સુરતમાં મેહુલ બોઘરા માટે AAPમાં લાલ જાજમ પોલિટિક્સ માટે મેહુલ બોઘરાનું ‘અભી નહીં થોડા કરો ઇંતેજાર PAAS નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું- ભાજપ વિરોધમાં માહોલ ઊભો થશે, શું AAPમાંથી રાજકીય શરૂઆત કરશે?
સુરતમાં TRB સુપરવાઈઝરના હુમલામાં ઘવાયેલા એક્ટિવિસ્ટ મેહુલ બોઘરા અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે. રાજકારણમાં પ્રવેશની પ્રબળ શક્યતાની ચર્ચાઓ પર હાલ તો બોઘરાએ અલ્પવિરામ મૂક્યું છે. હમણાં રાજકારણમાં નહિ જોડાવાની સાથે બોઘરાએ એવી પણ ચોખવટ કરી છે કે લોકો કહેશે ત્યારે રાજકારણમાં પણ પ્રવેશ કરીશ. સામે પક્ષે આમ આદમી પાર્ટીએ (AAP) મેહુલ બોઘરાને સામેલ કરવાની જ નહીં, પરંતુ ચૂંટણી લડાવવાની પણ તૈયારી કરી લીધાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
ચૂંટણી નહીં લડું, છેવટે પ્રજા જેમ કહેશે એમ કરીશદિવ્ય ભાસ્કર સાથેની વાતચીમાં મેહુલ બોઘરાએ રાજકારણમાં પ્રવેશ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે હાલ મને લોકોનું ભલે સમર્થન મળી રહ્યું છે, પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હું કોઈ પક્ષમાં જોડાવાનો નથી કે ચૂંટણી લડવાનો નથી. અત્યારે માત્ર મારું ફોકસ ભ્રષ્ટાચારવિરોધી જે કામ કરી રહ્યો છું એ કામ 10 ગણી ગતિએ કરવાનો વિચાર છે. જોકે પ્રજા ઈચ્છશે તો હું રાજકારણમાં પણ જઈશ.
AAPમાં બોઘરા માટે બધા દરવાજા ખુલ્લા છેAAPના પ્રવક્તા ઉપરાંત ઉચ્ચ સ્તરીય પાર્ટી સૂત્રોએ જણાવ્યું હતું કે કેજરીવાલ આવશે તેવા કોઈપણ પ્રસંગે બોઘરાનું સન્માન કરાશે. એની સાથે AAPમાં મેહુલ બોઘરાનું ભવ્ય સ્વાગત પણ કરાશે. જોકે અત્યારે પણ મેહુલ બોઘરા એક રીતે ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ છેડીને AAPની વિચારધારા મુજબ જ કામ કરી રહ્યા છે.
વકીલો પરના બિલ પર કામ થવું જોઈએમેહુલ બોઘરાએ કહ્યું હતું કે હાલ દેશભરમાં વકીલો પર અવારનવાર હુમલાઓ થતા રહે છે. ત્યારે તેમના પરના હુમલાને અટકાવવા તથા તેના પર કામ થઈ શકે એ માટે વકીલોનું બિલ પેન્ડિંગ છે. આ પેન્ડિંગ બિલ પર ઝડપથી કામ કરવામાં આવે અને કાયદો લાવવામાં આવે, જેથી વકીલોને હુમલામાં રાહત મળે અને નક્કર કાર્યવાહી થાય. તમામ વકીલોની સાથે મારી પણ એ જ માગ છે કે આ માટે ઝડપથી પ્રોટેકશન બિલ પાસ થાય અને કાયદો બને.
પાટીદાર સમાજને અનામત મળે તેના માટે જે પ્રકારનું આંદોલન રાજ્યમાં શરૂ થયું હતું તેની મોટી અસર રાજકીય રીતે પણ દેખાઈ હતી. આ આંદોલનને સાત વર્ષ પૂર્ણ થયા છે. આ અંદોલનમાં દરમિયાન હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહિતના અનેક યુવા ચહેરાવો આંદોલનકારી તરીકે સામે આવ્યા હતા.
જેમ જેમ આંદોલન આગળ વધતું ગયું તેમ તેમ ધીરે ધીરે આંદોલનના ચહેરાઓ રાજકીય રંગમાં રંગાતા ગયા અને રાજકીય પાર્ટીમાં જોડાવામાં શરૂ કર્યું હતું. આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ પહેલા કોંગ્રેસ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે. જે સરકારની સામે સતત આંદોલન કરતો રહ્યો અને એમની ટીકા કરતા રહ્યો તે જ પાર્ટીનો આખરે તેણે ખેસ પહેરી લીધો. હવે પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરતના અલ્પેશ કથીરિયા સંભાળી રહ્યા છે ત્યારે અલ્પેશ કથીરિયા કયા પક્ષમાં જશે તેને લઈને ચર્ચા ચાલી રહી છે.
અત્યારની રાજકીય સ્થિતિ જોતા તમારું સ્ટેન્ડ શું છેઅલ્પેશ કથીરિયા: પાટીદાર આંદોલન સમિતિ એ સમાજના પ્રશ્નોને ઉઠાવ્યા હતા અને સમાજના હિતમાં જે કામ થશે અને જે પાર્ટી તેનું કામ કરશે તેના તરફેણમાં અમે રહીશું. અત્યાર સુધી જે માંગણી કરવામાં આવી છે તેમાં અમને સંતોષ થયો નથી. આગામી દિવસોમાં જે સ્થિતિ થશે તેના આધારે અમે રાજકીય રીતે આગળ વધવા માટેનો નિર્ણય કરીશું.
DB: જે પાર્ટી સત્તા ઉપર છે તે પાર્ટી દ્વારા તમારી માગણી સંપૂર્ણ રીતે સ્વીકારી નથી?
અલ્પેશ કથીરિયા: ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે જે માંગણીઓ કરેલી હતી જેમાં શહીદોના પરિવારને નોકરી આપવી અને જે કેસો થયા છે તેને પરત ખેંચવા પરંતુ તે સ્વીકારવામાં આવી નથી. જેથી ભાજપ વિરોધમાં માહોલ ઊભો થશે તેવું મને લાગે છે.
અત્યારની સ્થિતિ જોતા લાગે છે કે ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં સફળતા મળશેઅલ્પેશ કથીરિયા: ભાજપની સરકાર છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી શાસન કરી રહી છે. ત્યારે સ્વભાવિક રીતે જ એન્ટી ઇન્કમબંસી જોવા મળતી હોય છે. સરકારના મંત્રીઓ યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી તેથી તેમને રવાના પણ કરવામાં આવ્યા છે. જેવી રીતે રોડ રસ્તાના કામો યોગ્ય રીતે થતા ન હતા ત્યારે કેબિનેટ મિનિસ્ટરને પણ દૂર કરાયા છે.
કોંગ્રેસને અત્યારે રાજકીય રીતે કઈ પરિસ્થિતિમાં જુઓ છોઅલ્પેશ કથીરિયા: કોંગ્રેસ ખૂબ જ નબળી થઈ છે. ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે છતાં પણ જે માહોલ બનવો જોઈએ તે બની રહ્યો નથી. ગુજરાતની અંદર કોંગ્રેસની સ્થીતિ ખૂબ જ ખરાબ છે.
કોંગ્રેસને વિધાનસભામાં એક પણ બેઠક મળશે એવું લાગે છેઅલ્પેશ કથેરિયા: કોર્પોરેશનની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી બંનેમાં ખૂબ અંતર હોય છે. દરેક વખતે રાજકીય મુદ્દાઓ અને સમીકરણો અલગ અલગ હોય છે. કોંગ્રેસે યુવાઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને યોગ્ય રણનીતિ બનાવીને મહેનત કરવી જોઈએ.
તમારો જેવો યુવા ચહેરા કોંગ્રેસમાં રાજકીય શરૂઆત કરી શકે ખરીઅલ્પેશ કથીરિયા: કયા પક્ષમાં જવું તે અંગે હજી કોઈ વિચાર કર્યો નથી. પરંતુ અમારા સમાજ અને અમારી કોર કમિટી સાથે વિસ્તૃત બેઠક કરીને નિર્ણય લઈશું. અમારે જે માતૃ સંસ્થાઓ છે તેમના માર્ગદર્શનમાં અમે આગળ વધીશું.
કેજરીવાલના સતત ગુજરાત પ્રવાસને લઈને શું કહેશોઅલ્પેશ કથેરિયા : કેજરીવાલ જે પ્રકારે ગેરંટી આપી રહ્યા છે તેના કારણે ગુજરાતમાં આપની હવા ચોક્કસ ઊભી થઈ છે. ગલી મહોલ્લાની અંદર અને ટોક ઓફ ધ ટાઉન આમ આદમી પાર્ટી છે. પરંતુ હવા બનવી અને તેને મતમાં રૂપાંતરિત કરવામાં ખૂબ મોટો ફરક છે.
તમને લાગે છે કે કેજરીવાલ ગેરંટી પૂરી કરી શકશેઅલ્પેશ કથીરિયા: આમ આદમી પાર્ટી દ્વારા જે જાહેરાતો કરવામાં આવી છે તે પૂરી કરી શકે તેવી શક્યતા છે. કારણ કે તેમણે જેટલી પણ જાહેરાતો કરી છે અને જ્યાં તેઓ સત્તામાં આવે છે ત્યાં તેને પૂર્ણ કરતા હોય તેવું લાગે છે. એ જોતા અહીંયા પણ તેઓ સરકારમાં આવે તો આપણે માની શકીએ કે તેઓ ગેરંટી આપી રહ્યા છે તે પૂર્ણ કરશે.
રાજકીય રીતે તમે આમ આદમી પાર્ટીને સારો વિકલ્પ માનો છોઅલ્પેશ કથીરિયા: ભાજપ અને કોંગ્રેસમાં જે પ્રકારની જોડતોડની રાજનીતિ થતી હોય છે આંતરિક રાજકારણ થતો હોય છે તેના કરતાં આપની પાર્ટીમાં સ્થિતિ સારી દેખાઈ રહી છે. તેથી હું રાજકીય રીતે આમ આદમી પાર્ટીને સારો વિકલ્પ માનું છું.
નરેશ પટેલના સમર્થન વગર તમે આપમાં આગળ વધી શકો ખરા?અલ્પેશ કથેરિયા: નરેશ પટેલ સમાજ અને રાજ્ય માટે ખૂબ જ મહત્વના વ્યક્તિ છે. તેઓ સતત રાજકીય વિચારો પર નજર રાખે છે અને ચોક્કસ તેમનું પણ અમને સમર્થન મળતું હોય છે. સમય સમયે તેઓ અમને સુચના આપતા હોય છે તે અમે તમારી વચ્ચે પણ રજૂ કરીશું.
આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તમારો કોઈ સંપર્ક થયો છેઅલ્પેશ કથેરિયા: જાહેર જીવનમાં રહીએ છીએ ત્યારે સ્વભાવિક રીતે જ અલગ અલગ રાજકીય પાર્ટીઓ સાથે સંપર્ક થતો હોય છે. આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ સંપર્ક થતો રહે છે અને ચર્ચાઓ પણ થતી રહે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.