13 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર સુધીમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી નવરાત્રીમાં ના દિવસો માં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતથી લઈને આખા ગુજરાતના લોકો થઈ જતો સાવધાન કારણકે આવી રહ્યું છે મોટું સંકટ…

રાજ્યમાં હજુ પણ આગામી બે દિવસ ધોધમાર વરસાદ રહેશે. હવામાન વિભાગે આ અંગેની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉંડની શરુઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે…આજે ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. તો આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં સિઝનમાં અત્યાર સુધી 35 ઈંચ સાથે 106 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગત વર્ષે ૧૧ સપ્ટેમ્બર સુધીમાં 19.74 ઈંચ સાથે સીઝનનો માત્ર 60 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં આ વખતે 72 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 10 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવો માત્ર એક તાલુકો છે. 

રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 29 ઈંચ સાથે સીઝનનો 161 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં ગત વર્ષે 11 સપ્ટેમ્બર સુધીમાં ૧૦.૬૮ ઈંચ સાથે સીઝનનો માત્ર ૬૧ ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છ ઉપરાંત દક્ષિણ, ઉત્તર ગુજરાત એવા રીજિયન છે જ્યાં સીઝનનો સરેરાશ વરસાદ ૧૦૦ ટકાથી વધુ છે. દક્ષિણ ગુજરાતમાં ૬૭ ઈંચ સાથે ૧૧૫ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં ૩૨ ઈંચ સાથે ૧૧૩ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

બીજી તરફ વરસાદનું પ્રમાણ પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૬ ટકા અને સૌરાષ્ટ્રમાં ૯૪ ટકા છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ ૧૧૦ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ડાંગમાં ૫૭, નવસારીમાં ૮૫ ઈંચ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. કુલ પાંચ તાલુકામાં સીઝનનો ૧૦૦ ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં વલસાડના કપરાડામાં ૧૫૨ ઈંચ, ધરમપુરમાં ૧૨૧ ઈંચ, વાપીમાં ૧૦૮ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.

જોકે, રાજ્યમાં હજુ કેટલાક જિલ્લા એવા પણ છે જ્યાં હજુ વરસાદ ૧૦૦ ટકાથી વધ્યો નથી. જેમાં સુરેન્દ્રનગરમાં ૧૬ ઈંચ સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ પડયો હોય તેવા જિલ્લામાં ૧૯ ઈંચ સાથે અમદાવાદનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લામાંથી માત્ર અમદાવાદ શહેરમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે સાણંદમાં માત્ર ૧૨ ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. તાલુકા પ્રમાણે જોવામાં આવે તો ૫૦ તાલુકામાં ૧૦થી ૨૦ ઈંચ જ્યારે ૧૨૮ તાલુકામાં ૨૦થી ૪૦ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના વિંછીયામાં ૯.૨૧ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં 13 તારીખના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદ થશે. એ સિવાય ડાંગ, નર્મદા અને ભરૂચને પણ મેઘરાજા ધમરોળશે. બંગાળમાં લો પ્રેશર થવાના કારણે આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

15 સપ્ટેમ્બરતાપી ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત અને નવસારીમાં છુટોછવાયો ભારે વરસાદરવિવારે 159 તાલુકામાં વરસાદ રવિવારે 10 વાગ્યા સુધી રાજ્યના 159 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વલ્લભીપુરમાં સવા 3 ઈંચ વરસાદ, ધંધૂકામાં 2.5 ઈંચ, જેતપુરમાં 2.5 ઈંચ, વિંછિયામાં સવા 2 ઈંચ, ચૂડામાં સવા 2 ઈંચ, હળવદમાં 2 ઈંચ, સાંતલપુરમાં 2 ઈંચ, કરજણમાં પોણા 2 ઈંચ, કોટડા સાંગાણીમાં 1.5 ઈંચ, પાલનપુરમાં 1.5 ઈંચ, ઉમરપાડામાં 1.5 ઈંચ, સિનોરમાં 1.5 ઈંચ, ખેડામાં 1.5 ઈંચ, સુબિરમાં 1.5 ઈંચ,બાબરામાં 1.5 ઈંચ વરસાદ પડયો છે.

આગામી દિવસોમાં રાજ્યમાં પડશે ભારેથી અતિભારે વરસાદહવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી છે કે, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. ઉત્તર-મધ્યમ ગુજરાતમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકી શકે છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં તોફાની ઈનીગના એંધાણ છે. દક્ષિણ ગુજરાતમાં આ પાંચ દિવસમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે જ્યારે મુંબઈના ભાગોમાં 10 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *