મહિલાઓ ના માસિક કપ માટે રાજકોટ ની યુવતી ઓને જાગૃત કરવાનું કાર્ય કરતી સંસ્થાઓ કેવી રીતે પ્રદૂષણ સામે લડી રહી છે?

મૅન્સ્ટ્રુઅલ કપના ઉપયોગથી ખુશ પીપળિયાનાં વર્ષા ચૌહાણ કહે છે, “હું પહેલાં કાપડ વાપરતી હતી અને હવે મૅન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરું છું. માસિકધર્મમાં વપરાતું કાપડ સુકવવામાં તકલીફ પડતી હતી. પૅડના કારણે પ્રદૂષણ થતું હતું. આ બધી સમસ્યાઓનો ઉકેલ આવ્યો છે.”

મહિલાઓના મુદ્દાઓ પર કામ કરતી સામાજિક સંસ્થા લાલ સખી માસિક સમયે મૅન્સ્ટ્રુઅલ કપના ઉપયોગ અંગે ભારતભરમાં જાગૃતિ ફેલવવાનું કામ કરી રહી છે.

પ્રોજેક્ટ ધરતી નામ અંતર્ગત તેઓ આ કાર્ય કરી રહ્યા છે જેનો હેતુ મહિલાઓનું સ્વાસ્થ્ય સુધારવાનો અને સૅનેટરી પૅડને કારણે ફેલાતા પ્રદૂષણને ઘટાડવાનો છે.

રાજકોટ તાલુકા વિકાસ વિભાગે લાલ સખી સાથે મળીને રાજકોટના 10 ગામોમાં આ પાઇલટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

વર્ષા ચૌહાણ (જમણે): “હું પહેલા કાપડ વાપરતી હતી અને હવે મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરું છું.”
ઇમેજ કૅપ્શન,
વર્ષા ચૌહાણ (જમણે): “હું પહેલા કાપડ વાપરતી હતી અને હવે મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરું છું.”

રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી કહે છે, “મહિલામાં માસિકધર્મમાં પુરતી કાળજી નહીં લેવાતા આરોગ્ય પર વિપરીત અસર થાય છે. આ સમસ્યાનાં નિરાકરણ માટે માસિક કપના વિતરણનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે.

મહિલાઓના મુદ્દાઓ પર કામ કરતી સામાજિક સંસ્થા લાલ સખી માસિક સમયે મૅન્સ્ટ્રુઅલ કપના ઉપયોગ અંગે ભારતભરમાં જાગૃતિ ફેલવવાનું કામ કરી રહી છે

આ કપની કિંમત 250 રૂપિયા છે પરંતુ મહિલાઓને 10, 20 અને 50 રૂપિયાના હપ્તેથી પણ કપ ખરીદવાની સુવિધા આપવામાં આવી રહી છે
સંશોધકોનું માનવું છે કે મૅન્સ્ટ્રુઅલ કપના ઉપયોગથી ઇન્ફૅક્શન ઘટાડી શકાય છે
વિશ્વભરમાં, માસિક સ્રાવની ઉંમરની 1.9 અબજ મહિલાઓ તેમના વર્ષના 65 દિવસ માસિક સ્રાવમાં વિતાવે છે, પરંતુ આજે પણ સૅનેટરી ઉત્પાદનોને લઈને અલ્પ અભ્યાસો થયા છે
આની બીજી વિશેષતા એ છે કે તેના દ્વારા બનાવેલ વૅક્યૂમ માસિક ધર્મના લોહીને હવાના સંપર્કમાં આવવા દેતું નથી, જેના કારણે આ સમય દરમિયાન અન્ડરવેરમાંથી દુર્ગંધ આવતી નથી
રાજકોટના પીપળિયા ગામના કાત્યાની તિવારી ઘરે-ઘરે જઈને મહિલાઓને માસિક સમયે મૅન્સ્ટ્રુઅલ કપ એટલે કે માસિક કપના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.

હાલમાં માસિક સંબંધિત મુદ્દાઓ પર ખૂલીને ચર્ચા કે વાત નથી થતી. ઉપરાંત માસિક સમયે મહિલાઓને પડતી તકલીફો વિશે પણ કોઈ બોલતું નથી.

આ સ્થિતિમાં કાત્યાની તિવારી ગામડે-ગામડે જઈને આ પડકાર સામે લડે છે અને મહિલાઓને આ મુદ્દે જાગૃત કરે છે.
10 ગામોમાં હું મૅન્સ્ટ્રુઅલ કપના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી છું. હું મહિલાઓને મૅન્સ્ટ્રુઅલ કપની વાત કરું છું તો મહિલાઓ પહેલો તો તેને હળવાશથી લે છે અને કહે છે કે માસિક સમયે પૅડ અને કાપડ વાપરવામાં કોઈ વાંધો નથી. માસિકમાં અહીં મહિલાઓ વધુ કાપડનો ઉપયોગ કરે છે.”

તેઓ ઉમેરે છે, “જોકે ગ્રામીણ મહિલાઓને થોડી સમજાવતાં તેઓ તૈયાર થઈ જાય છે.”

ગ્રામિણ મહિલાઓને માસિક કપ વિશેની સમજ આપતા કાત્યાની તિવારી (જમણે)
ઇમેજ કૅપ્શન,
ગ્રામિણ મહિલાઓને માસિક કપ વિશેની સમજ આપતા કાત્યાની તિવારી (જમણે)

રાજકોટ સરકારી તંત્રના વડપણ હેઠળ મહિલાઓને મૅન્સ્ટ્રુઅલ કપ આપવામાં આવે છે. આ કપની કિંમત 250 રૂપિયા છે પરંતુ મહિલાઓને 10, 20 અને 50 રૂપિયાના હપ્તેથી પણ કપ ખરીદવાની સુવિધા આપવામાં આવી રહી છે.

હાલમાં આ ગામોની મહિલાઓમાં મૅન્સ્ટ્રુઅલ કપ અને પર્યાવરણ બન્ને બાબતે જાગૃતિ આવી રહી છે જે અન્ય ગુજરાતની મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *