટી યુવક જ્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બસ એ તને અડફેટમાં લીધો હતો. હાથમાં ટિફિન લઈને કામ ઉપર જવા માટે આ યુવક નીકળ્યો હતો ત્યારે રસ્તામાં આવી નડ્યો હતો.

રોડ બસ કરતી વખતે યુવકને કાળ ભરખી ગયો હતો. યુવકના સમાચાર મળતાની સાથે જ પરિવારના લોકોની અંદર ભારે માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસમાં તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને આ ઘટનાની અંદર 25 વર્ષીય કિશન પટેલ નામના યુવકનું નિપજ્યું હતું. કિશન પટેલ નામ ના આ યુવક ના લગ્ન માત્ર દસ મહિના પહેલા જ થયા હતા.

પટેલની પત્નીને નવ મહિનાનો ગર્ભવતો અને કિશન પટેલ ડાયમંડમાં નોકરી કરીને પોતાની પત્ની અને પોતાનું ગુજરાત ચલાવી રહ્યા હતા. કિશન પટેલ નું આવી રીતે પત્ની અને આવનારું બાળક પણ નોંધારા બન્યા છે. આ ઘટનાને લઈને પોલીસે બસ ચાલકની સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છ

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *