મંગળવારે થી શુક્વારે સુધી માં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આગામી ત્રણ દિવસ ગુજરાત ઉપર મોટી તારાજી સર્જાવાના એંધાણ અમદાવાદ સુરત અમરેલી માં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હજુ પણ આગામી બે દિવસ ધોધમાર વરસાદ રહેશે. હવામાન વિભાગે આ અંગેની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉંડની શરુઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે.આજે ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. તો આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં સિઝનમાં અત્યાર સુધી 35 ઈંચ સાથે 106 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગત વર્ષે ૧૧ સપ્ટેમ્બર સુધીમાં 19.74 ઈંચ સાથે સીઝનનો માત્ર 60 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં આ વખતે 72 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 10 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવો માત્ર એક તાલુકો છે.

રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 29 ઈંચ સાથે સીઝનનો 161 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં ગત વર્ષે 11 સપ્ટેમ્બર સુધીમાં ૧૦.૬૮ ઈંચ સાથે સીઝનનો માત્ર ૬૧ ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છ ઉપરાંત દક્ષિણ, ઉત્તર ગુજરાત એવા રીજિયન છે જ્યાં સીઝનનો સરેરાશ વરસાદ ૧૦૦ ટકાથી વધુ છે. દક્ષિણ ગુજરાતમાં ૬૭ ઈંચ સાથે ૧૧૫ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં ૩૨ ઈંચ સાથે ૧૧૩ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

બીજી તરફ વરસાદનું પ્રમાણ પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૬ ટકા અને સૌરાષ્ટ્રમાં ૯૪ ટકા છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ ૧૧૦ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ડાંગમાં ૫૭, નવસારીમાં ૮૫ ઈંચ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. કુલ પાંચ તાલુકામાં સીઝનનો ૧૦૦ ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં વલસાડના કપરાડામાં ૧૫૨ ઈંચ, ધરમપુરમાં ૧૨૧ ઈંચ, વાપીમાં ૧૦૮ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.

જોકે, રાજ્યમાં હજુ કેટલાક જિલ્લા એવા પણ છે જ્યાં હજુ વરસાદ ૧૦૦ ટકાથી વધ્યો નથી. જેમાં સુરેન્દ્રનગરમાં ૧૬ ઈંચ સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ પડયો હોય તેવા જિલ્લામાં ૧૯ ઈંચ સાથે અમદાવાદનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લામાંથી માત્ર અમદાવાદ શહેરમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે સાણંદમાં માત્ર ૧૨ ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. તાલુકા પ્રમાણે જોવામાં આવે તો ૫૦ તાલુકામાં ૧૦થી ૨૦ ઈંચ જ્યારે ૧૨૮ તાલુકામાં ૨૦થી ૪૦ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના વિંછીયામાં ૯.૨૧ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત વરસાદનો ત્રીજો રાઉન્ડ વિડિયો જ રીતે શરૂઆત થઈ ચૂકી છે તેમજ ભાદરવા મહિનાની અંદર મેઘરાજાએ કડાકા ભડાકા સાથે વરસાદની ભારે મોજ બોલાવી છે. ત્યારે આગામી ત્રણ દિવસ સુધી રાજી રાજુ પણ આવો વરસાદી માહોલ યથાવત રહે તેવી આગાહી પણ કરવામાં આવી છે અને છેલ્લા બે દિવસથી અમદાવાદ અને ગાંધીનગર ની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે

ત્યારે સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાની અંદર આવેલા લીલીયા ની અંદર ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે અને અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 35 ઇંચ કરતાં પણ વધારે વરસાદી માહોલ જોવા મળ્યો છે એટલે કે લગભગ 105 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાની સાથે ગુજરાતની ઉપર તેની અસર જોવા મળી શકે છે

જેને કારણે ગુજરાતના મોટાભાગના શહેરોની અંદર કાચબીજ સાથે અતિ ધોધમાર વરસાદ પટલને લઈને મહત્વની આગાહી પણ કરવામાં આવી છે તેમજ ભારે વરસાદને લઈને પવન ફુગાવાની પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર આવેલા ગીર સોમનાથ અમરેલી ભાવનગર જૂનાગઢ દક્ષિણ ગુજરાતની અંદર આવેલા નવસારી અમદાવાદ વલસાડ અને વાપી અને નર્મદા જેવા વિસ્તારોની અંદર પણ પૂછવા ધાર વરસાદ પડી શકે છે તેને લઈને પણ મહત્વની આગાહી કરવામાં આવી છે.

બીજી બાજુ ગાંધીનગર અને અમદાવાદની અંદર પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ ખૂબ જ ભારે વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે ડાંગ ભરૂચ તાપી નર્મદા સુરત ગીર સોમનાથ અમરેલી ભાવનગર દાદરા નગર હવેલી ની અંદર પણ ખૂબ જ અતિ ધોધમાર વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે

અમદાવાદની અંદર પણ ગઈકાલે બપોરના સમયે વાતાવરણની અંદર એક અલગ પ્રકારનો પલટો આવી ગયો હતો. જેને કારણે અમદાવાદના મોટાભાગના વિસ્તારની અંદર પણ ખૂબ જ સામાન્ય વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના જીવરાજ પાર્ક પાલડી સેટેલાઈટ મણિનગર સહિતના વિસ્તારો ની અંદર પણ હતી ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *