ગુજરાતમાં કમા એ ડંકો વગાડ્યો રાતોરાત ફેમસ થયેલાં કમા અંગે માતાએ ખોલ્યું મોટું રહસ્ય,મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં આપ્યું એવું ભાષણ નાનપણમાં કમા વિશે ડોક્ટરે શું કહેલું?

લોક ડાયરોએ ભાતિગળ ગુજરાતી સંસ્કૃતિનો એક મહત્ત્વનો ભાગ છે. પહેલાંના સમયમાં જ્યારે ટીવી-રેડિયો કે કોઈપણ પ્રકારના મનોરંજનના સાધનો નહોંતા ત્યારે ગમ્મત સાથે જ્ઞાન અને સાહિત્યની વાતો લોક ડાયરા થકી કરવામાં આવતી હતી. એજ પ્રકારે ભવાઈ પણ આવો જ એક સાહિત્યના આદાન-પ્રદાનનું એક માધ્યમ છે. આજે ટીવી, મોબાઈલ, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં મનોરંજનના અનેકવિધ સાધનો આપણી પાસે છે.

જોકે, તેમ છતાંય ગ્રામિણ વિસ્તારોમાં આજેય લોક ડાયરાનું મહત્ત્વ હેમખેમ છે. એજ કારણ છેકે, આપણાં કલાકારો અમરેલીથી લઈને અમેરિકા સુધી લોક ડાયરાના પ્રોગ્રામ કરે છે અને ગુજરાતનું ગૌરવ વધારે છે. સ્વભાવિક રીતે જ આ ડાયરાના કલાકારો પણ એક ફિલ્મી સિતારાઓની જેમ મોભો ધરાવે છે. જોકે, છેલ્લાં કેટલાંક દિવસથી ગુજરાતના એક દિવ્યાંગ વ્યકિતએ લોક ડાયરામાં એવી ધૂમ મચાવી છેકે, દેશ અને દુનિયાભરમાં કરોડો લોકો તેના ચાહક બની ગયા છે.

અમે વાત કરી રહ્યાં છીએ, લોક ડાયરામાં અનોખા અંદાજમાં ડાન્સ કરીને ધૂમ માચવનારા કમાભાઈની. જાણીતા લોક સાહિત્યકાર અને ડાયરના ફેમસ સ્ટાર એવા કિર્તીદાન ગઢવીનો ડાયરો ચાલી રહ્યો હતો. એવામાં મોજમાં આવી ગયેલાં એક દિવ્યાંગ વ્યક્તિએ સ્ટેટની સામે ડાન્સ કરીને એવી ધૂમ મચાવી કે જોત-જોતામાં તેનો વીડિયો લાખો લોકો સુધી પહોંચી ગયો.

હાલમાં જ થોડા સમય પહેલાં કિર્તીદાન ગઢવીનો કાર્યક્રમ ચાલતો હતો. ત્યારે આ કમા નામનો એક દિવ્યાંગ વ્યક્તિ સામાન્ય માણસની જેમ કિર્તીદાન ભાઈ ગઢવી નો કાર્યક્રમ નિહાળતો હતો. અને અચાનક કિર્તીદાનનું ગીત સાંભળીને મોજમાં આવી ગયેલાં કમાએ સૌ કોઈને મોજ કરાવી દીધી. મોજમાં આવીને કમો સ્ટેજની સામે ડાન્સ કરવા લાગ્યો. આ વીડિયો એટલો વાયરલ થયો કે તે ઘેરઘેર જાણીતો બની ગયો.

પહેલીવાર જ્યારે કિર્તીદાન ગઢવીએ કમાને જોયો હતો. ત્યારે તેને 2000ની નોટ પણ આપી હતી. પછી કિર્તીદાન ગઢવીએ આ દિવ્યાંગ વ્યક્તિનું નામ પૂછીને તેનો પરિચળ પણ મેળવ્યો હતો. આજે દરેક જગ્યાએ ગુજરાતમાં લોકડાયરો અને કલાકાર હોય ત્યાં આ કમાભાઈ હાજરી આપવા પહોંચી જાય છે. જ્યારથી કીર્તિદાનભાઈ ગઢવી તેનો હાથ પકડ્યો ત્યારથી કમાભાઈનું જીવન આખું બદલાઈ ગયું. હવે તે જ્યા પણ આવે છે ત્યારે પોતાની સાથે ચાર-ચાર બોડીગાર્ડ રાખે છે.

ઉલ્લેખનીય છેકે, ડાયરામાં ડાન્સના વીડિયો થકી ઘેર-ઘેર જાણીતો બનેલો કમો મૂળ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલાં કોઠારિયા ગામનો વતની છે. તેનું સાચુ નામ કમલેશ છે. જોત-જોતામાં કમો હવે એક સેલિબ્રિટી બની ગયો છે. લોકો તેને કમાભાઈ કહીને માન સન્માન સાથે વિવિધ કાર્યક્રમોમાં આવવા માટે આમંત્રણ પાઠવે છે. અને ત્યાં વિવિધ કાર્યક્રમોમાં કમાભાઈને લોકો ઘણાં પૈસા પણ આપે છે.

કમાભાઈને જે પણ રૂપિયા મળે છે તે રૂપિયા કમાભાઈ પોતાના ગામમાં આવેલી ગૌશાળામાં દાનમાં આપી દે છે. કમાભાઈના માતા-પિતા પાસેથી એક વિશેષ વાત જાણવા મળી હતી. કમાભાઈના માતા-પિતાએ કહ્યું હતું કે કમો જ્યારે નાનો હતો ત્યારે જ ડોક્ટર કહ્યું હતું કે તેઓ મંદ બુદ્ધિના બાળક છે. તેને ભજનમાં વિશેષ લાગણી જોવા મળશે. અને થયું પણ એવું જ આજે કમાભાઈ ગુજરાતના દરેક ઘરમાં જાણીતા થઈ ગયા છે.

આ જગતમાં ક્યારે વ્યક્તિના ભાગ્ય ખુલી જાય એ કોઈ નથી જાણતું. આજે અમે આપને જણાવીશું ગુજરાતના એક એવા જ વ્યક્તિ જે રાતો રાત માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિશ્વના ખૂણે ખૂણે લોકપ્રિય બની ગયો છે. આ વ્યક્તિ એટલે બીજું કોઈ નહિ પણ કોઠારીયાનો કમો. ખરેખર કીર્તિદાન ગઢવીએ એને જે સન્માન આપ્યું હતું, ત્યારબાદ તે આજે દરેક કલાકારો માટે એક સફળ વ્યક્તિ બની ગયો છે. જ્યાં કમાની હાજરી હોય એ ડાયરો સફળ જાય છે. હાલમાં જ ભાવનગરની ધરતી પર યોજાયેલ કાર્યક્રમમાં કમાએ ગુજરાતનાં સી.એમ ભુપેન્દ્ર પટેલ સામે પ્રવચન આપ્યું.

આમ તો આખુ ગુજરાત હાલ કમાને ઓળખતુ થઇ ચૂક્યું છે કમો એટલે કમલેશ ભાઇ, જેઓ માનસિક વિકલાંગ છે. હાલ કમો કમાભાઇ થઇ ગયો અને વટથી ડાયરા અને કાર્યક્રમમાં હાજરી આપે છે. મોટા મોટા નામાંકિત કલાકારો તેને કાર્યક્રમમાં અને સ્ટેજ પર બોલાવે છે. ડાયરાઓમાં કમાભાઇનું જોરદાર સ્વાગત કરવામાં આવે છે. હાલ ગણેશ ઉત્સવામાં પણ કમો અનેક જગ્યાએ હાજર આપતો નજરે પડે છે.

કમાને મળતા રૂપિયા એ જ પ્રોગ્રામમાં આપી દે છે. નહીંતો આશ્રમમાં આપી દે છે.ભાવનગરમાં ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા કીર્તિદાન ગઢવીનું સન્માન કરાયું હતું. કીર્તિદાનને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ દરમિયાન કીર્તિદાન દ્વારા કમાને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. કમાને સ્ટેજ પર આમંત્રણ પણ અપાયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતના રાજનીતિના દિગ્ગજો ઉપસ્થિતિ હતા. આ વચ્ચે ફેમસ દિવ્યાંગ સ્ટાર કમાભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મુખ્યમંત્રી સાથે હાથ મિલાવ્યો હતો અને પોતાની કાલીઘેલી ભાષામાં સૌલોકો સાથે સંવાદ સાધ્યો હતો અને માન શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જેમ જ કમાં એ પણ પોતાની ભાષામાં લોકોને ભાઈઓ અને બહેનો તરીકે સંબોધ્ય હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *