શુક્વારે અને શનિવારે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી બંગાળની ખાડી બની તોફાની આ શહેરોમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ ત્રણ ત્રણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા આવનારા ચાર દિવસ ગુજરાત માટે અતી ભારે .

ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતા જણાવ્યું હતું કે આવતીકાલ (બુધવાર)થી આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ તથા અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુરુવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બનતા વરસાદનું જોર વધશે. હવામાન વિભાગના મતે 10 અને 11 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે.

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. તો દક્ષિણ ગુજરાતના સુરત,નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 102 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

રાજ્યમાં હવામાન વિભાગે છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. અમરેલીના રાજુલા અને બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ 2 દિવસમાં પડી શકે આ પ્રકારની આગાહીને લઈ સમગ્ર જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયો હતો. આજે રાજુલા પંથકના ખેરાળી,માંડરડી,આગરિયા સહિત આસપાસના ગામડામાં વરસાદ પડતા ગામડાના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

બાબરા વિસ્તારમા પણ લાંબા વિરામ બાદ વરસાદી જાપટા પડ્યા હતા જેના કારણે અહીં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી અને સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તાર વિજપડી,છાપરી, સેંજળ આસપાસના ગામડામાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેડૂતોને આ વરસાદથી ફાયદો થવાની આશા બંધાય છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા થી સામાન્ય વરસાદ પડી શકે છે જેમાં વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથમાં સારો વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ જોવામાં આવે તો વડોદરા

છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદમાં પણ સારો વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી અને ડાંગ અને વલસાડમાં સારો વરસાદ પડવાની સંભાવના છે અને ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ફરી એકવાર આજથી લઈને આઠમી સપ્ટેમ્બર સુધી વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં 15 સપ્ટેમ્બરથી વરસાદનો સિઝન પૂર્ણ થવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે પરંતુ તે પહેલા જ એક મોટી આફતનો ખતરો પણ મંડરાઇ રહ્યો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હાલવા કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી તેમ છતાં અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી બે દિવસ

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *