48કલાકમાં ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આગામી ત્રણ દિવસ હજુ પણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદી આગાહી બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્ક્યુલેશન થતા આ વિસ્તારોમાં આભ ફાટશે. જાણો ક્યા ક્યાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભાદરવા મહિનામાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબકી રહ્યો છે. બીજી બાજુ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ખેલૈયાઓ માટે એક માઠા સમાચાર અત્યારથી આપી દેવામાં આવ્યા છે કે નવરાત્રિમાં નવે નવ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. ત્યારે ગરબા શોખીનો ચિંતામાં પેઠા છે. હવે આજે સવારથી અત્યાર સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં આજે 116 તાલુકામાં વરસાદ પડ્યો છએ. જેમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં 2 ઈંચ જેટલો પડ્યો છે. આ સાથે જ કચ્છમાં સિઝનનો 165 ટકા વરસાદ ખાબરી ચૂક્યો છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ મમતા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. 23 સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદી માહોલ રહેશે અને આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. દ. ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદની શક્યતા રહેલી છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર અને મધ્યમ ભારતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. એવામાં સપ્ટેમ્બર મહિનાના અંતમાં નવરાત્રી બેસવાની છે અને આ વર્ષે ચોમાસું પણ મોડું બેઠેલું છે. તેના લીધે ચોમાસું વધુ 15 દિવસ આગળ ખેંચાઈ તેવી શક્યતા રહેલી છે. તેના લીધે લાગી રહ્યું છે કે, આ વખતે નવરાત્રીના નોરતાઓમાં વરસાદ વરસી શકે છે.

મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં ફરી એકવાર બરોબરનો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના ભાગરૂપે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આગામી સમયમાં રાજ્યમાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે.

અમરેલી જિલ્લામા ખાસ કરીને છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે વડીયા તાલુકા બાદ હવે અમરેલી સાવરકુંડલા અને બાબરા તાલુકામા પણ સિઝનનો વરસાદ 100 ટકાને પાર થઇ ગયો છે. અગાઉ અમરેલી જિલ્લામા એકમાત્ર વડીયા તાલુકામા સિઝનનો વરસાદ 100 ટકાથી વધુ હતો. હાલમા પણ જિલ્લામા સૌથી વધુ 137.71 ટકા વરસાદ સાથે વડીયા તાલુકો પ્રથમ છે.

જયારે અન્ય 10 તાલુકામા સિઝનમા સરેરાશ જેટલો પણ વરસાદ થયો ન હતો. પરંતુ ચાલુ સપ્તાહના વરસાદના જોરદાર રાઉન્ડને પગલે વરસાદની મોટાભાગની ઘટ પુરાઇ ગઇ છે. બલકે અમરેલી જિલ્લાનો કુલ વરસાદ 94.36 ટકા થઇ ગયો છે અને આજે સાંજે પણ જિલ્લાના મોટાભાગના તાલુકામા ધોધમાર વરસાદ શરૂ હતો.

બીજી તરફ વરસાદના આ રાઉન્ડને પગલે હવે અમરેલી તાલુકામા પણ વરસાદ 100 ટકાને પાર થયો છે. અહી સરેરાશ 677મીમી વરસાદની સામે 738મીમી એટલે કે 109 ટકા વરસાદ વરસી ગયો છે. જયારે બાબરા તાલુકામા સરેરાશ 661મીમી વરસાદની સામે અત્યાર સુધીમા 799મીમી એટલે કે 120.88 ટકા વરસાદ વરસી ગયો છે. આવુ જ સાવરકુંડલા તાલુકામા છે જયાં 693મીમી સરેરાશ વરસાદની સામે 695મીમી વરસાદ વરસી ચુકયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *