10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી 11 તારીખના રોજ રાજ્યના આ ભાગમાં પડશે ખૂબ જ ભારે તોફાની વરસાદ 12ઓક્ટોબર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એક દ્રષ્ટિએ જોઇએ તો ચોમાસાએ વિદાય લઇ લીધી હોવા છતાં રાજ્યમાં મેઘરાજાએ ફરી રિએન્ટ્રી કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં આગામી 48 કલાક સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 48 કલાક સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ભાવનગર, સુરત, ભરૂચ, ડાંગ અને વલસાડમાં વરસાદ વરસશે. જ્યારે નવસારી અને વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આવતી કાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશેવધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, ‘આવતી કાલે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડશે. આવતી કાલ બાદ ગરમીના પ્રમાણમાં પણ વધારો થઈ શકે છે.’ તમને જણાવી દઇએ કે, આજે પણ હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

આજે પણ સુરત, ભરૂચ, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યોઆજે રાજ્યમાં સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. શહેરના વરાછા, સરથાણા અને કાપોદ્રા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા રાહદારીઓ તેમજ વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભરૂચ અને અંકલેશ્વરમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હતો. ભરૂચના શક્તિનાથ, પાંચબત્તી, સેવાશ્રમ રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં આજે વરસાદ થયો હતો. અંકલેશ્વરના વાલિયા ચોકડી અને ભડકોદ્રામાં વરસાદનું આગમન થયું હતું.

વડોદરા જિલ્લાના ત્રણ તાલુકામાં આજે વરસાદ વરસ્યોવધુમાં વડોદરા જિલ્લાના ત્રણ તાલુકામાં પણ 24 કલાકમાં આજે વરસાદ વરસ્યો હતો. જેમાં કરજણ, વાઘોડીયા અને ડેસરમાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબકતા ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે. છેલ્લા બે દિવસથી અહીં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી વડોદરા શહેર અને જિલ્લામાં છુટ્ટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. આજે પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે.

ખેડા જિલ્લામાં ભારે વરસાદથી પાકને નુકસાનબીજી બાજુ ખેડા જિલ્લામાં ભારે વરસાદથી ડાંગર, તમાકુ અને કપાસ જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. વાવણીની મજૂરી અને બિયારણના પણ રૂપિયા ન નીકળે તેવી સ્થિતિ અહીં સર્જાઇ છે. ત્યારે જિલ્લામાં સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવા માટેની ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

ઓક્ટોબરનું શરૂઆતનું અઠવાડિયું પત્યા પછી પણ ઉત્તર ભારતમાં ચોમાસુ વરસી રહ્યું છે. નોરુ ચક્રવાતને કારણે તે આખો મહિનો ચાલે તેવી શક્યતા છે. આ વરસાદને કારણે દિલ્હી NCR અને ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં વરસાદ વરસી શકે છે.

દિલ્હીમાં 24 કલાકમાં ધોધમાર વરસાદદિલ્હીમાં શનિવારથી વરસાદ વરસવાનું ચાલું છે. હવામાન વિભાગ અનુસાર કાલથી લઈ આજ સવાર સુધી સફદરગંજ, લોધી રોડ અને આયાનગરમાં અનુક્રમે 74.3 મીમી, 87.2 મીમી અને 85.2 મીમી વરસાદ નોંધાયો છે.

દિલ્હીમાં પારો ગગડ્યોદિલ્હી-NCRમાં શુક્રવાર સાંજથી શરૂ થયેલો વરસાદ સતત ચાલુ છે. સતત વરસાદને કારણે રસ્તાઓમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. હવામાન વિભાગે આજે યલો એલર્ટ આપ્યું છે. રાજધાનીમાં ગઈકાલે વરસાદને કારણે દિવસનો પારો સામાન્ય કરતા 10 ડિગ્રી સેલ્સિયસ નીચે ઘટીને 23.4 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો હતો. 

આ છેલ્લા 12 વર્ષમાં સૌથી નીચો રેકોર્ડ છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, 2011થી લઈ આજ દિવસ સુધી આટલો પારો ક્યારેય ગગડ્યો નથી. વર્ષ 2011માં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ દિલ્હીમાં શુક્રવાર સવારથી શનિવાર સાંજ સુધીમાં 55.4 મીમી વરસાદ નોંધાયો છે.

યુપીના ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિભારે વરસાદને કારણે શ્રાવસ્તી અને બલરામપુર જિલ્લામાં ઓવરફ્લો થતી રાપ્તી નદી તબાહી મચાવી રહી છે. આ બંને જિલ્લાઓ તેમજ બહરાઈચમાં સરયૂના વહેતા પાણીએ અત્યાર સુધીમાં 607 ગામોને ઘેરી લીધા છે. આ દરમિયાન શ્રાવસ્તીમાં ચાર લોકોના મોત થયા હતા અને શનિવારે બહરાઈચમાં ત્રણ લોકો પૂરના પાણીમાં ડૂબી ગયા હતા.

આ રાજ્યોમાં ત્રણ-ચાર દિવસ વરસાદની આગાહીહવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા, પુડુચેરી, નાગાલેન્ડ, અસમ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા સહિત અનેક રાજ્યમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

યુપીના 49 જિલ્લામાં વરસાદનું એલર્ટયુપીના અનેક જિલ્લામાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશમાં 2 દિવસ સુધી વરસાદની સંભાવના રહેલી છે. હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. યુપી હવામાન વિભાગ અનુસાર, 12 ઓક્ટોબર સુધી 49 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ થઈ શકે છે. ગોંડા, બલરામપુર, સિદ્ધાર્થ નગર, બહરાઈચ, બસ્તી, મહારાજગંજ, બારાબંકીમાં ભારે વરસાદ થઈ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *