ગુજરાતમાં ભારે ગરમી અને બફારા બાદ હવામાન વિભાગે કરી તોફાની વરસાદની આગાહી ભાદરવામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આગામીની 4દિવસ અતિ ભારે વરસાદની આગાહી મેઘરાજા આ વખતે ગાભા કાઢી નાખશે…

ભાદરવાના પહેલા જ દિવસે ગુજરાતમાં વરસાદ તૂટી પડ્યો છે. અસહ્ય ઉકળાટ વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓના વાતાવરણમાં ઠંડક આવી છે. રાજકોટ, ભાવનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં સારો વરસાદ થતાં લોકોમાં ખુશી છવાઈ તો બીજી તરફ, અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. વીજળીના કડાકાભડાકા સાથે પશ્ચિમ અમદાવાદમાં વરસાદ તૂટી પડ્યો છે. ચારેબાજુ કાળાડિબાંગા વાદળો છવાતા અંધારપટ છવાયું છે. ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા અમદાવાદીઓ ગેલમાં આવી ગયા છે. હજુ પણ 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે.

છેલ્લા ઘણા લાંબા સમયની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદે વિરામ લીધો હતો. તેમજ ભાદરવા મહિનો બેસતાની સાથે રાજ્યની અંદર ખૂબ જ ગરમી મોટા પ્રમાણમાં વધી ગઈ હતી તેમજ છેલ્લા બે દિવસથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ખૂબ જ ભારે જોવા મળ્યો છે. ગતરોજ કેટલાક વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ અને કેટલાક વિચારોની અંદર છુટા છવાયા વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

ત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગામી દિવસોની અંદર વરસાદને લઈને ખૂબ જ મોટી અને ભયંકર આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતની અંદર આગામી દિવસોમાં ખૂબ જ ભાડેથી લઈને અતિ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. રાજ્યભરની અંદર 23 સપ્ટેમ્બર અને ત્યાર પછી ઘણી જગ્યાઓ પર સારામાં સારો ધોધમાર વરસાદી માહોલ જોવા મળશે.

આ દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પણ પડી શકે છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહીને લઈને તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે ઉતર અને મધ્ય ગુજરાતની અંદર પણ અતિ ભારે વરસાદની માહોલ જોવા મળી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર પણ હતી ભારે વરસાદી માહોલ જોવા મળશે અને હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 13 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓ ની અંદર પણ ખૂબ જ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે

અંબાલાલ પટેલ ના પ્રમાણે ગીર સોમનાથ ભાવનગર અમરેલી ઘણા વિસ્તારની અંદર પણ અત્યારે ભારે વરસાદી માહોલ જોવા મળશે તેમાં દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ જ ભારે વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યના ૧૮ જિલ્લાની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવીછે. 11 તારીખે લઈને 13 સપ્ટેમ્બર સુધીમાં દરિયો ન ખેડવા માટેની પણ માછીમારોને સૂચના આપી દેવામાં આવી છે

હવામાન વિભાગ દ્વારા મહત્વની એક નવી આગાહી જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આજે રાજ્યના ૧૮ જેટલા જિલ્લાઓની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે અને કચ્છ અને પોરબંદર જુનાગઢ રાજકોટ અમરેલી વલસાડ ભાવનગર દાહોદમાં પંચમહાલપુર આણંદ ડાંગ નર્મદા સુરત અને તાપીની અંદર પણ ભારે વરસાદી માહોલ જોવા મળશે

તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગુજરાતના 12 જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો ચે. રાજકોટ, ભાવનગર, દ્વારકા અને જૂનાગઢમાં વરસાદ છે. તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદ નોંધાયો છે. ગાંધીનગર અને અમદાવાદમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો.

કચ્છના ગાંધીધામ, અંજાર સહિતના વિસ્તારોમાં આજે એકાએક હવામાન પલટાયું છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. ભારે વરસાદથી ગાંધીધામ, અંજારના માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા છે. વરસાદ છતા બફારો અને ઉકળાટ યથાવત છે.

ખંભાળિયામાં 2 ઈંચ વરસાદ તો દ્વારકાના ખંભાળિયા પંથકમાં સતત ત્રીજા દિવસે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક કલાકમાં ખંભાળિયામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામાં ગાજવીજ સાથે તોફાની વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પાણી પાણી થયા છે. સતત ત્રીજા દિવસે ખંભાળિયા પંથકમાં વરસાદ થતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. તો માળીયાહાટીનામાં માત્ર અડધા કલાકમાં દોઢ ઈંચ વરસાદ તૂટી પડ્યો. ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ધોધમાર વરસાદને લીધે માળીયા હાટીના મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા. સવારથી અહ્યય ગરમી વચ્ચે વરસાદી માહોલ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ 13 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો 13મી તારીખે નર્મદા અને ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું હોવાથી રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *