15 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ભાદરવામાં મહિના માં ભારે પવન સાથે કડાકા ભડાકા ભારે વરસાદની આગાહી આગામી દિવસો મા આવી શકે મીની વાવાઝોડું

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી થોડા દિવસોમાં મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ સહિત દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. IMDએ આ રાજ્યોના ઘણા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દરમ્યાન ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે. આ તરફ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લો ભારે વરસાદ બાદ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.

અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદનું ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે અને અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર અત્યારે પેઢી વધ રીતે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સાવિત્રીક રીતે વરસાદી માહોલ જોવા મળ્યો છે. મેઘરાજા અત્યારે બેટિંગ કરી રહ્યા છે અને ભાદરવા મહિનાની અંદર પુર આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 153 તાલુકા ની અંદર તોફાની વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેમ જ સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રની અંદર આવેલા ભાવનગર જિલ્લામાં જોવા મળ્યો હતો. ભાવનગર વલભીપુર રાજકોટ બરોડા તેમજ બોટાદ જિલ્લાની અંદર તેમજ ગઢડાની અંદર પણ ખૂબ જ ભારે વરસાદની માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે

ભાવનગર ની અંદર આવેલા વલભીપુર ની અંદર સૌથી વધારે 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેમાં ચારે બાજુ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને ભુજની અંદર પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને અમરેલી ની અંદર પણ 2.6 ઇંચ જેટલો વરસાદી માહોલ જોવા મળ્યો છે. ચોટીલા જેતપુર વિસ્તારની અંદર પણ 2.4 in જેટલો વરસાદ પડ્યો છે અને નીચેના વિસ્તારની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા

ચુડા અને ઉમરગામ ની અંદર બે ઇંચ જેટલો વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ આવનાર ચાર દિવસ સુધી ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શકે છે સાથે અમદાવાદ અને ગાંધીનગર ની અંદર પણ ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે

દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર તબાહી મચાવતા વરસાદને લઈને મોદી આગાહી કરવામાં આવી છે અને રાજ્યના 2૦7 જેટલા ડેમની અંદર એક પછી એક ઓવર ફ્લો થવા માંડ્યા છે. રાજકોટ જિલ્લાની અંદર આવેલા માધવપુર ગામની પાસે આજીડેમ ખૂબ જ ઊંચાઈ ઉપર આવી ગયા છે અને અત્યારે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે

ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ, થાણે અને સિંધુદુર્ગ સહિત મહારાષ્ટ્રના ભાગો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સોમવારે રાત્રે મુંબઈના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો અને વરસાદ બાદ મુંબઈના સાયન વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ભારત હવામાન વિભાગ (IMD) એ ઉત્તરાખંડના ગઢવાલ અને કુમાઉ પ્રદેશોના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. મંગળવારે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં ભારે વરસાદને પગલે હાઈવે અને રહેણાંક વસાહતોમાં પાણી ભરાઈ ગયા હતા.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં રાજસ્થાનના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ સિસ્ટમના પ્રભાવ હેઠળ આગામી ચાર-પાંચ દિવસ પૂર્વ રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે 13-15 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન, કોટા, જયપુર, ઉદયપુર અને ભરતપુર વિભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *