આજે સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો સોનુ 6000રૂપિયા થયું સસ્તું 4 અઠવાડિયાની તેજી બાદ આટલું સસ્તુ થયું સોનું જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

એ તો આજે શરદપૂર્ણિમાનો ખૂબ જ ધાર્મિક તહેવાર છે ને આ દિવસે સોનું ચાંદી કે ઘરેણા ખરીદવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્યારે મિત્રો સોનાના ભાવ ની આજરોજ વાત કરવામાં આવે તો 24 કેરેટ સોનાનો ભાવ 51765 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદી 60800 પ્રતિ કિલો ઉપર વેચાઈ રહ્યું છે. 2020 ની સર્વોકાલીન ઉચ્ચ સપાટીથી પણ હજુ સોનુ લગભગ 4300 રૂપિયા અને ચાંદી 19000 જેટલું સસ્તું વેચાઈ રહ્યું છે.

નોંધનીય છે કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયાને કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા રજાઓ સિવાય શનિવાર અને રવિવારે ભાવ જાહેર કરતું નથી ત્યારે બીજી તરફ ચાંદી 178 રૂપિયા મોંઘી થયેલી અને હાલમાં 60848 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી જ્યારે ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદી 364 રૂપિયા પ્રતિ કિલોએ સસ્તી થઈ હતી અને 60670 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

સોનુ અત્યારે તેની ઓલ ટાઈમ હાઈ રેટ કરતા મિત્રો 4362 રૂપિયા પ્રતીક 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે જ્યારે આપને જણાવી દઈએ કે જે સમયે 2022 માં સોનુ તેની સર્વ કાલીન ઉચ્ચ સપાટી પર પહોંચ્યું હતું ત્યારે સોનુ 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું અને ત્યારે ચાંદી 79980 રૂપિયા પ્રતિ કિલો હતું જે હાલમાં 19132 રૂપિયા સસ્તુ વેચાઈ રહ્યું છે.

ઘરે બેઠા બેઠા સોના ચાંદીના ભાવ જાણવા માટે 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે. આ નંબર પર મિસ કોલ કરવાથી તમારા મોબાઇલમાં એક એસ.એમ.એસ આવશે અને તેમાં સોના-ચાંદીના નવા ભાવો તમે જાણી શકશો. આ ઉપરાંત સોના ચાંદીના ભાવ જાણવા માટેની એક વેબસાઇટ https://www.goodreturns.in/ છે જેમાં લોગીન કરીને તમે તાજેતરના સોના ચાંદીના ભાવ જાણી શકશો.

આપણે જણાવી દઈએ કે ISO દ્વારા હોલમાર્ક આપવામાં આવતા હોય છે. સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્કનો ઉપયોગ થતો હોય છે. મોટેભાગે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી અશક્ય હોય છે જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટમાં જ સોનાનું વેચાણ કરતા હોય છે. 22 કેરેટ સોનાંમાં તાંબુ, ચાંદી અને જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરવામાં આવતું હોય છે.

ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થવાને કારણે ઈન્ફ્લેશનની પરિસ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે સતત બીજા સપ્તાહે સોનાની કિંમતમાં વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 51,999 જોવા મળી છે. ગત શુક્રવારે આ સોનાની કિંમત રૂ. 50,027 હતી. જેથી એક સપ્તાહમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમતમાં રૂ.1,972 વધારો થયો છે. ડોલર અનુસાર, સોનાની કિંમત જોવામાં આવે તો આ સપ્તાહે પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 1,693 ડોલર નોંધવામાં આવી છે. ગયા શુક્રવારે પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 1,660 ડોલર નોંધવામાં આવી હતી, જેથી એક સપ્તાહમાં 33 ડોલરનો વધારો થયો છે.

કોમોડિટી બજારના નિષ્ણાંતો અનુસાર ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો આવવાને કારણે સોનાની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. તેમણે જણાવ્યું કે, ગયા સપ્તાહે કાચા તેલની કિંમતમાં 12 ટકાનો વધારો જોવા મળ્યા છે, જેના કારણે વૈશ્વિક મંદી આવી શકે છે. સોનાની કિંમત 1,780 ડોલર થવાની સંભાવના છે તથા MCX પર પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 53,000 સુધી પહોંચી શકે છે. MCX પર સોનાની કિંમત રૂ. 51,200થી રૂ. 51,000ના સ્તર સુધી પહોંચે તો તેની ખરીદી કરી શકાય છે.

રેલિગર બ્રોકિંગના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચના વાઈસ પ્રેસિડેન્ટ સુગંધા સચદેવાએ સોનાની કિંમતમાં વધારો થવાના કારણો અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, સતત બીજા સપ્તાહે સોનાની કિંમતમાં 3.54 ટકાનો વધારો થયો છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં 12 ટકાનો વધારો થયો, જેના કારણે મંદીની આશંકા વર્તાવા લાગી, જેના કારણે સોનાની કિંમતમાં ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 1,740 ડોલર જોવા મળી છે. ડોમેસ્ટીક માર્કેટમાં પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 52,100 જોવા મળી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ફેડ અધિકારીઓના નિવેદન અનુસાર ફેડ પોતાના વધુ કડકાઈભર્યા નિયમો લાગુ કરે તેવું લાગતું નથી. સપ્ટેમ્બર અનુસાર US જોબના રિપોર્ટે ફરીએકવાર ડોલર ઈન્ડેક્ષ પર વધુ ભાર મૂક્યો છે. અમેરિકી અર્થવ્યવસ્થાએ 2,50,000 નોકરીની સરખામણીએ વધુ 2,63,000 નોકરીઓનો ઉમેરો કર્યો છે. ઓગસ્ટમાં બેરોજગારીનો દર 3.7 ટકાથી ઓછો થઈને 3.5 ટકા થઈ ગયો છે.
US જોબ ડેટાની US ફેડ દરની વૃદ્ધિ પર અસર

પ્રભુદાસ લીલાધરમાં અર્થશાસ્ત્રી અને ક્વાંટ એનાલિસ્ટ ઋતિકા છાબરાએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, US જોબ ડેટાની સોનાની કિંમત પર અસર થશે. તેમણે જણાવ્યું કે, ‘સપ્ટેમ્બરમાં અમેરિકામાં બિન કૃષિ પેરોલ 2,63,000 સુધી વધી ગયો છે, જે બજારની અપેક્ષા કરતા 2,55,000થી વધુ છે. બેરોજગારી દર 3.7 ટકાથી ઘટીને 3.5 ટકા થઈ ગયો છે. વિશેષરૂપે હોસ્પિટાલિટી, આરોગ્ય, શ્રમ ક્ષેત્રમાં નોકરીની તક વધી રહી છે. ફેડને આ રિપોર્ટ પસંદ આવી રહ્યો નથી. શ્રમ બજારમાં આપવામાં આવતી શ્રમ કિંમતને અવોઈડ કરવા અને શ્રમ ક્ષેત્રે મંદી ન આવે તે માટે ઉચ્ચ વેતનની માંગણી કરે છે. બજાર 2 નવેમ્બરથી FOMCની આગામી બેઠકમાં 75 bpsની વૃદ્ધિ કરી રહ્યા છે.’

સોનાની કિંમતમાં આઉટલુકIIFL સિક્યોરિટીઝના રિસર્ચ અનુજ ગુપ્તાએ US જોબ ડેટા અપબીટ થયા બાદ સોનાની કિંમતમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, સોનાની કિંમતો લગભગ એક મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. ફેડ વ્યાજ દરમાં વૃદ્ધિ કરવાનો અને ઈન્ફ્લેશનને નિયંત્રણમાં રાખવાનો નિર્ણય કરી શકે છે. આ કારણોસર આગામી સપ્તાહની શરૂઆતમાં સોનાની કિંમતમાં વધારો થતા નફો થઈ શકે છે. દીવાળી 2022 સુધીમાં સોનાની કિંમત 1,760 ડોલર અથવા 1,780 ડોલર થઈ શકે છે. MCX પર પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 53,000 સુધી પહોંચી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *