સુરતમાં પરણીત યુવતીને યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ વીડિયો ઉતારીને બેલ્કમેલ કરીને એક દિવસ પ્રેમીએ પ્રેમિકા પાસે એવી કરી માંગ કે……જાણીને ચોંકી જાશો

શહેરના અમરોલીમાં ખૂદ પત્નીએ જ ઘરમાં દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ પ્રેમીનું દેવું ચૂકવવા માટે પોતાના જ ઘરમાં ચોરી કરી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

શહેરના અમરોલીમાં ખૂદ પત્નીએ જ ઘરમાં દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ પ્રેમીનું દેવું ચૂકવવા માટે પોતાના જ ઘરમાં ચોરી કરી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીને પકડી પાડતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, અમરોલીમાં પ્રેમીને 40 હજારનું દેવુ થતાં પ્રેમિકાએ ઘરમાંથી પતિના 1.20 લાખના દાગીનાની ચોરી કરી હતી. પતિએ ગુનો નોંધાવતા પરિણીતાનો ભાંડો ફૂટ્યો હતો. પત્નીએ જ આ દાગીના એક લાખમાં વેચી નાખી પ્રેમીનું દેવુ ચૂકવ્યુ હતું.

આ અંગેની વિગતો એવી હતી કે, અમરોલી ખાતે રત્નકલાકાર તેની 22 વર્ષીય પત્ની સાથે રહે છે. તાજેતરમાં જ પતિને ઘરમાં મૂકેલા દાગીના મળતા નહોતા. આથી પતિએ અમરોલી પોલીસ સ્ટેશનમાં દાગીના ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને પહેલેથી જ રત્ન કલાકારની પતની પર શંકા હતી. કારણ કે, પત્નીની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. બીજી તરફ પત્ની આખો દિવસ ઘરમાં જ રેહતી હતી અને ચોરી થવાનો કોઈ પુરાવા પણ મળ્યા નહોતા.

પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતાં રત્નકલાકારની પત્નીનું લફરું સામે આવ્યું હતું. પરણીતાને 20 વર્ષીય યુવક સાથે પ્રેમસંબંધ હતા. તેમજ આ પ્રેમીને 40 હજારનું દેવું થઈ ગયું હોવાથી આ દેવું ભરવા પત્નીએ જ દાગીના ચોર્યા હતા. તેમજ આ દાગીના 1 લાખમાં વેચીને પ્રેમીનું દેવું ભરપાઈ કર્યું હતું. આમ, ચોરીમાં ખૂદ રત્નકલાકારની પત્ની અને તેના પ્રેમીની સંડોવણી સામે આવતાં બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે પોલીસે દાગીના પણ કબ્જે કર્યા છે.

ખેરાલુમાં અભ્યાસ અર્થે આવતી કિશોરીને બે યુવાને છેડતી કરી કરી હતી. અપહરણ કરવાનો પ્રયાસ કરાયો હતો. કિશોરીનો જાહેરમાં હાથ પકડી તેનું અપહરણ કરવાની કોશિષ કરતા કિશોરીએ બૂમાબૂમ કરી મૂકી હતી. કિશોરીનો ભાઈ તેમજ અન્ય લોકો દોળી આવતાં બન્ને યુવાન ભાગી ગયાં હતા. ખેરાલુ પોલીસે બંન્ને યુવાન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મંછા થોડા દિવસ માટે પિયર ગઈ હતી. ત્યાં પણ તેનો જીવ ઉચાટમાં જ હતો. જુવાન જોધ ચંપા એકલી ઘરે હતી એ વાતે તેનો જીવ ઊંચો રહેતો હતો. પણ શું કરે. મા માંદી હતી એટલે આવ્યા વિના છૂટકો જ નહોતો. માને જરા સારું થતા જ મંછા ઘરે જવા નીકળી પડી. તેનું ઘર બસ સ્ટેન્ડ નજીક આવેલા બજારમાં શાકની તેની નાનકડી દુકાન હતી. આમ તો મા-બેટી આ દુકાન ચલાવતા હતા પરંતુ તે તેને પિયર જતી ત્યારે ચંપા દુકાનનું ધ્યાન રાખતી હતી. મંછાનો પતિ રવલો છેલ્લા એકાદ વર્ષથી જેલની હવા ખાઈ રહ્યો હતો. ચંપા એકલી જ દુકાનમાં હશે અને અત્યારે ગરદીનો સમય છે આથી તેને મદદ કરવા તે સીધી દુકાને જ ગઈ.

દુકાન બંધ જોતા જ મંછાને નવાઈ લાગી. તેના મનમાં જાત જાતના વિચારો ઉત્પન્ન થવા લાગ્યાં. ગભરાતી ગભરાતી તે ઘરે ગઈ. પરંતુ ઘરને તાળું લટકતું હતું. અને ચંપા ક્યાંયે જોવા મળી નહીં. ચંપા ક્યાંક ગઈ હશે અને થોડીવારમાં પાછી આવશે એમ માની તે તેની રાહ જોવા લાગી. ‘કેમ મંછાબુન આવી ગયા? તમારી મા કેમ છે?” પાડોશના રેવતીબેનના અવાજે મંછાની તંદ્રામાં ભંગ પાડયો. ”સારું છે બુન. તમે મારી ચંપાને જોઈ?” ”ના” જવાબ આપી રેવતીબેન તેના ઘરમાં ભરાઈ ગયા. રેવતીબહેનના ચહેરા પર રમી રહેલા અણગમાના ભાવ જોઈને મંછાની શંકા વધુ દ્રઢ બની. સાંજ ઢળી ગઈ અને અંધારાના ઓળા ઊતરી આવ્યા છતાં પણ ચંપાનો પત્તો નહોતો. મંછા ચંપાની રાહ જોતી બેસી રહી. તેની ઉંઘ હરામ થઈ ગઈ હતી.

ડાયાબીટીસપરોઢનો ઉજાસ પેલાતા જ મંછાની સઘળી આશા પર પાણી ફરી વળ્યું. કંઈ અજુગતુ થયું હોવાની તેની શંકા વધુ દ્રઢ બની. ચંપાની ચાલચલગતને કારણે મંછાની ચિંતા વધતી ચાલી. દસ વાગ્યે મંછા તેના ઘર નજીક આવેલી પોલીસ ચોકી પહોંચી ગઈ. પોલીસ ચોકીના સિનિયર અધિકારી રાજેન્દ્રભાઈએ મંછાની ફરિયાદ નોંધ્યા બાદ પૂછપરછ શરૂ કરી. ”શું બહેન તમને કોઈના પર શંકા છે?” થોડાં ખચકાટ બાદ મંછાએ જવાબ આપ્યો, ”હા, સાહેબ અમારી દુકાનની બાજુમાં બબન અને છગનની દુકાન છે. 

આ બંનેએ જ ચંપાનું અપહરણ કર્યું હશે.” ”આમ માનવાનું કંઈ કારણ?” ”સાહેબ ગયે મહિને હું જ્યારે મારે પિયર ગઈ હતી ત્યારે આ બંને ફોસલાવીને ચંપાને તેમની સાથે ડુમ્મસ લઈ ગયા હતા. તે સમયે તેઓ પાંચ દિવસ બાદ ચંપા સાથે પાછા ફર્યા હતા. મેં જ્યારે એ લોકોને ધમકાવ્યા ત્યારે તેમણે મારી માફી માગી હતી. આથી મેં વાત આગળ ન વધારતા ત્યાં જ બંધ કરી દીધી હતી.”મંછાને બીજા કેટલાક પ્રશ્નો પૂછી કાનૂની કાર્યવાહી બાદ રાજેન્દ્રભાઈએ પોલીસ સાથે લઈ બબનના ઘરે પહોંચી ગયા અને બબનની ધરપકડ કરી.

પોલીસ ચોકીમાં કરાયેલી પૂછપરછ બાદ બબને તેણે અને છગને ચંપા સાથે જાતીય સુખ માણ્યું હોવાની કબૂલાત કરી. પરંતુ હમણા ચંપા ક્યાં છે તેની તેને ખબર ન હોવાનું ભારપૂર્વક જણાવતા ઉમેર્યું, ”સાહેબ, તમે નાહકના અમારા પર શંકા કરો છો. અમે છેલ્લા કેટલાક દિવસથી ચંપાને મળ્યા જ નથી.” પરંતુ બબનની આંખોમાં સળવળતા ભયના સાપોલિયા રાજેન્દ્રભાની ચકોર નજરમાંથી છટકી શક્યા નહીં. દાળમાં કંઈક કાળું જરૂર છે અને બબન સત્ય છુપાવી રહ્યો છે એ વાત તેઓ પામી ગયા. ઉપરાંત વીરેન્દ્રભાઈએ કરેલી તપાસ દરમિયાન બબનનું ચારિત્ર શંકાસ્પદ હોવાનું જાણવા મળતા જ તેમનો શક વધુ મજબૂત બન્યો. તેમને જાણવા મળ્યા મુજબ બબન ગામની યુવતીઓને ભોળવીને તેમનું જાતીય શોષણ કર્યા પછી તેમને કુટણખાને વેચી મારતો હતો. થોડાં સમય પહેલા જ ઓલપાડની એક યુવતીને વેચી મારવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *