સપ્ટેમ્બર મહિના માં ગુજરાત ઉપર તોફાની ચક્તવાત નું મોટું સંકટ સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના લોકો ખાસ વાંચે ગુજરાત ઉપર આગામી ત્રણ દિવસ ખૂબ જ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ મોટી આગાહી

કહેવાય છે કે રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની તારીખ ધીરે ધીરે નજીક આવી રહી છે. પરંતુ મેઘરાજા વિદાય લેતા પહેલા રાજ્યને એક મોટી આપદાના ભરડામાં લેતા જશે. રાજ્ય પર વધુ એક ખતરો મંડરાઇ રહ્યો છે. આ ખતરો વરસાદનો નહીં પરંતુ વાવાઝોડાનો મંડરાઈ રહ્યો છે. જો ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આ આગાહી સાચી પડશે તો રાજ્યમાં ચક્રવાતની આફત આવશે. આ આફત બંગાળની ખાડીમાંથી આવશે.

ગુજરાતમાં 15 સપ્ટેમ્બરથી વરસાદની સિઝન પૂર્ણ થવાની આગાહી પણ કરવામાં આવી છે. પરંતુ તેના પહેલા એક મોટી આફતનો ખતરો મંડરાઈ રહ્યો છે. બીજી બાજુ હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેમ છતાં હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ સામાન્ય અને છૂટાછવાયા વરસાદને લઈને આગાહી કરી છે. બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તથા છોટા ઉદેપુરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બંગાળી ખાડીમાંથી વાવોઝાડાનો ત્રિપલ એટેકના ખતરાની સંભાવના છે. તેમણે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં વાવાઝોના ત્રિપલ એટેકનું અનુમાન લગાવ્યું છે. આ વાવાઝોડાને લીધે ગુજરાતના દરિયા કિનારે પવનનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડશે.

અંબાલાલ પટેલે દેશ પર વાવાઝોડની અસરની શક્યતા સાથે બંગાળની ખાડી પર સિસ્ટમ સક્રિય બનતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકી શકે છે. 6થી 8 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે અને 12થી 17 સપ્ટેમ્બરમાં બંગાળી ખાડીમાં સિસ્ટમ સક્રિય બનશે. ઓક્ટોબર દરમિયાન નાના-મોટા ચક્રવાતમાં પરિણમશે. આ દરમિયાન અરબી સમુદ્રમાં હળવા પ્રકારનું લો પ્રેશર સક્રિય થશે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ સિવાય 23 સપ્ટેમ્બરથી ઓકટોબર સુધી ભયંકર ગરમી લાગશે. જેના કારણે લોકલ સિસ્ટમ પણ ઊભી થવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં મોસમનો ટ્રીપલ ઍટેક જોવા મળી શકે છે.

રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 48 કલાક કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણદ, ખેડા, અરવલ્લી, મહીસાગર પંચમહાલ છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આવતીકાલે શુક્રવારે નર્મદા, તાપી ડાંગ માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારે માછીમારોને આજે દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.

હાલમાં ત્રણ સિસ્ટમ અને થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીને કારણે વરસાદની આગાહી કરી છે. જેમાં એક સિસ્ટમ કચ્છ તરફ. બીજી સિસ્ટમ ઉત્તર ભારત પાકિસ્તાન તરફ અને ત્રીજી સિસ્ટમ દક્ષિણ ભારત તરફથી બની હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ ગાંધીનગરમાં 24 કલાક વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેશે. 15 સપ્ટેમ્બરે વરસાદી સિઝન પૂર્ણ થવાની શકયતા જેથી 15 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે આ છેલ્લો રાઉન્ડ ન કહી શકાય.

ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં સિઝનનો 859.19 મીમી વરસાદ નોંધાયો. રાજ્યના 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ પડ્યો. તો રાજ્યના માત્ર એક તાલુકામાં જ 10થી 20 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.

આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે. સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે જેથી 8 થી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે.

23 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારે ગરમી અનુભવાશે. જેના લીધે લોકલ સિસ્ટમ ઉભી થવાના વરતારા છે. નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા સેવાઇ છે. 10 થી 17 ઓક્ટોબર દરિયા કિનારાના ભાગોમાં પવનનુ જોર સાથે વરસાદ રહેશે. દિવાળી આસપાસ વાદળ, પવન ફૂંકાશે. ઓક્ટોબર-નવેમ્બરમા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે કરી છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *