આજે સોના ચાંદીના ભાવમાં એકસાથે મોટો ઘટાડો એકાએક દર વખતે કરતાં સોનુ થયું 7850 રૂપિયા સસ્તુ સોના-ચાંદીના ભાવ, ફટાફટ ચેક કરો આજનો લેટેસ્ટ રેટ

સપ્તાહની શરૂઆત સોનાના ભાવમાં ઘટાડા સાથે જોવા મળી રહી છે. જોકે ચાંદી હાલમાં લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહી છે. આજે ગ્લોબલ માર્કેટમાં કિંમતો વધવાને કારણે ભારતીય બજારમાં પણ ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો જો કે સોમવારે MCX પર સોનું લાલ નિશાનમાં ખુલ્યું હતું.

સોનાની કિંમત મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 24-કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 125 રૂપિયા ઘટીને 50,400 પ્રતિ 10 ગ્રામ થઈ હતી. સોનું હાલમાં તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.26 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

ચાંદીની કિંમત આજે સવારે ચાંદી ભાવમાં ચમક જોવા મળી હતી. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીની કિંમત રૂપિયાથી 385 રૂપિયાથી વધીને 55,085 પ્રતિ કિલોગ્રામ થઇ હતી.

ગયા અઠવાડિયાની શરૂઆતમાં 24 કેરેટ સોનાનો ભાવ 50,770 હતો, જે શુક્રવાર સુધી વધીને 50,877 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તે જ સમયે 999 શુદ્ધતાની ચાંદીની કિંમત 53,363 રૂપિયાથી વધીને 54,700 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. હવે આ સપ્તાહની શરૂઆત સોનામાં ઘટાડા સાથે થઈ છે.

કમોડીટી એક્સપર્ટનું કહેવું છે કે જે રીતે ગ્લોબલ શેર બજાર તૂટી રહ્યું છે એ જોઇને લાગી રહ્યું છે કે આવનાર સમયમાં સોનામાં રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. જો કે હાલ બજારમાં જો તમે રોકાણ કર્યું હોય અને તમારા પોર્ટફોલીયોમાં સોનામાં રોકાણ કરેલ છે તો તેને એમ જ રાખો, આવનાર સમયમાં ગ્લોબલ માર્કેટ સાથે ભારતીય માર્કેટમાં પણ સોનાની માંગ વધશે અને કિંમતોમાં ભારે ઉછાળ આવશે

સોના અને ચાંદીના ભાવમાં આજે મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ફ્યુચર્સ માર્કેટમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું લગભગ 0.10 ટકા સસ્તું થયું છે અને ચાંદી લગભગ 0.5 ટકા મોંઘી થઈ છે.

MCX પર સોનાનો દરમલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ગોલ્ડ ઓક્ટોબર ફ્યુચર્સ રૂ. 57 અથવા 0.11 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તેમાં 50,472 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે વેપાર જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર જ ચાંદીના ડિસેમ્બર વાયદા રૂ. 270 અથવા 0.49 ટકાના ઉછાળા સાથે રહે છે. ચાંદીમાં 55,320 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કારોબાર જોવા મળી રહ્યો છે.

શુક્રવારે સોનું અને ચાંદી કેવી રીતે બંધ થયાMCX પર સોનું ઓક્ટોબર ફ્યુચર્સ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારે રૂ. 50,529 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બીજી તરફ ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ.55,050 પર બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીની ચાલવૈશ્વિક બજારમાં હાજર સોનું 2.55 ડોલરના ઘટાડા સાથે 1713.60 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ, કોમેક્સ પર ચાંદી 0.19 ટકા અથવા $0.03 વધીને $18.86 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.

તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરોતમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છોતમને જણાવી દઈએ કે હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ વડે ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ નહીં તપાસી શકો છો પરંતુ તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો જણાય તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે. આ એપ (ગોલ્ડ) દ્વારા ગ્રાહકને તરત જ ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *