સોમવારે થી ગુરુવારે ગુજરાતમાં મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આ જિલ્લાઓમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્ય માં ફરી વરસાદી માહોલ જામ્યો છે. એવામાં ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની કરી આગાહીહવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ડાંગ, જૂનાગઢ, વલસાડ, સુરત, નવસારી, અમરેલી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં હળવુ દબાણ સક્રિય હોવાથી વરસાદ પડી શકે છે. 14 સપ્ટેમ્બર સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકામાં અતિથી ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં 14 સપ્ટેમ્બર સુધી વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી છે.

આગામી 12, 13, 14 સપ્ટેમ્બરે ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી છે. બીજી બાજુ, 13 અને 14 સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાતમાં ચાલુ સિઝનમાં પડ્યો 103.21 ટકા વરસાદ ગુજરાતમાં અત્યાર સુધીમાં ખાબકેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 103.21 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં પૂર્વ-મધ્ય ગુજરાતમાં 84.24 ટકા, દક્ષિણ ગુજરાતમાં 113.07 ટકા, કચ્છમાં 157.20 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.71 ટકા અને સૌરાષ્ટ્રમાં 91.15 ટકા વરસાદ પડ્યો છે.

શનિવારે શહેરના ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના મોટાભાગના વિસ્તારમાં 4 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો અને રાત જેવું અંધારું થઈ ગયું હતું. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ 10થી 15 કિલો મીટરના ઘેરાવમાં છવાયેલા થંડરસ્ટોર્મને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. થંડરસ્ટોર્મ જેટલા વિસ્તારમાં હોય ત્યાં વધુ વરસાદી વાદળ છવાય છે.

આ વાદળની ખાસિયત એ છે કે, તેમાં વીજળીના પ્રચંડ કડાકા સંભળાય છે અને વરસાદ પણ અસામાન્ય તીવ્રતાથી પડે છે. નિષ્ણાતોના કહેવા મુજબ વધુ વરસાદ લાવતા સીબી ક્લાઉડ પશ્ચિમના વિસ્તારો પર છવાયેલા હોવાથી આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો.

શનિવારે રચાયેલી સિસ્ટમ આ રીતે સમજોક્યુમ્યુલોનિમ્બસ ક્લાઉડ (સીબી ક્લાઉડ)ની સ્થિતિમાં મોટેભાગે થંડરસ્ટોર્મ આવતું હોય છે. આ વાદળ 20 હજાર ફૂટથી ઓછી ઊંચાઈ રચાતા હોવાથી અન્ય વરસાદી વાદળોની સરખામણીએ ધરતીથી નજીક હોય છે. વધારામાં સીબી ક્લાઉડમાં ભેજનું પ્રમાણ સૌથી વધુ હોય છે.

આ કારણે જ આ પ્રકારના વાદળ થંડર હેડ તરીકે પણ ઓળખાય છે. વાદળમાં રહેલા આયોનાઈઝ્ડ કણો એકબીજા સાથે સતત ઘર્ષણમાં આવતા હોવાથી વીજળીના કડાકા બોલે છે. અત્યંત બફારાવાળા વાતાવરણ પછી સીબી ક્લાઉડ રચાતા હોય છે અને તેમાંથી સામાન્ય વાદળ કરતાં વધુ તીવ્રતાથી પાણીથી વરસે છે. આ પ્રકારના વાદળનો ઘેરાવો 10થી 15 કિલોમીટર સુધીનો હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *