અંબાલાલ પટેલ મોટા માં મોટી આગાહી નવરાત્રિના તહેવારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રાજ્યમાં હજુ પણ આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં હજુ 3 દિવસ સુધી સારા એવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, બંગાળની ખાડીમાં હળવા દબાણથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ વરસશે.

જાણો કયા-કયા વિસ્તારોને મેઘરાજા ધમરોળશેસૌરાષ્ટ્રમાં રાજકોટ, ગીર-સોમનાથ, પોરબંદર, મોરબી અને દ્વારકામાં સારો એવો વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ રાજ્યમાં અમદાવાદ, મહેસાણા, પાટણ, આણંદ અને ખેડામાં પણ સારો એવો વરસાદ પડી શકે છે.

જાણો આજે કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકેતમને જણાવી દઇએ કે, આજ રોજ રાજ્યમાં વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો અમદાવાદ, ખેડા, આણંદ ,મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અને અમરેલી જિલ્લાના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે. જ્યારે અન્ય કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસ વરસાદી વાતાવરણ વચ્ચે મેઘમહેર થઇ રહી છે. ત્યારે ગઇકાલે પણ રાજ્યમાં રાજકોટ, બનાસકાંઠા, મહેસાણા, તાપી, ગીર સોમનાથ, કચ્છ, ભાવનગર સહીતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો અમરેલી જિલ્લો હાલ આકાશિય વીજળી પ્રભાવિત ક્ષેત્રમાં છે. બિનજરૂરી અવરજવર ટાળી સલામત સ્થળે રહેવા તમામ નાગરિકોને તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

ભુજમાં 3 ઇંચ, નખત્રાણામાં 2 ઇંચ, મુંદ્રામાં એક ઈંચ વરસાદ તદુપરાંત અમદાવાદમાં પણ મેઘરાજા મેરબાન થયા હતા.કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભુજમાં 3 ઇંચ, નખત્રાણામાં 2 ઇંચ, મુંદ્રામાં એક ઈંચ વરસાદ પડયો હતો. તો બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. મહેસાણા જિલ્લામાં પણ ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ પડતાં ગરમીમાં રાહત મળી હતી. તથા તાપી, વાલોડ,વ્યારા,સોનગઢ, ગીર સોમનાથના વેરાવળ, ડાભોર, ચમોડા, આંબલીયાળા, છાત્રોડા તથા નવસારીના બોટાદ, ગઢડા, ગોરડકા, લાઠીદડ, સમઢીયાળામાં પણ ગઇકાલે વરસાદ પડ્યો હતો.

અમદાવાદ સહિત રાજ્યમાં આગામી ચાર દિવસ વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરત, ભરૂચ, વડોદરા અને આણંદમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લાના વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આણંદ અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, નવસારી,વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે.

તો આવતીકાલે નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુરૂવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.

રાજકોટમાં ભાદર ડેમ ઓવરફ્લોરાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારનું જળ સંકટ થશે હળવું. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર -1 ડેમ ઓવરફલો થયો છે. આ સીઝનમાં સૌપ્રથમ વાર ડેમ ઓવરફલો થતા લોકોમાં ખુશીનો માહોલ છે. હાલ ડેમમાં 27 હજાર ક્યૂસેક પાણીની આવક છે.જેની સામે ડેમના 8 દરવાજા 2 ફૂટ સુધી ખોલી 7 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ ડેમમાંથી અંદાજીત 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પડાય છે અને સીઝનમાં પ્રથમવાર ડેમ ઓવરફ્લો થતા રાજકોટ, જેતપુર, વીરપુર,સહિતના ગામોને સિંચાઈ અને પીવાના પાણીનું સંકટ દૂર થશે. જો કે હાલ તો પાણી છોડવામાં આવતા જેતપુર,ગોંડલ,જામકંડોરણા, ધોરાજી સહિતના 22 ગામોને એલર્ટ કરાયા છે અને લોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા સૂચના અપાઈ છે.

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદઅમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે થોડા સમય માટે ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે. મહુવાથી ઉપડતી સુરત પેસેન્જર ટ્રેન દોઢ કલાકથી સાવરકુંડલા રેલવે સ્ટેશન પર સ્ટોપ કરવામાં આવી છે. લીલીયા નજીક પાણી ટ્રેક પર ભરાવવાના કારણે મહુવા સુરત ટ્રેન સાવરકુંડલામાં થંભાવી દીધી હતી.

પાણી ઉતર્યા બાદ ટ્રેન વવ્હાર ચાલુ કરાયો તો આ તરફ અમરેલી શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જ્યા દોઢ કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકી જતા ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. શહેરના સિનિયર સિટિઝન પાર્ક પાણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા. તો લાઠી ગ્રામ્ય વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ ખાબક્યો હતો.

શેખ પીપરીયા, હરસુરપુર, દેવળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. શેખપીપરીયા ગામના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ચાર લોકો દુકાનમા અટવાઈ ગયા હતા. કે બાદમાં ડીઝાસ્ટરને જાણ કરતા રેસ્ક્યુ ટીમ સાથે લાઠી મામલતદારની ટીમ રવાના થઈ હતી. જો કે રેસ્ક્યુ ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકોએ રેસ્કયુ કરી ચારેય લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *