સપ્ટેમ્બર મહિના માં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં 23 સપ્ટેમ્બર બાદ આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી તોફાની પવનને લીધે જાહેરાતના બોર્ડ પણ ઉડ્યા આ વિસ્તારમાં આપ્યું રેડ એલેટ

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આગામી સમયમાં રાજ્યમાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનતા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 23 સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદી માહોલ રહેશે. આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 13 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્ચારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે એવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા પણ એક આગાહી કરાઈ છે. જેમાં જણાવ્યું છે કે, આજે રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. જેમાં કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, ભાવનગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદની થવાની સંભાવના છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. આજના દિવસે પણ અનેક જગ્યાએ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા 13 તારીખે વલસાડ,નવસારી , દમણ, ડાંગ, નર્મદા,ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બંગાળમાં લો-પ્રેશરના કારણે વરસાદની સંભાવના છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની અગાહી કરાઈ છે. અમદાવાદમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલમાં અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન છે. આજે ગાંધીનગર અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. વરસાદનું જોર વધશે સાથે ભારે પવનો ફુંકાવાનું પણ અનુમાન છે.

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે ફરી એક વખત વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવ મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાજ્યના 16 જિલ્લામાં વરસાદ વરસી શકે છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, ભાવનગર, કચ્છ, પોરબંદરમાં વરસાદ વરસી શકે છે. આ સિવયા આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ પારડીમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. વાપીમાં 4 ઈંચ, કપરાડામાં 4 ઈંચ, ઉમરગામમાં 2.5 ઈંચ, ગણદેવીમાં 2.5 ઈંચ, અંકલેશ્વરમાં પોણા 2 ઈંચ, ઉમરપાડામાં 1.5 ઈંચ, ચિખલીમાં 1.5 ઈંચ, ડેડિયાપાડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મેળવી છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી છવાયો વરસાદી માહોલહવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ લોકોને ગરમીથી રાહત મળી તો બીજી તરફ લાંબા સમય બાદ વરસાદ પડતા ખેતીના પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

વીજળીના કડાકા અને ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર રી એન્ટ્રી થઈ છે. વાવડી, વેગનપુર, ડોક્ટરના મુવાડા ,અંબાલી ,વેજલપુર, પોપટપુરા ,છગનપુરા, સહિતનાં વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય બફારા અને ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકોને છુટકારો મળ્યો છે. આ ઉપરાંત ધરતીપુત્રોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લહેર જોવા મળી છે.

વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી છે. સાવલીનાં ગોઠડા, સામતપુરા, રસુલપુર, શેરપુરા, જાવલા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ પડ્યો છે. વેરાવળમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દિવસભર ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.

રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાજકોટના મવડી વિસ્તાર,ગોંડલ રોડ, ઢેબર રોડ,માધાપર ચોકડી,કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *