ગુજરાતમાં ફરી ભારે વરસાદની કરાઇ આગાહી આ જિલ્લાઓમાં વરસશે ધોધમાર વરસાદ 6તારીખ થી 9તારીખ સુધી ભારે થી અતિ ભારે વરસાદની આગાહી જાણો ક્યા વિસ્તારમાં વરસાદ તૂટી પડશે

રાજ્યમાં મેઘરાજાએ અત્યારે લગભગ વિરામ લીધો છે. જો કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં બે દિવસ સામાન્ય વરસાદ અને બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ મહિનાની 8, 9 અને 10 ઓગસ્ટે ભાર વરસાદની આગાહી છે.

રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ગીરસોમનાથના પૂર્વ ગીર અને ગીરની આસપાસના ગામડાઓમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. ગીરના ધોકડવા, નિતલી, વડલી સહિતના ગામોમાં વ્યાપક વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે આવનારી 8,9,10 તારીખે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે સરકારી તંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે.

રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ સહિતના મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત અને તાપી જિલ્લામાં આગામી ચાર દિવસ ભારે વરસાદ વરસી શકે છે. બુધવારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વર્યો હતો. જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની કોઈ આગાહી કરવામાં આવી નથી.

કાનપુરમાં ભારે વરસાદઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. કાનપુરમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાવવાના કારણે અનેક વાહનો ચાલકો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા. સોસાયટી, ઘરો અને દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા. કાનપુરના સર્વોદયનગર, વિજયનગર ગલ્લા મંડી, આરટીઓ રોડ, પાંડુનગર, જેકે મંદિર રોડ સહિતના વિસ્તારોમાં ગૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા.

રાજસ્થાનના સિરોહીમાં ધોધમાર વરસાદરાજસ્થાનના સિરોહી જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સ્વરૂપગંજમાં અચપુરા નદીના ધસમસતા પ્રવાહમાં એક રીક્ષા અને બાઈક તણાવવા લાગી હતી. ગ્રામજનોએ મહામહેનતે રેસ્ક્યૂ કરી ઓટો ચાલક અને બાઈક ચાલકને બચાવ્યો હતો. જો કે ઓટો અને બાઈક પાણીના ધસમસતા પ્રહાવમાં તણાઈ ગઈ હતી. માઉંટ આબૂમાં ધોધમાર વરસાદના કારણે નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે.

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે ભરૂચ, તાપી, નર્મદામાં, 5 ઓગસ્ટે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, 6 ઓગસ્ટે નવસારી, ડાંગ, વલસાડ, સાત ઓગસ્ટે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 71 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં વરસ્યો છે. કચ્છમાં અત્યાર સુધી 118 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

ગુજરાત સરકારે તહેવારોમાં ગરીબ વર્ગના લોકોને ધ્યાનમાં લઈને મોટો નિર્ણય લીધો છે. ગરીબ વર્ગના રાશન કાર્ડ ધારકોને ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ રાહત દરે આપવાનો નિર્ણય લીધો છે. 197 પ્રતિ લિટર પડતર કિંમત છે. જેમાં 97 રૂપિયાની સબ્સિડી આપવામાં આવી છે. 100 રૂપિયામાં એક લિટર સીંગતેલ આપવામાં આવશે. સાતમ-આઠમ અને દિવાળીના તહેવારોમાં આ તેલ રાહત દરે આપવામાં આવશે.

ગુજરાત રાજ્યના જરૂરિયાતમંદ 71 લાખ લોકોના તહેવાર સુધારવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠકમાં સરકારે સિંગતેલ અંગે નિર્ણય કર્યો છે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર સાતમ-આઠમ અને દિવાળી જેવા તહેવારોમાં NFSA(નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) કાર્ડધારકોને પ્રતિ લિટર રૂ.100ના ભાવે સિંગતેલ આપશે.

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 4 થી 12 ઓગસ્ટ 8 મહાનગર મા હર ઘર તિરંગા યાત્રા નીકળશે. આવતી કાલે સુરત ખાતે સીએમ હર ઘર તિરંગા યાત્રા ની શરૂઆત કરાવશે. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ પર ઉજવણી કરવામાં આવશે. 26 સ્થળો પર કાર્યક્રમ થશે. વિશ્વ આદિવાસી દિવસ પર ઝાલોદ ખાતે સીએમ હાજર રહેશે. 1300 કરોડના લોકાર્પણ ખાત મુહર્ત કરવામાં આવશે. લંપી વાયરસ અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે. પશુઓ હજારોની સંખ્યામાં સાજા થયા છે અન્ય પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે ચિંતા કરવામા આવી રહી છે.

કાર્ડ ધારકો માટે એક મહ્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પહેલી વખત સિંગતેલ સાતમ આઠમ અને દિવાળી પર આપવામાં આવશે. બે નવી કોલેજો ને કેન્દ્રીય મંત્રાલય ને મજૂરી મળી છે. ગોધરા અને પોરબંધર મા જીમર્સ કોલેજો શરૂ થઈ જશે. ગરબા પર જીએસટી પર લગાવવાના મામલે નિવેદન આપ્યું હતું કે, વિરોધ પક્ષ જનતાને ભડકાવવાનું કામ કરે છે. 2017મા થયેલ આ નિર્ણય છે. અલગ અલગ કલ્ચરલ ઇવેન્ટ માટે જીએસટી લગાવવા માટેનું નક્કી થયું હતું. સર્વસમતી સાથે આ ઠરાવ થયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *