ગુરુવારે થી શનિવાર સુધી ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આગામી ત્રણ દિવસ હજુ પણ ગુજરાતમાં ભુકા બોલાવી દેવા ભારે વરસાદની આગાહી બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્ક્યુલેશન થતા આ જિલ્લામાં આપ્યું રેડ એલર્ટ

હાલ ભાદરવામાં વરસાદ મહેમાન બનીને ત્રાટકી પડ્યો છે. ગુજરાતના દરેક જિલ્લામાં હાલ વરસાદની આગાહી છે. તો અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે ભાદરવો ભલે ભરપૂર વરસે, પણ નવરાત્રિમાં વરસાદ ન આવે તેવુ દરેક ગુજરાતી ઈચ્છે છે. પરંતુ આ વર્ષે પણ ખેલૈયાઓના મનની મુરાદ પૂરી નહિ થાય. કારણ કે, નવરાત્રિમાં વરસાદની આગાહી કરવામા આવી છે. ભારે વરસાદને કારણે આ વર્ષે પણ નવરાત્રિમાં ઘરે જ બેસવુ પડશે.

બે વર્ષના કોરોનાકાળ બાદ માંડ આ વર્ષે ખેલૈયાઓને નવરાત્રિ સારી જશે તેવી આશા છે. બે વર્ષ કોરોનાએ લોકોને નવરાત્રિમાં પણ ઘરમાં પૂરી રાખ્યા, ત્યારે હવે આ વર્ષે માંડ નવરાત્રિ માણવાનો અવસર આવ્યો છે. પરંતું આવામાં વરસાદ કાળ બનીને ત્રાટકી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું નવરાત્રિ બગાડશે. આ નવરાત્રિએ વરસાદ વિધ્ન બની શકે છે.

ગુજરાતમાંથી ચોમાસું હજી ગયુ નથી, તેમજ આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો છે. આવામાં આ વર્ષે વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં નવરાત્રિ બેસવાની છે. પરંતુ આ વર્ષે ચોમાસું મોડુ બેસ્યું છે, તેથી ચોમાસું વધુ 15 દિવસ આગળ ખેંચાઈ શકે છે. આવામા નવરાત્રિના નોરતાઓમાં વરસાદ આવી શકે છે.

અંબાલાલ પટેલની આગાહીગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં સપ્ટેમ્બરની શરુઆત અને મધ્યમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન 12 અને 13 તારીખે તથા 17થી 22 દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં હર્ષો ઉલ્લાસ સાથે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરુ થઈ રહી છે જો આ સમય દરમિયાન વરસાદ થયો તો ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે.

ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી હજુ પણ 3 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો સુરત, ભરૂચ, તાપી અને નર્મદા, છોટાઉદેપુર અને વડોદરામાં પણ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણામાં વરસાદની આગાહી છે.

તો અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીને કારણે માછીમારોને પણ 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 14 અને 15 સપ્ટેમ્બરે માછીમારો દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે અરેબિયન સમુદ્રમાં સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

તો હાલ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર -1 ડેમ ભારે વરસાદથી છલકાઈ ગયો છે. આ કારણે ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 10,345 ક્યુસેક પાણીની આવક-જાવક છે. આ ડેમ અંદાજીત 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. તો તેનાથી 26 હજાર હેક્ટરમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે છે. રાજકોટ, જેતપુર, વીરપુર સહિતના ગામનું સિંચાઈ-પીવાના પાણીનું સંકટ દૂર થશે. જેતપુર, ગોંડલ, જામકંડોરણા, ધોરાજી સહિતના 22 ગામોને અલર્ટ કરાયા છે. નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે.

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી મહોલ છે. અમદાવાદ શહેરમાં સતત ચાર દિવસથી વરસાદવરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ક્યાંક ભારે તો અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં 17-18 તારીખે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ વરસાદ વરસી રહ્યો છે. વૉકમાર્ક લો પ્રેશર અને વરસાદી ટર્ફની અસરોથી વરસાદ વરસી રહ્યો છે. નવરાત્રીમાં છૂટો-છવાયો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં ચોમાસાની વિદાઈ 17 સેપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી થાય છે. નવરાત્રી ચોમાસાના વિદાઈ દરમિયાન આવે છે જેથી છૂટો-છવાયો વરસાદ વરસી શકે છે.

અમદાવાદ શહેરમાં સતત ચોથા દિવસે વરસાદઅમદાવાદમાં સતત ચોથા દિવસે વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરના એસજી રોડ, પ્રહલાદનગર, ઈસ્કોન, આનંદનગર, સેટેલાઈટ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના એસજી હાઈવે, પ્રહલાદનગર, ઈસ્કોન સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં હિલસ્ટેશન જેવો માહોલ થઇ ગયો હતો. દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન ઘટીને ૩0 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હજુ આગામી બે દિવસ વરસાદની સંભાવના છે.

અમદાવાદ શહેરમાં વીજળીના કડાકાભડાકા સાથે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના વિવિધ વિસ્તારો બોડકદેવ, સેટેલાઈટ, બોપલ, ઈસ્કોન, એસજી હાઈવે, જોધપુર, વેજલપુર, સરખેજ, મણિનગર, ઈસનપુર, સરસપુર, અસારવા, ગોતા, રાણીપ, ચાંદખેડા, વસ્ત્રાલ, નરોડા, નારોલ, બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે શહેરભરમાં વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ હતું. બપોર પડતાં જ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. પશ્ચિમ ઝોનમાં સીઝનનો 43 ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે. સાંજે આવેલા ધોધમારને લીધે અખબારનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. શહેરની 28 ઈંચ વરસાદની જરૂરિયાત સામે અત્યારસુધીમાં 37 ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે. વરસાદને પગલે રાબેતા મુજબ જ પાણી ભરાવાવની સમસ્યા સર્જાતાં વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *