મંગળવારે થી શુક્વારે ગુજરાતમાં ફરી એકવાર ગાજવીજ સાથે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર લઈને મધ્ય ગુજરાત સહિતના દક્ષિણ ગુજરાતની અંદર પડશે ભારેથી લઈને અતી ભારે વરસાદની આગાહી વરસાદનો ત્રીજો રાઉન્ડ ભુક્કા કાઢશે..

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતના 127 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે, હજુ પણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી 5 દિવસ વરસાદની આગાહીગુજરાતભરમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. તો ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ કે, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. ગુજરાતમાં ત્રણ દિવસ વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે.

જેમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અરેબિયન સમુદ્રમાં સર્ક્યુલેશનને વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને અસરને લીધે ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદનો માહોલ રહેશે. જેથી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં આજે મધ્યમ વરસાદ રહેશે. તો આવતીકાલે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે.

ઉલ્લેખનીય છે કે, સતત ત્રીજા દિવસે આજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બપોરે જ ગાજવીજ સાથે વીજળીના કડાકા સાથે મેધરાજા વરસી પડ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. એસ.જી.હાઈવે, શ્યામલ, ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

તો આખા અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ભરબપોરે અંધારપટ છવાયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. તો પ્રહલાદનગર રોડ પર ભરાયા ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને પડી રહી છે. ચાંદખેડામાં ધોધમાર એક ઇંચ તો બોડકદેવ સહિત અનેક વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. બોડકદેવ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડીયા કે કે નગર, નારણપુરા, સરખેજ જુહાપુરા, આનંદનગર સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો.

રાજ્યની અંદર ફરી એક વખત ભારે વરસાદની માહોલ શરૂ થઈ ચૂક્યો છે અને ચોમાસાની અંદર આ સીઝનનો અત્યાર સુધીમાં 108% જેટલો વરસાદ પડી ચૂક્યો છે તેમજ ભારે બફારો અને ગરમીને કારણે રાજ્યની અંદર મોટાભાગના લોકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો હતો. પરંતુ આ વખતે વરસાદના ત્રીજો રાઉન્ડ શરૂ થઈ જતા વાતાવરણની અંદર એક અલગ પ્રકારની ઠંડા પ્રસરી ગઈ છે. ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર 168 તાલુકા ની અંદર ભારે વરસાદ પડ્યો હતો તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રહીને વરસાદી મોટી આગાહી કરવામાં આવી છે

ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર લઈને મધ્યમ પ્રસાદી માહોલ જોવા મળી શકે છે તેમજ ઘણા બધા જિલ્લાની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડી શકે છે તેમજ વાતાવરણની અંદર પણ એક ભેજનું પ્રમાણ જોવા મળી શકે છે. જેના કારણે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે

ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર ખૂબ જ ભારેથી લઈને અતિ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તેમજ અમદાવાદની અંદર હું તને 15 સપ્ટેમ્બર ના રોજ ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે અને અણધારીઓ વરસાદી માહોલ જોવા મળશે. સુરત નર્મદાની અંદર પણ હતી ભારે વરસાદી માહોલ જોવા મળશે તેમાં જુનાગઢ ભાવનગર અમરેલી પોરબંદર વલસાડ નવસારી તાપી ભરૂચ વડોદરા સુરતની અંદર અને અમદાવાદની અંદર ભારે વરસાદ પડશે

છેલ્લા 24 કલાક દરમિયાન 168 તાલુકા ની અંદર ભારે વરસાદ પડશે જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગર અને બલિપુર તાલુકાની અંદર 3.28 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તેમ જ અમરેલી ની અંદર આવેલા બાબરામાં 2.72 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને રાજકોટની અંદર આવેલા જેતપુરમાં ધંધુકામાં સુરેન્દ્રનગર મોરબી અને હળવદ ની અંદર પણ બે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બીજી બાજુ સાંતલપુર ની અંદર તેમજ ઉમરપાડા અને કરજણ અને કોટડા સંઘાણીની અંદર પણ એક ઇંચ જેટલો વરસાદની માહોલ જોવા મળ્યો હતો

હવામાં વિભાગના અપડેટ પ્રમાણે છોટાઉદેપુર અને વડોદરા ની અંદર પણ હતી ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે તેમજ પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટ અમરેલી જીલવા વિસ્તારની અંદર ભારે વરસાદ પડશે સાથે વહેલી સવારથી જ સુરત નવસારી વલસાડ અને દાદરા નગર હવેલી ની અંદર પણ ખૂબ જ ભારે થી લઈને અતી ભારે વરસાદ જોવા મળશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *