વિરાટની ઘડિયાળ પર સૌની નજર અટકી, આટલી કિંમતમાં તમે ફ્લેટ ખરીદી શકશો ઘડિયાળની કિંમત જાણીને રહી જશો દંગ

ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે વહેલી સવારે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) એ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ રાહુલ દ્રવિડ અને અન્ય પ્લેયર્સ નજર આવી રહ્યાં છે. ધુરંધર ઓપનર રોહિત શર્માની કેપ્ટનશીપવાળી આ ટીમ પાસેથી અનેક આશાઓ છે. ગત મેચમાં ભારતે વર્ષ 2007 માં ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. જીતના લક્ષ્યાંક સાથે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના મેદાનમાં ઉતરશે.

વિરાટ કોહલીએ શેર કરી તસવીરટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ધુરંધર બેટ્સમેન વિરાટ કોલહીએ ઓસ્ટ્રેલિયા જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર સાથી પ્લેયર્સ સાથેની એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં તેમની સાથે યજુવેન્દ્ર ચહલ અને પેસર હર્ષલ પટેલ નજર આવી રહ્યાં છે. વિરાટે કેપ્શનમાં લખ્યું કે, ઓસ્ટ્રેલિયા માટે જવા રવાના. આવનારા દિવસો શાનદાર હશે. તેની સાથે જ ચહલ અને હર્ષલને પણ ટેગ કર્યાં છે.

વિરાટની ઘડિયાળ તો જુઓવિરાટ કોહલીની આ તસવીરમાં તેમની ઘડિયાળ પણ નજર આવી રહી છે. તેના પર અનેક ફેન્સની નજર અટકી ગઈ હતી. લોકોએ તેની કિંમત પણ માલૂમ કરવાનો પ્રયાસ કર્યો. જેમાં જાણવા મળ્યું કે, આ રોલેક્સ કંપનીની ઘડિયા છે.

 રોલેક્સની સાઈટ પરથી માલૂમ પડ્યું કે, આ મોડલ Dayton છે, જેની કિંમત 28 લાખ રૂપિયા છે. એટલુ જ નહિ, આ મોડલને પોતાના ઈચ્છા મુજબ બનાવી શકાય છે. વિરાટે જે મોડલ પહેર્યું છે, તે ગોલ્ડન પ્લેટેડ છે. વિરાટને મોંઘીદાટ ઘડિયાળોનો શોખ છે. તેમની પાસે અનેક ઘડિયાળનું કલેક્શન છે.

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પોતાની શાનદાર બેટિંગ માટે દુનિયાભરમાં જાણીતો તો છે જ. સાથે જ એ પોતાના સ્ટાઇલિશ લૂક અને જોરદાર ડ્રેસિંગ અંદાજ માટે ચર્ચામાં રહે છે. હાલ વિરાટ કોહલી પોતાની મોંઘી ઘડિયાળના કારણે ચર્ચામાં છે. વિન્ડીઝ પ્રવાસથી જ્યારે ટીમ ઇન્ડિયા પરત આવી રહી ત્યારે એરપોર્ટ પર કોહલી પત્ની અનુષ્કા શર્માની સાથે નજરે આવશે. હવે બંનેનો એરપોર્ટ પર એક સાથે ફોટો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ ફોટામાં વિરાટના હાછ પર જે ઘડીયાળ જોવા મળી રહી છે એ ખૂબ જ મોંધી છે.

વિરાટે જે ઘડીયાળ હાથ પર પહેરી છે એની કિંમત જાણીને તમે દંગ રહી જશો. કિંમત પહેલા ચલો તમને જણાવીએ કે આ ઘડીયાળમાં એવું તો શું છે જેને પહેર્યા બાદ વિરાટ ચર્ચામાં છે. આ ઘડીયાળમાં સારા ફીચર્સ તો છે જ. સાથે જ એમાં સોનું, હીરા અને નીલમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાબતોને લીધે ઘડીયાળ વધારે આકર્ષક અને મોંઘી છે.

વિરાટ માત્ર ઘડીયાળ જ નહીં કપડા, જૂતાં અને કારનો પણ શોખીન છે અને એની પાસે એક-એકથી ચઢીયાતી કાર છે. વિરાટે જે ઘડીયાળ પહેરી છે એની કિંમત 69 લાખ 12 હજાર રૂપિયા છે. ફોર્બ્સ પ્રમાણે 29 વર્ષનો વિરાટ કોહલી વર્ષ 2018માં કુલ 24 મિલિયન ડૉલર એટલે લગભગ 160 કરોડથી વધારે (1,60,93,20,000) ની કમાણી કરી. જેમાં એને 4 મિલિયન ડૉલર (લગભગ 27 કરોડ રૂપિયા) સેલેરીથી, તો 20 મિલિયન ડૉલર (લગભગ 134 કરોડ રૂપિયા) એનડોર્સમેન્ટ દ્વારા કમાયા છે. આ આંકડો 2018નો છે.

તમને જણાવી દઇએ કે વિરાટ મોંઘી ઘડીયાળ પહેરવાની સાથે પોતાની ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન આપે છે. એ એવિયના કંપનીનું પાણી પીવે છે. જેની કિંમત 600 રૂપિયા પ્રતિ લીટર છે અને એ ફ્રાંસથી પોતાના માટે મંગાવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *