શુક્વારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ મોટી આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદને લઇને મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હજુપણ આગામી બે દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા યથાવત છે.

રાજ્યમાં હાલ વરસાદી જમાવટ છે. ત્યારે આજથી નક્ષત્ર પણ બદલાયું છે. આજથી રાજ્યમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે. 13 તારીખથી શરૂ થયેલા ઉત્તર ફાલ્ગુની નક્ષત્રનું વાહન ગધેડો છે. આ નક્ષત્ર 27 તારીખ સુધી ચાલશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બાદ હસ્ત એટલે કે હાથી નક્ષત્રની શરૂઆત થશે. એટલે કે હાથિયો. નક્ષત્રમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસે છે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે જો આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો ખેડૂતોના પાકને નુકસાન થતું હોય છે એટલે કે પાક સડી જતો હોય છે. આ સાથે જ એવી કહેવત પણ છે કે જો વરસે ઓતરા તો કાઢી નાખે ચોતરા જો વરસે ઓતરા તો ધાન ન ખાય કુતરા..ફાલ્ગુની નક્ષત્રમાં વરસતો વરસાદ પાક માટે નુકસાનકારક હોય છે.

13 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર રહેશે. ત્યારે આ વર્ષે ઉતરા ફાલ્ગુની નક્ષત્રમાં વેધર મોડલ મુજબ સાર્વત્રિક વરસાદની કોઈ શક્યતા નથી. તો આ સાથે જ આગાહી મુજબ આજથી બે દિવસ સુધી વરસાદનુ જોર થોડું રહી શકે છે. જો કે ત્યારબાદ વરસાદનું જોર ઘટી જશે અને છેલ્લા દિવસોમાં ઝાપટાં સ્વરૂપે અમુક ભાગોમાં વરસાદ જોવા મળશે.

આ નક્ષત્રમાં ભુક્કા બોલાવી તેવો વરસાદ વરસતો હોય છે અને આ વરસાદ પાક માટે નુકસાનકારક હોય છે ત્યારે આ વર્ષે આ નક્ષત્રમાં ભારે અને સાર્વત્રિક વરસાદની કોઈ શક્યતા નથી. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થતી હોય છે. જોકે આ નક્ષત્ર પછી ભારે વરસાદ નક્ષત્ર તરીકે હસ્ત એટલે કે હાથી નક્ષત્રને ગણવામાં આવે છે.

કહેવાય છે કે જો હાથીડો પૂછ ફેરવે તો ભારે વરસાદ પડતો હોય છે. હાથિયામાં કડાકા ભડાકા સાથે જ વરસાદ વરસે છે. ચોમાસુ ક્યારે વિદાય લેશે તે અંગે વાત કરીએ તો ભાદરવા મહિનાના 20 દિવસ પછી ચોમાસું વિદાય લેવાની શરૂ કરતુ હોય છે. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરમાં ચોમાસું ગુજરાત કે રાજસ્થાન માંથી વિદાય લે તેવી કોઈ શક્યતા જણાતી નથી. એટલે કે હજુપણ રાજ્યમાં વરસાદ યથાવત રહેશે.

તમે જણાવી દઈએ કે ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોની અંદર અને વિસ્તારોની અંદર ખૂબ જ ભારે અને તોફાની વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેમ જ ગઈકાલે ગાંધીનગરની ખાતે રાહત કમિશનરની હાજરીમાં વેધર વોચ ગ્રુપની બેઠક પર બોલાવી લેવામાં આવી હતી. ખાસ વાત તો એ છે કે અત્યારે દિવસના દિવસે, હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા અવારનવાર વરસાદને લઈને મહત્વની આગાહી જાહેર કરવામાં આવતી હોય છે.

રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને આજે સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠકનું આયોજન થયું હતું અને તેમાં હવામાન વિભાગના મુખ્ય અધિકારી એવા ડોક્ટર મનોરામાં મોહંતી એ વરસાદને લઈને ખૂબ જ વધારે મોટી આગાહી પણ આપી હતી. ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો ની અંદર આ વર્ષે ખૂબ જ ભારે અને તોફાની વરસાદી માહોલ જોવા મળ્યો હતો

હવામાન વિભાગ ના ડાયરેક્ટર એવા મનોરમાં જી ના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સામાન્યથી લઈને ખૂબ જ ભારેથી લઈને મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે તેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ની અંદર દક્ષિણ ગુજરાતના ઘણા બધા તાલુકાની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઘણા બધા જિલ્લાઓ ની અંદર મધ્ય જોવા મળી શકે છે તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 14 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રના પોરબંદર અને જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દક્ષિણ ગુજરાત સહિતના ભરૂચ નવસારી વલસાડ સુરત તાપી ડાંગ જેવા વિસ્તારો ની અંદર ખૂબ જ ભારેથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ કરવામાં આવી છે

આજે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરો એટલે કે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ શહેરથી લઈને મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે તેવી મોટી આગાહી પણ કરવામાં આવી છે. બીજી બાજુ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થતા રાજ્યના મોટાભાગના જળાશયોની અંદર અત્યારે નવા નીર આવ્યા છે. સિંચાઈ વિભાગના અધિકારીઓએ પણ બેઠકની અંદર મહત્વપૂર્ણ વાત કરી છે

જેની અંદર સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં અત્યારે વધારો થઈ રહ્યો છે અને સમગ્ર ગુજરાત રાજ્યના બીજા 206 જેટલા જળાશયોની અંદર અત્યારે પાણીનો સંગ્રહ ભરપૂર માત્રામાં થયો છે અને મહત્વની અને ખાસ વાત તો એ છે કે, વરસાદના કારણે રાજ્યના 117 જેટલા ડેમની અંદર અત્યારે મૂકી દેવામાં આવ્યા છે અને 16 જેટલા જળાશયોને એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. 17 જેટલા જળાશયો નોર્મલ વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *