3 સપ્ટેમ્બર થી 5 સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારો માં ભુક્કા કાઢી નાખે તેવા વરસાદને લઈને કરાઈ આગાહી આવતા 24 કલાક આજના આ ભાગ માટે અતી ભારે..

અમદાવાદમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શહેરના પૂર્વ અને પશ્ચિમમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. વહેલી સવારથી અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સીઝનનું 101.7 ટકા વરસાદ નોંધાયો છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ નરોડા બાપુનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. ગુજરાતમાં સીઝનનું 101.7 ટકા વરસાદ નોંધાયો છે.

એટલે કે રાજ્યમાં સીઝનનો 859.19 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યના 66 તાલુકામાં 40 ઇંચ થી વધારે વરસાદ થયો છે. રાજ્યના 122 તાલુકામાં 20 થી 40 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ થયો છે. તો છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ વડોદરામાં પોણા 2 ઇંચ નોંધાયો છે. કપડવંજમાં 14મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વ કરવામાં આવ્યા છે.

આગામી મહિનામાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વિદર્ભના અનેક વિસ્તારમાં સારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી બે થી ત્રણ દિવસ અનેક વિસ્તારમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે આવતા મહિનામાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગે આગામી 3 કલાકને લઇને અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદની આગાહી કરી છે. જેને પગલે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદના આકાશમાં અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા તેમજ વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ થતો હતો. શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લગભગ એકાદ કલાકમાં શહેરમાં સરેરાશ 0. 96 ઇંચ વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવવાની ઘટનાઓ પણ સામે આવી છે. જ્યાં RTO થી સર્કલથી સુભાષ બ્રીજ તરફનો રોડ અને શાસ્ત્રી બ્રીજ તરફના રસ્તાઓ ઉપર પાણી ભરાતા વાહનચાલકો કેટલાક અંશે મુશ્કેલીમાં મુકાયા હતા.

હવામાન ખાતાની આગાહી મુજબ હાલ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થઇ ગયા હતા. જ્યારે અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ છવાઇ ગયો છે. અચાનક જ વિજળી કડાકા સાથે વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. અમદાવાદના પ્રહ્લાદ નગર, વિજય ચાર રસ્તા, નવરંગપુરા, શ્યામલ, વસ્ત્રાપુર, ગુરૂકુળ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

સૌથી વધુ 1. 9 ઇંચ વરસાદ દક્ષિણ વિસ્તારમાં ખાબક્યો હતો, જ્યારે વટવામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ પૂર્વ વિસ્તારમાં 1. 58 ઇંચ વરસાદ પડ્યો હતો. પચ્છિમ વિસ્તારમાં 0. 9 ઇંચ, ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં 0. 62 ઇંચ, દક્ષિણ પશ્ચિમમાં 0. 36, મધ્ય વિસ્તારમાં 1. 13 ઇંચ વરસાદ પડ્યો. ઉત્તર વિસ્તારમાં 0. 24 ઇંચ વરસાદ પડ્યો. આ સાથે વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

આ ઉપરાંત હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરી હતી. ત્યારબાદ હવે હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 100.98 ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં 42.35 ટકા વરસાદ નોંધાયો હતો. આ વર્ષે હજુપણ મેઘમહેર યથાવત છે. ત્યારે વહેલી સવાર સુરત, નવસારી સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ 86 લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં 82 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં એટલે કે 95 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.

ડાંગ જિલ્લામાં સાપુતારા સહિત આહવા તળેટી વિસ્તારમાં ભારે ગાજવીજ અને વાવાઝોડા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદને પગલે તોતિંગ વૃક્ષો ધરાશાયી થતા અંતરિયાળના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો ગયો છે.

સાપુતારા સહિત આહવાના તળેટી વિસ્તારોમાં આવેલા સોનગીર, ઉમરપાડા, ભાંદા, વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડું ફૂંકાતા અનેક તોતિંગ વૃક્ષો ધરાશાયી થતા વીજ પોલ તૂટી જતા અંતરીયાળ વિસ્તારના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભાંદા ગામ પાસે વીજ પોલ તૂટી જતા માર્ગ અવરોધાયો હતો. ભારે વરસાદને પગલે ખાપરી નદી બન્ને કાંઠે વહેતી થઈ હતી. જોકે વાવાઝોડાને પગલે કોઈ જાનહાની કે ઘરોને નુકસાની ના અહેવાલ સાંપડી શક્યા નહતા.પાછોતરા વરસાદ ને પગલે ખેતી પાકો ને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દ. ગુજરાતમાં સુરત, નવસારી, તાપી અને ડાંગમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. એ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના છે. રાજયમાં હાલ અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિદ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, નવસારી, રાજકોટ, સુરત અને વલસાડમાં NDRFની ૧-૧ ટીમ મળી કુલ-૧૨ ટીમો તૈનાત કરાઈ છે. તથા ૧ ટીમ ગાંધીનગર અને ૨ ટીમો વડોદરા ખાતે એમ કુલ ૩ ટીમો રીઝર્વ છે. તેમજ રાજયમાં હાલ SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.

નવરાત્રિમાં પડશે વરસાદજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. ગુજરાતમાં અંબાલાલ પટેલે વરસાદની વોર્નિંગ આપીને નવરાત્રીથી લઈ દિવાળી સુધીની આગાહી કરી છે. બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં વરસશે. જેમાં ખાસ કરીને સુરત, નવસારી, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના જણાવી છે. આ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *