6થી 8 સપ્ટેમ્બરે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડાને લઈને કરી મોટી આગાહી તાત્કાલિક ધોરણે માછીમારોને આપવામાં આવી આ સૂચના અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

આજે ફરી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથમાં આજે સારો એવો વરસાદ પડી શકે છે.

તો બીજી બાજુ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં પણ સારો એવો વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ અને વલસાડમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા છે. મહત્વનું છે કે, રાજ્યમાં ફરીવાર તારીખ 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

ગઇકાલે પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો હતોઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. જેમાં વલસાડ જિલ્લામાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. ઉમરગામ અને નારગોલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વાદળછાયા વાતાવરણની વચ્ચે જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો.

તો બીજી બાજુ છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. છોટા ઉદેપુરમાં નસવાડી અને અંતરિયાળ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેમાં કડુલી, મહુડી અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

તારીખ 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશેવધુમાં તમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં બીજું વહન શરૂ થવાની તૈયારી છે. ત્યારે તારીખ 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ફરી વરસાદ થવાની શક્યતા રહેલી છે.

નવરાત્રિના સમયમાં રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ પડશે. તો તારીખ 10 ઓક્ટોબરની આસપાસ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે. એ સિવાય સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. તો ઓક્ટોબર અને નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે ઘણી જગ્યા ઉપર ભારે ગરમીનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાતના માથે ત્રિપલ વાવાઝોડાનું મોટું સંકટ મંડરાઇ રહ્યું છે. અંબાલાલ પટેલ ની આગાહી જુઓ સાચી પડશે તો રાજ્યની અંદર ચક્રવાતની પણ તોફાની આફત આવી પડશે. આ આપત બંગાળની ખાડીમાં આવશે અને હવામાન નિષ્ણાત પટેલની આગાહી પ્રમાણે છ તારીખથી લઈને 8 તારીખ સુધીમાં બંગાળની ખાડીમાં જોરદાર વાવાઝોડું આવી શકે છે.

12 તારીખે લઇને 17 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેમાં 27 તારીખથી લઈને પાંચ ઓક્ટોબર સુધીમાં ઘણી જગ્યાઓ પર નાના નાના ચક્રવાતો પણ બની જશે. અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે ફરી એક વખત ચક્રવાતી વાવાઝોડું અને તોફાની વરસાદી માહોલને લઈને ચર્ચા માં આવ્યું છે.

દર વર્ષે સમગ્ર વિશ્વમાં 100 જેટલા વાવાઝોડાઓ અથવા તો ચક્રવાત સર્જાતા હોય છે. જેમાંથી કેટલાકની તીવ્રતા ખૂબ જ વિનાશ કારક હોય છે અને કેટલાક હળવા ચક્રવાત હોય છે. દરિયાની અંદર તોફાન ના અલગ અલગ નામ રાખવામાં આવે છે અને ઘણી વખત લોકોના મનની અંદર એવો સવાલ ઉભો થાય છે કે આ વાવાઝોડા નું નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે??, લોકોના મનમાં તે પ્રકારના પ્રશ્નો ઉદભવતા હોય છે અને આ વિશે અમે માહિતી જણાવવા જઈ રહ્યા છીએ

વિશ્વના આઠ દેશો વાવાઝોડાના નામની યાદી તૈયાર કરે છે ભારત શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ મ્યાનમાર ઓમાન પાકિસ્તાન અને થાઈલેન્ડ દ્વારા વાવાઝોડાના નામની યાદી તૈયાર કરવામાં આવે છે તેમજ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી ની અંદર સર્જાતા નામની યાદી આ આઠ દેશો તૈયાર કરે છે. ભારત શ્રીલંકા બાંગ્લાદેશ મ્યાનમાર ઓમાન પાકિસ્તાન થાઈલેન્ડ અને માલદીવ ચક્રવતી ના નામની યાદી તૈયાર કરીને નવી દિલ્હી ની અંદર આવેલા સ્પેશલાઇટ મેટ્રોલોજી સેન્ટરને મોકલી આપવામાં આવે છે

ત્યાર થી ચક્રવાત ના વાવાઝોડાના નામની યાદી આપવાની શરૂઆત થઈ હતી તેમજ ઉત્તર હિંદ મહાન સાગર ની અંદર આવતા વાવાઝોડાનું નામકરણ ભારત મોસમ વિભાગ કરે છે. હિંદ મહાસાગર ક્ષેત્રની અંદર આઠ દેશો ભારત પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ માલદેવ મ્યાનમાર ઓમાન અને થાઈલેન્ડ તેમજ ભારતની પહેલ ઉપર 2004 થી ચક્રવાત વાવાઝોડાના નામની યાદી આપવાની સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી

2004 ની અંદર ચાર ચક્રવાત આવ્યા હતા અગ્નિ એબાનું પ્યાર ઔર બાઝ 2005 માં પણ એવી જ રીતે ત્રણ ચક્રવાત આવ્યા હતા અને પારણું માલા અને મુખડા. આવી રીતે 2015માં પણ ચાર ચક્રવાત આવ્યા હતા અને 2016 માં ત્રણ ચક્રવાત તેમજ 2017 ની અંદર એક ઓખી નામનું બાંગ્લાદેશી તરફથી વાવાઝોડું નામ રાખવામાં આવ્યું હતું. વાવાઝોડાના બે પ્રકાર હોય છે એક સમુદ્રના ઉપર અને બીજા જમીન ઉપર જેની અંદર સમુદ્રના વાવાઝોડાને નામ આપવામાં આવ્યા છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *