ગુજરાતમાં યુવાન નેતા ભાજપના જ નેતાની ભત્રીજી સાથે રંગરેલીયા મનાવતા ઝડપાયા વીડિયો થયો વાયરલ….

ઉત્તર પ્રદેશના કાનપુરમાં બે દિવસથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો કાનપુરની આનંદપુરી કોલોનીનો કહેવામાં આવી રહ્યો છે. જે બાદ ભાજપના નેતા મોહિત સોનકર પાર્ટીની મહિલા નેતા સાથે રંગરેલીયા મનાવતા પકડાઇ ગયા હોવાની વાત સામે આવી હતી. જે બાદ બંને નેતાઓના પરિવારજનોએ મોહિતની મારપીટ કરી હતી. હવે ભાજપના આ નેતાને પણ પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.

કાનપુરના બીજેપી નેતા મોહિત સોનકર પાર્ટીની એક મહિલા નેતા સાથે કારમાં રંગરેલીયા મનાવતા ઝડપી લેવામાં આવ્યા હતા. જે બાદ બંને નેતાઓ મોહિત સોનકરના પરિવારજનો દ્વારા તેઓને ખૂબ માર મારવામાં આવ્યો હતો. ભાજપના નેતાને માર મારવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

બીજેપી નેતાનો વીડિયો વાયરલ થયા બાદ પાર્ટીએ તેમની સામે કડક કાર્યવાહી કરાઇ છે. મોહિત સોનકરની હરકતો જોઈને પાર્ટીએ તેમને પદ પરથી હટાવી દીધા છે. આ સિવાય તેમને પાર્ટીમાંથી બરતરફ પણ કરવામાં આવ્યા છે. મોહિત સોનકરને ભાજપ દક્ષિણ જિલ્લા પ્રમુખ ડૉ.વીણા આર્ય પટેલે બરતરફ કર્યા છે. આ સમગ્ર મામલો શનિવારે મોડી રાતનો છે.

ભાજપના નેતા પાર્ટીના નેતા સાથે કારમાં રંગરેલીયા મનાવી રહ્યા હતા તે દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા. નેતાને તેમની પત્નીએ જ પકડ્યા હતા. આ દરમિયાન પત્નીની સાથે તેમના પરિવારજનો પણ ત્યાં હાજર હતા. બધાએ રસ્તા પર જ ભાજપના નેતાને ચપ્પલ વડે માર માર્યો હતો.

આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો હતો. અંતે પોલીસે આ મામલે દરમિયાનગીરી કરવી પડી હતી. કહેવાય છે કે ભાજપના નેતાના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા, જોકે બંને વચ્ચેના સંબંધો સારા નહોતા ચાલી રહ્યા.

જોવા જઈએ તો અવાર નવાર કેટલાય રાજકીય નેતાઓના અભદ્ર વિડીઓ વાયરલ થતા હોય છે. ત્યારે મળતા સંચાર મુજબ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા શરમજનક સ્થિતિમાં કચ્છની એક સ્થાનિક મહિલા સાથે રંગરેલીયા મનાવતા ઝડપાતા ચકચાર મચી જવા પામ્યો છે. આ પ્રકારની શરમજનક ઘટના સામે આવતા થોડા વર્ષો પહેલા બનેલી નલિયા કાંડની ઘટનાને પણ લોકો યાદ કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, કચ્છ ભારતીય જનતા પાર્ટીના નેતા ભાજપના જ નેતાની સબંધી યુવતી સાથે રંગરેલિયા અને મોજ મનાવતા ઝડપાઈ જતા યુવતીના સગા-સબંધીઓને સારો મેથી પાક ચખાડવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ત્યારે સાથે સાથે લોકો ખારેક કાંડ અને નલિયા કાંડને યાદ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને લીધે ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાએ જ નેતાની વિરુદ્ધ મોરચો માંડીને મોવડી મંડળ સમક્ષ તાત્કાલિક અસરથી હોદ્દા પરથી ઉતારી દેવા માટેની ફરિયાદ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો કચ્છથી ગાંધીનગર પહોચતાની સાથે જ ભાજપ એકશનમાં આવી ગયું છે. સાથે ભાજપે નેતાના કાંડને નારાજગી વ્યક્ત કરી છે.

કચ્છ ભાજપના નેતા યુવતી સાથે રંગેહાથ ઝડપાઈ ગયા હોવાને કારણે સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને સેટલમેન્ટ કરવાના પ્રયાસો યુદ્ધના ધોરણે હાથ ધરાયા હોવાની માહિતી સુત્રો દ્વારા જાણવા મળી છે. આ ઘટનાની સાથે સાથે એ પણ જાણકારી મળી છે કે, ભાજપના નેતા કેટલાક લોકોને ધાકધમકી આપી રૂપિયા પડાવતા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *