સુરતમાં પાડોશમાં રહેતા યુવક સાથે જમીન દલાલની પત્નીને મિત્રતા કરીને શારીરિક સુખ માન્યું વીડિયો ઉતારીને ફોટો વાયરલ કરવાની આપી ધમકી
સુરતનાપાલનપુરમાં બનેલી ઘટનામાં પૂર્વ પાડોશીએ જમીન દલાલની પત્ની સાથે મિત્રતા કેળવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પૂર્વ પાડોશીથી છૂટકારો મેળવવા માટે 31 વર્ષની પરિણીતાએ બે વખત ઘર પણ બદલ્યું હતું પરંતુ પરણિત યુવકથી છૂટકારો ના મળતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ દ્વારા આ કેસમાં વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, મિલાપ અરવિંદ ધકાણની વર્ષ 2013માં પાડોશમાં પહેતા જમીન દલાલ સાથે થઈ હતી. આ પછી એક દિવસ પતિ ઘરે નહીં હોવાથી મિલાપ પરિણીતાના ઘરે પહોંચી ગયો હતો. અહીં તેણે પરિણીતા પાસે શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. જોકે, પરણિતા તૈયાર ના હોવાથી તેણે તેને બદનામ કરવાની અને હાલ પાડોશીઓને અકઠા કરવાની અને લગ્ન તોડાવી નાખવાની ધમકી આપી હતી.
આ પછી ડરી ગયેલી પરિણીતીએ મિલાપની વાતમાં આવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. મિલાપે આ દરમિયાન પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા તેનો વીડિયો અને ફોટોગ્રાફ્સ લઈ લીધા હતા. આ ફોટોગ્રાફ્સ અને વીડિયોના આધારે મિલાપ પરિણીતાને વારંવાર ધમકાવતો હતો. મિલાપથી કંટાળેલી પરિણીતાએ પોતાનું ઘર બે વખત બલ્યું હોવા છતાં મિલાપ પરિણીતાનો પીછો છોડતો નહોતો.
વારંવાર ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને મિલાપે વારંવાર પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. મિલાપે ફ્લેટ ખરીદવા માટે પરિણીતા પાસે એક લાખ રૂપિયાની માગણી કરી હતી તો તેણે પોતાની આબરુ બચાવવા માટે ઘરેણા ગીરવે મૂકીને મિલાપને 1 લાખ રૂપિયા આપી દીધા હતા. સતત મિલાપના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ બીજી વખત પોતાનું ઘર બદલ્યું હતું. આમ છતાં મિલાપે નવું ઘર શોધી નાખ્યું હતું અને ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
ધમકીઓ આપીને વારંવાર શારીરિક સંબંધ બાંધતા પૂર્વ પાડોશીથી છૂટકારો મેળવવો મુશ્કેલ લાગતા પરિણાતાએ તેની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ દિશામાં વધારે તપાસ શરુ કરી છે.
આ ઘટના સુરત શહેરના પુણા વિસ્તારની છે કે જ્યાં રાજસ્થાની પરિણીતાને બ્લેકમેઈલ કરી કૌટુંબિક દિયરે આચર્યું હતું. તેમજ મોબાઈલમાં બીભત્સ ફોટો પાડી વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. ત્યારબાદ નરાધમે કૌટુંબિક બહેનને પણ અશ્લીલ મેસેજ કરીને અઘટિત માગણી કરતા સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
મળતી માહિતી મુજબ, સુરત શહેરના પુણા ગામમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 26 વર્ષીય મહિલા મૂળ રાજસ્થાનના વતની છે. તેમના પતિ નોકરી કરે છે જ્યારે બાળક 4 વર્ષનું છે. સામાજિક પ્રસંગમાં આ 26 વર્ષીય મહિલાની મુલાકાત કૌટુંબિક દિયર સાથે થઈ હતી. આ કૌટુંબિક દિયરનું નામ પ્રકાશસિંહ હોવાનું જાણવા મળે છે
જે મૂળ રાજસ્થાનના છે અને હાલ મુંબઈમાં રહે છે. 26 વર્ષીય પરિણીતા જ્યારે પ્રકાશ નામના આ કૌટુંબિક દિયરના સંપર્કમાં આવી ત્યારથી તેઓ સોશિયલ મીડિયા પર એકબીજાના સંપર્કમાં હતા. તેઓ ઓનલાઈન ચેટિંગ અને વિડીયો કૉલથી રેગ્યુલર એકબીજા સાથે વાત કરતા હતા. કૌટુંબિક દિયર પ્રકાશ આ મહિલાના ઘરે પણ આવતો હોવાનું જાણવા મળે છે.
વધુ મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલા કૌટુંબિક દિયર પ્રકાશ મુંબઈથી આ મહિલાના ઘરે આવ્યો હતો. ત્યારે જ્યારે આ પરિણીત મહિલા ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક દિયર પ્રકાશે તેનો હાથ પકડીને કહ્યું હતું કે તું મને બહુ ગમે છે. ત્યારબાદ શારીરિક સંબંધ બાંધવાની વાત પણ કરી હતી. પછી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા તેણે આ મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા અને મોબાઈલમાં તેના અશ્લીલ ફોટો પણ પાડ્યા હતા. પછી આ ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.
ત્યારબાદ જ્યારે પરિણીત મહિલાએ નણંદને આ વિશે વાત કરી ત્યારે કૌટુંબિક દિયરે તેને પણ અશ્લીલ મેસેજ મોકલીને અઘટિત માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ કૌટુંબિક દિયર તેને ડરાવવા માટે કોલ રેકોર્ડિંગ પતિને મોકલવાની પણ વાત કરી હતી. આખરે આ સમગ્ર મામલો પુણા પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસે તે મહિલાના કૌટુંબિક દિયર પ્રકાશસિંહ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.