જાણો માં ખોડિયાર નો ઇતિહાસ અને પરચા મેળવો માં ખોડિયાર ના આશીર્વાદમાનતા હોય તો કોમેન્ટ કરો જય માં ખોડિયાર

21 લાખથી વધુ લોકોએ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, ભક્તિ દ્વારા પાટીદાર સમાજે પોતાની એકતા શક્તિનું પ્રદર્શન કર્યું હતું. જણાવી દઈએ કે આ પ્રકારે શક્તિકેન્દ્ર સ્થાપવા માટે હૉસ્પિટલ, હોસ્ટેલ, સરકારી નોકરીના તાલીમકેન્દ્ર, વિશ્રામગૃહ વગેરે જેવા વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવી, પરંતુ આ પ્રકારથી સમાજને સંગઠિત કરી શકાય કે કેમ તે અંગે શંકાકુશંકાઓના અંતે ખોડલધામના નિર્માણ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો. ખોડલધામ લેઉઆ પાટીદારોની બહુમતીવાળા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું છે. આવામાં રાજકારણ ક્ષેત્રે આર્થિક અને સામાજિક દૃષ્ટિએ પણ તે ખૂબ જ મહત્વનું છે.

ખોંડલધામનું રાજકારણમાં શું છે મહત્વ

ગુજરાતના રાજકારણમાં મંદિરોનું મહત્ત્વ રહ્યું છે, પરંતુ તે ચૂંટણીપરિણામોને કેટલી હદે અસર કરી શકે છે, તે એક ચર્ચાનો મુદ્દો રહ્યો છે. છેલ્લા લગભગ ત્રણ દાયકાથી ભાજપના ઉદયની સાથે ગુજરાતના રાજકારણમાં મંદિરોનું મહત્ત્વ વધ્યું છે. એવામાં જો વાત કરીએ તો ગુજરાતમાં પાટીદારોની વસ્તી મુખ્યત્વે કડવા અને લેઉઆ એમ બે સમાજમાં વહેંચાયેલી છે. ચૂંટણી કે અન્ય રાજકીય બાબતોમાં આ પાટીદાર સમુદાય ગુજરાતની 182માંથી 70 જેટલી બેઠક ઉપર અસર કરી શકે છે. આ બાબત ચૂંટણીમાં ઉભા રહેતા દરેક પક્ષને પણ સારી રીતે ખબર છે. ખોડલધામ ટ્રસ્ટ પાટીદાર વોટ બેન્કને આકર્ષવા માટે મુખ્ય પાયો ગણી શકાય છે.

જ્યારે 2002માં કેશુભાઈ પટેલને સત્તા પરથી હટાવીને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમ્યાન ગુજરાતની સત્તા બનાવવા અને બગાડવામાં લેઉઆ પાટીદારોની સરખામણીએ કડવા પાટીદારોનો હિસ્સો વધુ હતો. આવામાં સમાજમાં પણ નેતૃત્વ અને શક્તિકેન્દ્રની તાતી જરિયીત વર્તાઈ.

આ જરૂરિયાતના પગલે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નજીકના ગણાતા અને સમાજના યુવા નેતા નરેશ પેટેલ દ્વારા બિનરાજકીય સામાજીક સંગઠન ખોડલધામ ટ્રસ્ટની રચના કરવાનું બીડુ ઝડપવામાં આવ્યું અને આજે નરેશ પટેલ લેઉઆ પાટીદાર સમાજમાં એક ખૂબ જ જાણીતું નામ છે. સાથે જ લેઉઆ પાટીદારના કરદેવી (કૂળદેવી નહીં) ખોડિયાર માતાના મંદિર ખોડલધામના સ્થાપક ટ્રસ્ટી અને ચૅરમૅન પણ છે. એવામાં ખોડલધામ ટ્રસ્ટ અને નરેશ પટેલ આવનારી વિધાનસભા ચૂંટણીમાં કેવો પ્રભાવ પાડશે તે વિશે એક ચર્ચા કરીશું.

આપણે સૌ જાણીએ છીએ કે ઉંઝામાં આવેલું પાટીદારોની કુળદેવી ઉમિયાધામ પાટીદારોની આસ્થાનું કેન્દ્ર છે. જેમ ઉમિયા માતા પાટીદારોના કૂળદેવી છે તેવી જ રીતે ખોડલ માં પણ પાટીદારોના કરદેવી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010ના રોજ થઈ હતી. લેઉવા પાટીદાર સમાજનું સંગઠન વધુ મજબૂત થાય અને આ સંગઠન થકી સર્વ સમાજનો સર્વાંગી ઉત્કર્ષ થાય, એકની શક્તિ અન્યને પણ કામ લાગે અને રાષ્ટ્ર કલ્યાણની ભાવના સાથે તેની સ્થાપનાનો વિચાર કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે 21 જાન્યુઆરી, 2011ના રોજ ખોડલધામ મંદિરના પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો હતો અને 21 જાન્યુઆરી, 2012ના રોજ ખોડલધામની શિલાપૂજન વિધિ કરવામાં આવી હતી.

આ અંતર્ગત ગત વર્ષે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કાગવડ ખોડલધામમની મુલાકાતે પહોંચ્યા અને સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યો વિશે તેમણે વાત કરી હતી. સત્તામાં બેઠેલી ભાજપ સિવાય પણ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ તરફથી કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલ અને ગુજરાતમાં પોતાનો પગપેસારો કરવા માંગતી આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ખોડલધામની મુલાકાતે આવી ચૂક્યાં છે.

એવામાં સ્પષ્ટ થઈ જાય છે કે ખોડલધામનું ગુજરાતના રાજકારણમાં કેટલુ મહત્વ છે. જો કે કેટલાક રાજકીય વિશ્લેષકોનુ માનવું છે કે રાજકારણમાં ધર્મના વચ્ચે લાવી તેનો ફાયદો ઉઠાવી સત્તા જાળવવા અને તેના માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. છતા પણ આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં આવ પ્રકારના રાજકારણ જોવા મળતા જ હોય છે.

ખોડલધામ ટ્રસ્ટ અને રાજકારણ

ખોડલધામ ટ્રસ્ટ એ લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે. જે વખતે આ ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે ટ્રસ્ટનું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. આ નક્કી કરવામાં આવેલા બંધારણ અનુસાર ટ્રસ્ટમાં સામેલ વ્યક્તિ જો કોઇ ચૂંટણી લડે અથવા તો રાજકીય પક્ષ સાથે જોડાય તો તેમણે ટ્રસ્ટમાંથી રાજીનામું આપવું પડશે. ભૂતકાળની વાત કરીએ તો ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના સમયના બંધારણને માન આપીને ટ્રસ્ટમાંથી ત્રણ ટ્રસ્ટીએ વર્ષ 2017માં રાજીનામાં આપ્યા હતા.

વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર દિનેશ ચોવટિયા, રવિ આંબલિયા અને મિતુલ દોંગાએ ટ્રસ્ટમાંથી રાજીનામું આપીને ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. જો કે હાલ એવી અટકળો પૂરવેગે ચાલી રહી છે, જ્યાં કહેવામાં આવી રહ્યું છે કે ખાડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસ સાથે જોડાવા જઈ રહ્યાં છે. આ પરિસ્થિતીને જોતા લોકો અને ખોડલધામ ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોના મનમાંએ વાત ખટકી રહી હતી કે જો આવું થાય છે તો નરેશ પટેલ દ્વારા ખોડલધામ ટ્રસ્ટના બંધારણનું અપમાન થશે. જો કે નરેશ પટેલ દ્વારા એ વાતની સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે પદ છોડવા કે પદ પર યથાવત રહેવા અંગેનો સંપૂર્ણ નિર્ણય ટ્રસ્ટને આધિન રહેશે. તેમના દ્વારા જે પણ નિર્ણય કરવામાં આવશે તે માન્ય રહેશે.

ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આ સામાજિક પ્રવૃતિઓ

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પાટીદાર ને અનેય સમાજ માટે પણ સામાજિક ધોરણે પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ અતંર્ગત ટ્રસ્ટ દ્વારા શૈક્ષણક પ્રવૃતિઓ અને સ્વાસ્થને લગતી સેવાઓ આપવામાં આવે છે. ખોડલધામ ટ્ર્સેટ દ્વારા રાજકોટ ખાતે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના નવા બિલ્ડિંગનુ ભૂમી પૂજન કરવામાં આવ્યું હતું. જ્યાં સર્વે સમાજના હિતાર્થે શિક્ષણ, ફિઝિયોથેરાપી, આરોગ્યલક્ષી સુવિધાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ જેવી સુવિધાઓ આપવામાં આવશે. આ સિવાય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહતકીટ અને અનાજ કીટનું વિતરણ, પાટીદાર સમૂહ લગ્નનુ આયોજન, કોરોના મહામારીના સમય દરમ્યાન રાશન કીટનુ વિતરણ જેવા અન્ય સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે.

આ રાજકીય નેતાઓના છે ટ્રસ્ટ સાથે સંબંધ

હાલ પાટીદાર સમાજના ઘણા જાણીતા ચહેરા ખોડલધામ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. જો કે ઉમિયાધામ અને ખોડલધામ ટ્રસ્ટનું નામ પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલને તેમના દ્વારા આપવામાં આવેલા સમર્થન સમયે સામે આવ્યું હતું. હાલ હાર્દિક પટેલ એવું નામ છે, જે પાટીદાર હોવાને કારણે ટ્રસ્ટ સાથે સીધું જ જોડાયેલુ છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો ખાડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં આવવાના ધમધમાટ ચાલી રહ્યા છે. જો એવું થાય છે તો તેમનુ નામ પણ આ લિસ્ટમાં સામેલ થઈ શકે છે. આ સાથે ગુજરાતના રાજકારણ સાતે જોડાયેલા ઘણા નેતાઓ પ્રચાર કે અન્ય કારણોસર ખોડલધામની અવારનવાર મુલાકાત લેતા જ રહે છે.

નરેશ પટેલ, ખોડલધામ ટ્રસ્ટ અને રાજકારણ

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશવા અંગે અટકળો તેજ બની રહી છે. એવામાં તમામ દ્વારા કરવામાં આવતા પ્રશ્નો અને જાત જાતની ધારણાઓ વચ્ચે થોડા સમય પહેલા જ નરેશ પટેલે કહ્યું હતું કે, ‘મારે ઉતાવળે નિર્ણય નથી લેવો તેથી વાર લાગી રહી છે. પરંતુ 15 મે પહેલાં હું નિર્ણય જાહેર કરી દઈશ. મને પણ ખબર છે કે સમાજના લોકો મારા નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
Gujarat election 2022: શું 30 વર્ષનો રાજકીય અનુભવ ધરાવતા નીતિન પટેલની કારકિર્દી પર પૂર્ણ વિરામ લાગી થઈ જશે?

આ નિવેદન બાદ તેમના રાજકારણમાં જોડાવાને લઈને માહોલ વધુ તેજ બન્યો છે.’ થોડા સમય પહેલા હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં એક પત્ર લખીને નરેશ પટેલને રાજકારણમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. ત્યારે હાર્દિક પટેલને જવાબ આપતા તેમણે કહ્યુ હતું કે, તેઓ આ વિશે યોગ્ય સમયે નિર્ણય લેશે.

જણાવી દઈએ કે એપ્રિલ માસમાં ખોડલધામમાં પ્રથમ બે તબક્કામાં મળેલી બેઠકમાં નરેશ પટેલની રાજકારણ પ્રવેશને લઈને ચર્ચા કરવામાં આવી હતી, આ બેઠકમાં ગુજરાતનાં તમામ શહેરોમાંથી મહિલા અને પુરુષ કન્વીનરો હાજર રહ્યા હતા. તેમજ ગુજરાતના તમામ કન્વીનરોએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ એવો સૂર આપ્યો હતો. આથી કન્વીનરોની બેઠક બાદ નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.

નરેશ પટેલ સાથે ધારાસભ્ય પ્રતાપ દુધાત, લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ દિલ્હી પહોંચ્યા હતા. નરેશ પટેલ અને કોંગ્રેસના 4 MLA એ કે. સી વેણુગોપાલ સાથે બેઠક કરી હતી. બેઠકમાં રણનીતિકાર પ્રશાંત કિશોર પણ સામેલ હતા. તેથી હવે કહી શકાય કે નરેશ પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાય તો નવાઈ નહીં. હવે જોવાનુ એ રહેશે આ તમામ ચર્ચા અને વાટાઘાટો બાદ જો નરેશ પટેલ રાજકારણમાં જોડાય છે તો તે કયા પક્ષને પસંદ કરશે તે જોવું રહ્યું.

નરેશ પટેલનું રાજકારણ અને વિવાદ

નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇને હવે ખોડલધામમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. ટ્રસ્ટી રમેશ ટીલાળાએ આપેલા નિવેદનને પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ વ્યક્તિગત નિવેદન ગણાવ્યું હતું. રમેશ ટીલાળાએ નરેશ પટેલે રાજકારણમાં ન જોડાવું જોઇએ તેવો સર્વેનો રિપોર્ટ હોવાનું જણાવ્યું હતું. જો કે પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આવો કોઇ રિપોર્ટ ન આવ્યો હોવાનો દાવો કર્યો છે. સર્વેના પરિણામો પહેલા જ સામે આવેલા પ્રકારના નિવેદનને કારણે ખોડલધામનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *