16 17અને 18તારીખે ગુજરાતમાં આ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી વનારા 3દિવસમાં રાજ્યના આ ભાગમાં ભુકા બોલાવી દેશે તોફાની વરસાદ હવામાન વિભાગના ની મોટી આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 3 દિવસ પડી શકે છે ભારે વરસાદ. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છુટા છવાયા વરસાદની આગાહી છે.

હવામાન વિભાગ અનુસાર વૉલ માર્ક લૉ પ્રેશરની સાથે વરસાદી ટર્ફ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદ રૂપે તેની અસર દેખાશે. હવામાન વિભાગે માછીમારોને પણ બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. અનુમાન છે કે, ચોમાસાની વિદાયને વાર હોવાથી નવરાત્રિમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે. જો કે 17 તારીખ બાદ રાજ્યભરમાં વરસાદનું જોર ઘટશે તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્રમાં સવારથી જ વરસાદી માહોલસૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જામનગરમાં જામજોધપુર, કાલાવડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જામજોધપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા સવારથી જ વરસાદી માહોલ છે. તિરૂપતિ સોસાયટી, આઝાદ ચોક, મિનિબસ સ્ટેન્ડ, સુભાષ ચોક, લીમડા ચોક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

તો કાલાવડ શહેર તથા આજુબાજુના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. નિકાવા, મોટાવડાલા, જસાપર, નવાગામ, ઉમરાળા,શિસાંગ સહિત અનેક ગ્રામ્યવિસ્તારો વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. બે કલાકમાં અંદાજીત બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

કચ્છમાં વરસાદતો કચ્છમાં પણ મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે. રાપર, ભચાઉ, અંજાર, ભૂજ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વરસાદ નોધાયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયોરાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર નર્મદાથી આવ્યા છે. નર્મદા નદી પર બાંધેલ અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સિઝનમાં પ્રથમ વખત સંપૂર્ણ ભરાઈ ગયો છે.

સરદાર સરોવર ડેમ સિઝનમાં પ્રથમવાર અને ગેટ લગાડ્યા બાદ ત્રીજી વખત 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. નર્મદા નીરના વધામણા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે. હાલ નર્મદા નિગમના અધિકારીઓએ તૈયારીઓ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા ડેમ પર પહોંચીને બ્રાહ્મણોની હાજરીમાં પૂજા કરી શ્રીફળ, ચુંદડી, પુષ્પ ચઢાવી મા નર્મદાના નીરના વધામણાં કરશે.

ગુજરાતમાં હજુ ભારે વરસાદ વરસશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે મોડી રાત્રે અમદાવાદમાં તડામાર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના લીધે અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા છે.

નિકોલસૌથી વધુ વરસાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં પડ્યોએમાંય સૌથી વધુ વરસાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં પડ્યો હતો. જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ બંધ થઇ ગયો હોવા છતાં હજુ સુધી કેટલાક વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા. કારણ કે ડ્રેનેજની સુવિધા ન હોવાના કારણે શહેરીજનોએ ભારે હાલાકી ભોગવવી પડે છે.

શહેરમાં કેટલીક સ્કૂલોની બહાર પણ વરસાદના પાણી ભરાઇ જતા વાલીઓને બાળકોને સ્કૂલે મૂકવામાં ભારે પરેશાની ભોગવવી પડી છે. શહેરમાં આવેલ પ્રકાશ સ્કૂલની બહાર વરસાદી પાણી ભરાઇ ગયા હોવા છતા બાળકો સ્કૂલે જવા માટે મજબૂર બન્યા છે. હાઈવે નં. 8ના સર્વિસ રોડ પર પણ ઢીંચણસમા પાણી ભરાઇ જતા વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઠક્કરનગર ચાર રસ્તઆજે પણ તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદની આગાહીતમને જણાવી દઇએ કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારણે રાજ્યમાં હજુ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસશે. આજે રાજ્યના અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે. રાજ્યમાં પોરબંદર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી બાજુ આજે અમદાવાદ, કચ્છ, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, ડાંગ, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા અને તાપીમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *