ગુરુવાર થી શનિવાર સુધીમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી બંગાળની ખાડી માંથી આવતા વાવાઝોડાની મોટી આફતને લઈને કરી મોટી આગાહી આ વિસ્તારમાં આપ્યું રેડ એલેટ આગાહીને જરૂર જાણી લેજો હોં નહિતર

રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ તથા અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 3,16,284 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 94.70 % છે. રાજ્યનાં 206 જળાશયોમાં 4,53,594 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 81.26 % છે. હાલમાં રાજ્યમાં કુલ 102 જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ 23 જળાશય એલર્ટ ૫ર તેમજ 11 જળાશય વોર્નીગ ૫ર છે.

કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 5 સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત 83,23,220 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષના સમયગાળા દરમ્યાન 81,55,220 હેક્ટર વાવેતર થયુ હતુ. રાજ્યમાં હાલ NDRF ની 3 ટીમ ડીપ્લોય કરાઈ છે, જેમાં કચ્છ-1, નવસારી-1, રાજકોટ-1 NDRF ની ટીમ તૈનાત છે.

ઉપરાંત ગાંધીનગરમાં 2 અને વડોદરામાં 10 એમ કુલ-12 ટીમ રીઝર્વ રખાઈ છે. તે સિવાય રાજ્યમાં SDRF ની કુલ 11 પ્લાટુન રીઝર્વ છે. આ બેઠકમાં ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, ફોરેસ્ટ, શહેરી વિકાસ સહિત વિવિધ વિભાગના અઘિકારીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

ગુજરાત રાજ્યની અંદર અત્યારે ઘણી જગ્યા ઉપર વરસાદીએ માહોલ જોવા મળ્યો છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની શરૂઆત તેની સાથે જ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા આવા નવા નવા વર્ષ સાથે લઈને મહત્વની આગાહી જાહેર કરવામાં આવતી હોય છે.. ગુજરાત રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં ખૂબ જ સારા એવા વરસાદ પડી શકે છે

વાત કરવામાં આવે તો જુનાગઢ ગીર સોમનાથ અમરેલી દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સુરત ભરૂચ ડાંગ તાપી અને વલસાડ તેમાં નવસારી સહિતના વિસ્તારની અંદર હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે.

15 સપ્ટેમ્બરના રોજ ચોમાસુ વિદાય લઇ શકે છે કે ગુજરાતની અંદર 15 સપ્ટેમ્બરના રોજ વરસાદની સિઝન પૂરી થવાની શક્યતાઓ રહેલી છે. આ શું પૂરું થઈ જાય તે પહેલા એક મોટી આફતનો ખતરો મંડરાઇ રહ્યો છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો અત્યારે કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી

ગુજરાતની અંદર આગામી બે દિવસ સામાન્યથી લઈને ઘણી જગ્યા ઉપર મધ્યમ વરસાદ પડી શકે છે તેને લઈને અંબાલાલ પટેલે મહત્વની આગાહી જાહેર કરવામાં આવી હતી. હવામાન નિષ્ણાંત પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાંથી વાવાઝોડાના ખતરાની પણ શક્યતાઓ રહેલી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયા કિનારે પવન નું જોર ધીરે ધીરે વધી શકે છે અને ઘણા બધા વિસ્તારોની અંદર પણ ભર્યા વરસાદી માહોલ જોવા મળશે.

અંબાલાલ પટેલ ના પ્રમાણે દેશભર ની અંદર વાવાઝોડાની અસર ધીરે ધીરે જોવા મળશે તેમ જ બંગાળની ખાડી ની અંદર સિસ્ટમ સક્રિય થવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદી માહોલ જોવા મળશે. 6 તારીખથી લઈને 8 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાંથી વાવાઝોડું બની શકે છે અને 12 તારીખથી લઈને 17 સપ્ટેમ્બર સુધી નાના-મોટા ચક્રવાત ના પરિણામો બની જશે અને અરબી સમુદ્રની અંદર હવાનું સિસ્ટમ સક્રિય થશે.

નવરાત્રી ની અંદર ઘણા બધા ભાગો ની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે નવરાત્રિના કેટલાક દિવસોની અંદર ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે ઘણી જગ્યા ઉપર વાવાઝોડું આવવાનું છે તેને લઈને મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદી માહોલ જોવા મળશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *