ગુજરાતમાં ફરી એકવાર ગાજવીજ સાથે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આગમી 3દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ મોટી આગાહી

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતના 127 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે, હજુ પણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી 5 દિવસ વરસાદની આગાહીગુજરાતભરમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. તો ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ કે, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. ગુજરાતમાં ત્રણ દિવસ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે.

જેમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અરેબિયન સમુદ્રમાં સર્ક્યુલેશનને વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને અસરને લીધે ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદનો માહોલ રહેશે. જેથી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં આજે મધ્યમ વરસાદ રહેશે. તો આવતીકાલે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે.

ઉલ્લેખનીય છે કે, સતત ત્રીજા દિવસે આજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બપોરે જ ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે મેધરાજા વરસી પડ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. એસ.જી.હાઈવે, શ્યામલ, ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો આખા અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ભરબપોરે અંધારપટ છવાયો છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. તો પ્રહલાદનગર રોડ પર ભરાયા ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને પડી રહી છે. ચાંદખેડામાં ધોધમાર એક ઇંચ તો બોડકદેવ સહિત અનેક વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. બોડકદેવ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડીયા કે કે નગર, નારણપુરા, સરખેજ જુહાપુરા, આનંદનગર સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો.

અંતિમ ચરણમાં છે, ત્યારે જતા-જતા પણ મેઘરાજા મહેરબાન વરસવાના મૂડમાં છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. સૈારાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદથવાની સંભાવના છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગનું માનીએ તો આજે સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ,ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ થશે. તો 15 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજયમાં ભારે વરસાદની સંભાવનામહત્વનું છે કે, 17-18 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ આ વખતે વરસાદ ખેલૈયાઓની નવરાત્રી બગાડી શકે છે.નવરાત્રીમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજયમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની વિદાય 17 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી થાય છે.પરંતુ વિદાય સમયે નવરાત્રીમાં વરસાદ પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટરાજયમાં હાલ આગાહીને ધ્યાને રાખી NDRFની 8 ટીમો ડીપ્લોય કરાઇ છે, જેમાં ભરૂચ, ભાવનગ,ગીર સોમનાથ, કચ્છ, નર્મદા,નવસારી,રાજકોટ,સુરતમાં એક-એક NDRFની ટીમ તૈનાત કરાઈ છે. ઉપરાંત ગાંધીનગરમાં 2 અને વડોદરામાં5 એમ કુલ 07 ટીમો રીઝર્વ રખાઇ છે. જ્યારે રાજયમાં હાલ SDRFની 11 ટીમ પણ સ્ટેન્ડબાય છે.

રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને બેઠક મળીરાહત કમિશનર હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં કૃષિ વિભાગ, સિંચાઇ અને સરદાર સરોવર નર્મદા નિગમ, NDRF, SDRF તથા ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, BISAG, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, આરોગ્ય, ફોરેસ્ટ, કમિશનર (મ્યુનિસિપાલિટી), આર્મી તથા શહેરી વિકાસ વિભાગના અઘિકારીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *