રવિવારે સોમવારે અને મંગળવારે ગુજરાત ઉપર ખૂબ જ મોટું સંકટ સપ્ટેમ્બર મહિનાની આ તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી વાવાઝોડું એક સાથે ત્રીપલ એટેક ના અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યા છે…
જિલ્લામાં ગઈકાલે ભારે પવન સાથે મીની વાવાઝોડુ ફુંકાતા અગાસ ગામની સીમ વિસ્તારમાં કેળાનાં થડ પડી જતા ખેડુતોને ભારે નુકશાન થયું છે,અંદાજે 50 વિધાથી વધુ જમીનમાં કેળાનાં કાંસકી સાથેનાં થડ ભોંય ભેગા થઈ ગયા છે,
ભારે પવન સાથે મીની વાવાઝોડું ફુંકાતા અગાસ અને આસપાસનાં ગામોનાં સીમ વિસ્તારમાં કેળાનાં થડ કેળાની કાંસકીઓ સાથે ભાગીને ભોંય ભેગા થઈ જતા ખેડુતોને ભારે નુકશાન થયું છે. ખેતરોમાં કેળાનો પાક તૈયાર થઈ ગયો છે અને તૈયાર કેળાની લુમો કાપવાની તૈયારી હતી ત્યારે જ ફુંકાયેલા ઝડપી પવનનાં કારણે કેળાનાં થડ ધરાસાઈ જતા ખેડુતોને ભારે નુકશાન થતા ખેડુતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ ખમૈયા કર્યા હતા. પરંતુ મેઘરાજાએ ફરીવાર રાજ્યમાં એન્ટ્રી મારી દીધી છે. એટલે કે હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અનેક જિલ્લાઓને મેઘરાજા ફરીવાર ધમરોળશે.
બંગાળમાં લો પ્રેશર થવાના કારણે રાજ્યમાં થશે ભારે વરસાદવરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં 13 તારીખના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદ થશે. એ સિવાય ડાંગ, નર્મદા અને ભરૂચને પણ મેઘરાજા ધમરોળશે. બંગાળમાં લો પ્રેશર થવાના કારણે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગઇકાલે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યોઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ગઇકાલે રાજ્યમાં અમદાવાદ, જામનગર, ભાવનગર, સુરત સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.
આગામી દિવસોમાં રાજ્યમાં પડશે ભારેથી અતિભારે વરસાદતમને જણાવી દઇએ કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર-મધ્યમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે.
દક્ષિણ ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકેમધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે એવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, મુંબઈના ભાગોમાં 10 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો