સપ્ટેમ્બર મહિનાની આ 13 તારીખ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે પડશે ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ એ કરી ભયાનક એવી આગાહી

ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેવાના સંકેત મળી રહ્યા છે. આજે ભાદરવોના બીજા દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. અસહ્ય ઉકળાટ વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ફરી વરસાદ શરૂ થયો છે. અમદાવાદમા ગાજવીજ સાથે વાતાવરણમાં પલટો દેખાયો છે. કડાકા ભડાકા સાથે યુનિવર્સિટી કેમ્પસમાં વીજળી પડી હોવાની માહિતી મળી છે.

આજે બપોરે એકાએક 4 વાગ્યા પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. ત્યારબાદ શહેરના પ્રહેલાદ નગર, વેજલપુર, શિવરંજની, એસ જી હાઈવે પર તેજ પવન સાથે ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હાલ શહેરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની માહિતી મળી રહી છે. બીજી બાજુ ભારે વરસાદથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

આ સિવાય અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નરોડા, અસારવા, નારોલ, નિકોલમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં ફરી વરસાદી વાતાવરણના કારણે ઠંડક પ્રસરી ગઈ છે.

રાજકોટ, ભાવનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં સારો વરસાદ થતાં લોકોમાં ખુશી છવાઈ તો બીજી તરફ, અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. વીજળીના કડાકાભડાકા સાથે પૂર્વ, પશ્ચિમ અમદાવાદમાં વરસાદ તૂટી પડ્યો છે. ચારેબાજુ કાળાડિબાંગા વાદળો છવાતા અંધારપટ છવાયું છે. ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા અમદાવાદીઓ ગેલમાં આવી ગયા છે. હજુ પણ 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે.

મહત્વનું છે કે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. રાજકોટ, ભાવનગર, દ્વારકા અને જૂનાગઢમાં વરસાદ છે. તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદ નોંધાયો છે. ગાંધીનગર અને અમદાવાદમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો.

કચ્છના ગાંધીધામ, અંજાર સહિતના વિસ્તારોમાં આજે એકાએક હવામાન પલટાયું છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. ભારે વરસાદથી ગાંધીધામ, અંજારના માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા છે. વરસાદ છતા બફારો અને ઉકળાટ યથાવત છે.

શહેરમાં દિવસભર વાદળછાયાં વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડી ગયું છે. આગામી 4 દિવસ સુરતમાં વરસાદને લઇ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સુરત શહેર અને જિલ્લામાં 16 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જો કે, કેટલાક વિસ્તારોમાં માત્ર ઝાપટાં પડ્યાં હતાં. શહેરનો મોસમનો કુલ વરસાદ 1423 મીમી થયો છે. આજે જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં 37 મીમી અને માંગરોળમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.2 ડિગ્રી નોંધાયું હતું. શનિવારની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી અને લઘુતમ તાપમાનમાં 0.6 ડિગ્રીનો ઘટાડો થયો છે. આગામી 4 દિવસ શહેરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 93 ટકા અને સાંજે 71 ટકા રહ્યું હતું. પશ્ચિમ દિશાથી 5 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા.નોંધનીય છે કે, ઉકાઇ ડેમની સપાટી 339.51 ફૂટ થઇ છે.

ઇનફલો 27696 ક્યુસેક અને આઉટફલો 11804 ક્યુસેક છે. હાલની સપાટી ભયજનક 345 ફૂટથી 5.50 ફૂટ જ દૂર છે. હાલમાં ઉપરવાસમાં વરસાદ સામાન્ય છે, પરંતુ 27 હજારથી લઇ 43 હજાર ક્યુસેક ઇનફલો ચાલુ રહેતાં છેલ્લા 24 કલાકમાં સપાટીમાં અડધો ફૂટનો વધારો નોંધાયો છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *