આજે સોના-ચાંદી ના ભાવમાં મોટો ઘટાડો જાણો આજના સોના-ચાંદીના કેટલે પહોંચ્યા ભાવ સોના-ચાંદીની કિંમતમાં થયો આટલો ઘટાડો

હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે તેવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો થયો છે જેને કારણે સોનું અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે સોના અને સાંદીના ભાવ ઓલ ટાઈમ હાય કરતા નીચલી સપાટીએ પહોંચ્યા છે જેના કારણે સોનુ અને ચાંદી ખરીદતા ગ્રાહકો માટે આ એક શુભ સમાચાર ગણી શકાય. ચોના અને સાંદીની ખરીદી માટે આનાથી સારામાં સારો મૂકો પછી ક્યારેય નહીં મળે.

વૈશ્વિક બજારમાં સોનાની કિંમત પર એક અઠવાડિયાથી ઓલ ટાઈમ હાઇ રેટ રહ્યો હતો તેની સાથે ભારતમાં પણ તહેવારોની સિઝન શરૂ થતા સ્થાનિક બજારોમાં સોના અને ચાંદીના ઉડતી માંગ અને કારણે કેટલાક દિવસોથી ભારે તેજી જોવા મળી હતી પરંતુ આ જ વહેલી સવારથી જ સોનાના ભાવમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાના ભાવ 52,000 ની નીચલી સપાટીએ ચાલી રહ્યો છે તો આ સાથે ચાંદીના ભાવ પણ 60,000 ની નીચેની સપાટીએ પહોંચી ગયો છે.

આજ સવારથી જ એમસીએક્સ પર સોનું 1.03% ના ઘટાડા સાથે ફરી એકવાર પોતાની નિસલી સપાટીએ પહોંચી ગયું છે તમને જણાવી દઈએ કે એમસીએક્સ પર સોનાની હાલની કિંમત 51,424 રૂપિયા પ્રતિ ગ્રામ લેખે ચાલી રહી છે તો બીજી તરફ ચાંદીના ભાવની વાત કરીએ તો આજે સવારથી જ એમસીએક્સ પર ચાંદી 2.36% ના ઘટાડા સાથે 59352 રૂપિયા પ્રતિ કિલોગ્રામે ચાલી થઈ રહ્યું છે.

તહેવારોની સીઝનમાં સોનાની ખરીદી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોનાનો ભાવ આજે ઘટીને 51000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. યુએસ જોબ ડેટાના રિપોર્ટ બાદ મજબૂત અમેરિકી ડોલરે સોના પર દબાવ બનાવ્યો. તો આંતરરાષ્ટ્રીય દરોમાં નબળા વલણને જોતા આજે ભારતીય બજારોમાં સોનાની કિંમતમાં ઘટાડો થયો છે.

એમસીએક્સ (MCX) પર સોનું 1.3 ટકા કે લગભગ 700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી 51,329 પ્રતિ 10 ગ્રામ થઈ ગયું, જે લગભગ 3 મહિના બાદ એક દિવસમાં સૌથી મોટો ઘટાડો છે. એમસીએક્સ પર ચાંદી 1500 કે 2.5 ટકાના ઘટાડા સાથે 16.82 ડોલર પ્રતિ ઔંસ હતી. ફેડ દ્વારા અમેરિકી ડોલરમાં વધારા બાદ નવો દાંવ લગાવવામાં આવ્યો, જેનાથી ડોલર ઇન્ડેક્સ 0.2 ટકા વધ્યો. તો હાજર ચાંદી એક સર્તાહમાં નિચલા સ્તર પર પહોંચ્યા બાદ 1.8 ટકા તૂટી 19.74 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ હતી.

ત્રણ મહિનાનો સૌથી મોટો ઘટાડોપાછલા શુક્રવારે જાહેર આંકડાથી જાણવા મળે છે કે અમેરિકી નોકરીઓના દરમાં વૃદ્ધિ સપ્ટેમ્બરમાં સામાન્ય જોવા મળી છે, પરંતુ બેરોજગારી દરમાં ઘટાડો થયો છે. વ્યાપારીઓને આગામી મહિને ફેડ બેઠકમાં વ્યાજ દરોમાં 75 પોઈન્ટના વધારાની આશા છે.

વેપારીઓ આ સપ્તાહના અંતમાં જાહેર થનારા અમેરિકાના ફુગાવાના આંકડા પર ધ્યાન કેન્દ્રીત કરશે. બુલિયન બજાર નેગેટિવ થઈ ગયું છે, કારણ કે આશાથી વધુ મજબૂત અમેરિકી શ્રમ બજારના આંકડા બાદ સોનાએ 1700 ડોલર પ્રતિ ઔંસનો સપોર્ટ હાસિલ કર્યો છે. યુએસ બ્યૂરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સે શુક્રવારે કહ્યું કે સપ્ટેમ્બરમાં લગભગ 248,000 ની આશા પ્રમાણે 263,000 નોકરીઓ આપવામાં આવી છે. બેરોજગારી દર ઘટીને 3.5 ટકા થઈ ગયો જે ઓગસ્ટમાં 3.7 ટકા હતો.

સપોર્ટ લેવલ શું છેસોનાને $1682-1670 પર સપોર્ટ છે, જ્યારે પ્રતિકાર $1708-1716 પર છે. ચાંદીને $19.65-19.48 પર સપોર્ટ છે, જ્યારે પ્રતિકાર $20.17-20.35 પર છે. રૂપિયાના સંદર્ભમાં, સોનાને રૂ. 51,620-51,440 પર સપોર્ટ છે, જ્યારે પ્રતિકાર રૂ. 52,210 થી રૂ. 52,350 પર છે. ચાંદીને 60,050 થી 59,340 પર સપોર્ટ છે, જ્યારે પ્રતિકાર 61,280-61,610 પર છે. યુએસ મોનેટરી પોલિસીને કડક બનાવ્યા બાદથી આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં $350 થી વધુનો ઘટાડો થયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *