બુધવારે અને શુક્વારે ભારે થી ભારે વરસાદની આગાહી આગામી બે દિવસ રાજ્ય માટે ખૂબ જ ભારે, અતિભારે વરસાદ ને કારણે હવામાન વિભાગે તાત્કાલિક ધોરણે જાહેર કર્યું એલર્ટ દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું ભારે કરંટ સાથે…

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના પલસાણામાં પોણા નવ ઇંચ અને વ્યારામાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે.

નવસારીના વાંસદા અને ખેરગામમાં અઢી, વલસાડના વાપી અને પારડીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઇ , તાપીના ઉચ્છલ , મહેસાણાના સતલાસણા, નવસારીના ચીખલી અને ગણદેવી, તાપીના નિઝરમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલીમાં પણ સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. નર્મદાના સાગબારા, દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા, માંગરોળ, સંતરામપુર, વિજયનગર, મોડાસા, દાંતા, ભિલોડા, વડગામમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

ડેડિયાપાડા, વલસાડ, શિહોર, ઇડર, પોસિનામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. રાણાવાવ, માણાવદર, વેરાવળ, વંથલી, ઉમરગામ, કુકરમુંડા, કામરેજ, દસક્રોઇ, કાલાવડ, રાજકોટ, ધોળકા, પોરબંદર, જૂનાગઢ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો,.

જૂનાગઢ શહેર, ચોટીલા, બોટાદ, ધાનેરામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. બાવળા, વાગરા, ઉના, રાજુલા, ખેરાલુ, ગોધરા, પાલનપુર, અમીરગઢ, પેટલાદ, હાલોલ, કુતિયાણામાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. અંજાર,તારાપુર, જાંબુઘોડા, ગીર ગઢડા, ધઆનપુર, સંજેલી, લખતર, માલપુર, ઝાલોદ, તાલાલા, નસવાડી, ધનસુરા, ભૂજ, ઉમરાળા, હિંમતનગર, ડીસા, ગરુડેશ્વર, દાહોદ, દાંતિવાડામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. વિસાવદર, ઓળપાડ, રાણપુર, સાયલા, ખેડા, નડિયાદ, નેત્રંગ, વડનગર, ફતેપુરા, ભાવનગર, ખંભાતમાં પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 17 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે ગાજવીજ વરસાદની સાથે 40 કિમીની ઝડપે પણ પવન ફૂંકાશેરાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સ્વતંત્રતા દિવસ પર રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતના 206 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના વ્યારામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે, હજુ પણ 3 દિવસ વરસાદી માહોલ રહેશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહીને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ પંથકમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના પાલનપુર, ધાનેરા,દાંતા,અમીરગઢ, ડીસા ,વડગામ માં સતત વરસાદ વરસી રહ્યો છે. દાંતા અને ધાનેરામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો પાલનપુરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા પાલનપુર -અંબાજી મુખ્ય હાઇવે ઉપર ઢીંચણ સમાં પાણી ભરાયા છે. જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે.

હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવું પડે છે. જેને લઈને અનેક વાહનો બંધ પડી ગયા હતા તો અનેક વાહન ચાલકો અટવાયા હતા તો હાઇવે ઉપર પાણીના કારણે વાહનોની કતારો લાગી હતી. એક ટ્રક ખાડામાં પડતા રસ્તાની વચ્ચે જ પલટી ગયો હતો જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે NDRFની ટીમ પાલનપુરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેને લઈને વાહન ચાલકોએ હાઇવે ઉપર ભરાયેલ પાણીના નિકાલની માંગ કરી હતી.

રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 17 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે ગાજવીજ વરસાદની સાથે 40 કિમીની ઝડપે પણ પવન ફૂંકાશે.

ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.29 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં 2,01,961 ક્યૂસેક પાણીની આવક થઈ છે. ત્યારે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. આજે રાત્રે 10 વાગ્યે ડેમના 23 દરવાજા ખોલીને 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવશે. જેને લઇને સરદાર સરોવર બંધ પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જારી કરતા નર્મદા કિનારાના ગામોને એલર્ટ કરાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *