મંગળવારે થી બુધવારે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આગામી 3 દિવસ આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદની આગાહી આ જિલ્લામાં આપ્યું રેડ એલર્ટ બંગાળ ની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં…

રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ભાદરવો મહિનામાં મેઘરાજા કડાકા ભડાકા સાથે વરસી રહ્યા છે. ત્યારે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ અમરેલીના લિલિયામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 35 ઈંચ સાથે સિઝનનો 105 ટકા વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.

13 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 સપ્ટેમ્બરને સોમવારના રોજ નર્મદા, સુરત, તાપી, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં આજે બપોર બાદ વાતાવરણ બદલાયું હતું અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદમાં વાસણા, પાલડીમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે સેટેલાઈટ, જીવરાજ પાર્ક, પાલડી, ઇસનપુર, મણીનગર, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. અનેક જગ્યાએ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. રાણીપ, નવા વાડજ વિસ્તારમાં ભારે વરસાદના કારણે અખબાર નગર અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ચાંદલોડિયા, જગતપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ક્યાંય પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે રોડ પર જણાયા હતા. ગોતા બ્રિજ અને વંદે માતરમ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા..

છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યમાં ફરી એક વખત મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચારે તરફ વરસાદી માહોલ છવાયો છે અને અમદાવાદમાં પણ મિત્રો ગઈકાલે વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા હતા ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાએ તમે કદાચ બેટિંગ કરશે જેમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 13 તારીખના રોજ ભારે વરસાદ જોવા મળી શકે છે. મિત્રો ખાસ કરીને નવસારી વલસાડ દમણ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે અને નર્મદા ભરૂચ અને ડાંગ જેવા વિસ્તારોમાં

મેઘરાજા ધબધબાટી બોલાવી દેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે જ્યારે બીજા રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકામાં સામાન્ય વરસાદથી અતી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.ગઈકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ ભુક્કા બોલાવી

દીધા હતા જેમાં ખાસ કરીને સુરત જામનગર ભાવનગર અમદાવાદ બોટાદ વલસાડ નવસારી દમણ જેવા વિસ્તારોમાં તો મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ જોવા મળી શકે છે.હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ

આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી છે જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ છવાયો હતો અને રાજ્યના બાર જિલ્લામાં વરસાદી માહોલ ભારે જામ્યો હતો જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.રાજકોટ ભાવનગર દ્વારકા જુનાગઢમાં વરસાદ જોવા મળ્યો હતો જ્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા, મહેસાણા માં વરસાદ નોંધાયો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *