સપ્ટેમ્બ મહિના ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ભારે વરસાદી માહોલ જામ્યો…અંબાલાલ પટેલ મોટી આગાહી

સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે જ મેઘરાજાએ એવી કેર મચાવી કે અત્યારે ચારે તરફ અમદાવાદ શહેરમાં પાણી પાણી કરી નાખ્યું છે જ્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો છે સવાર પડતાની સાથે જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા.

જ્યારે વહેલી સવારેથી જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ધીમીધારે વરસાદ પડવાનો પણ ચાલુ હતો ત્યારે અમદાવાદના જીવરાજ પાર્ક સેટેલાઈટ વેજલપુર શિવરંજની વાસણા જેવા વિસ્તારોમાં બરોબરનો વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદ વરસવાને કારણે રસ્તાઓમાં પાણીના ગરકાવ થવાના ચાલુ થઈ ગયા હતા જેને કારણે વાહન ચાલ લોકોને ખૂબ જ ભારે હાલાકી નો સામનો પણ કરવો પડ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાક સમગ્ર શહેરમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે જ્યારે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પણ આજે વહેલી સવારથી જ જોવા મળ્યો હતો અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી પણ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે બીજી બાજુ ભાવનગર વડોદરા ભરુચ આણંદ પંચમહાલ છોટાઉદેપુર જેવા વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું હતું જ્યારે સુરતના બારડોલીમાં પણ જમ્મુ ગામ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાતા નીચેવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના ચાલુ થઈ ગયા હતા.

તમને જણાવી દે તો વરસાદની સિસ્ટમ અત્યારે સક્રિય થતા દેશના મોટાભાગ ના રાજ્યમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદની નોંધણી થઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના સુરતમાં ભારે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરવાના પણ ચાલુ થઈ ગયા હતા.

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 19 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ દિયોદરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉમરપાડામાં 19 મીમી, ડાંગમાં 13 મીમી વરસાદ, સાયલામાં 13 મીમી, જંબુસરમાં 11 મીમી, ગઢડામાં 11 મીમી અને બાબરામાં 11 મીમી વરસાદ નોંધાયો છે.

બોટાદમાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ પડ્યો હતોબોટાદમાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ગઢડામાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સાળંગપુર, લાઠીદડ, હરીપર, કેરાળા, રણીયાળામાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થયું હતું.

કોસ્ટલ બેલ્ટ અને ધારી ગીરમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવીએ સિવાય જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ અને ધારી ગીરમાં પણ મેઘરાજાએ રમઝટ બોલાવી હતી. ધારીના ગોપાલગ્રામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદના ફાચરીયા, પીછડી અને લોર સહિતના ગામડાઓમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો. ઘણા લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.

અમદાવાદમાં પણ ગઇકાલે મેઘરાજા તૂટી પડ્યા હતાઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરાઇ હતી. ત્યારે ગઇકાલે અમદાવાદમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા, ઓઢવ અને બાપુનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજા તૂટી પડ્યા હતા. તો બીજી બાજુ પશ્ચિમ સાઇડ પણ આંબાવાડી, SG હાઇવે, શિવરંજની ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પણ તડામાર વરસાદ ખાબક્યો હતો.

ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાયો છેગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં સિઝનનો 859.19 મીમી વરસાદ નોંધાયો. રાજ્યના 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ પડ્યો. તો રાજ્યના માત્ર એક તાલુકામાં જ 10થી 20 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *