દેવાયત ખવડ અને મયુરસિંહ રાણાના ઝધડા પાછળ આ હતું મુખ્ય કારણ, ખવડ સાથે 2 જણા કોણ હતા, તમણે શુ કહ્યું

‘રાણો રાણાની રીતે’ સહિતના ડાયલોગથી પ્રખ્યાત થઈ ગયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ગુંડાને પણ શરમાવે તે હદે ક્ષત્રિય યુવાન પર જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયાના દસ દિવસ બાદ ‘અચાનક’ જ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. બીજી બાજુ દેવાયત ખવડનો કબજો એ-ડિવિઝન પોલીસને સોંપાતાં જ પૂછપરછમાં તેણે પોલીસને તો ઠીક લોકોને પણ ગળે ન ઉતરે તેવી કબૂલાત આપવાનું શરૂ કરી દેતાં આખરે સાચું શું તેને લઈને પોલીસ ચકરાવે ચડી ગઈ છે.

બીજી બાજુ દેવાયતની સાથે હુમલામાં સામેલ તેનો કાયમી ડ્રાઈવર અને ગેરેજમાં કામ કરતો તેનો મીત્ર સામેથી એ-ડિવિઝન પોલીસમાં હાજર થઈ જતાં બન્નેની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

લોકસાહિત્યકાર દેવાયત ખવડે ગત 7 ડિસેમ્બરના રોજ રોજ કરેલી મારામારીના કેસમાં પોલીસે આજે દેવાયત ખવડ અને તેના બે સાગરીતોની ધરપકડ કરીને કોર્ટમાં પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યા હતા.જેમાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.પોલીસે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે દેવાયત ખવડે કરેલા હુમલા પાછળ કયું કારણ જવાબદાર છે?

કરનાર હથિયાર ક્યાંથી લાવ્યા ? બે સાગરીતોની ઓળખ પરેડ બાકી છે તેના માટે આરોપીઓની જરૂરિયાત અને 9 દિવસ સુધી ફરાર હતા ત્યારે તેના આશ્રય સ્થાન સહિતના મુદ્દે તપાસ હાથ ધરાશે.

પાછળ અકસ્માત નહિ અન્ય કારણ હોવાનો દેવાયત ખવડના વકિલનો દાવો : કોર્ટમાં દલીલ વખતે દેવાયત ખવડના વકીલે ઉત્કર્ષ દવેએ કહ્યું હતું કે પોલીસે ફરિયાદમાં જે આઇપીસી 307 નો ગુનો નોંધ્યો છે તે ખોટો છે.દેવાયત ખવડે એવી કોઇ જીવલેણ ઇજા પહોંચાડી નથી.હુમલા પાછળ પોલીસે એફઆરઆઇમાં હુમલા પાછળ અકસ્માતની જૂની અદાવત ગણવામાં આવી છે.

જો કે પાછળ અન્ય કારણ છે.દેવાયત ખવડના વકીલે કહ્યું હતું કે ભારત બહાર રહેતા જીત મોડાસિયા નામના વ્યક્તિ સાથે મળીને ફરિયાદી મયુરસિંહ રાણાએ સોશિયલ મિડીયામાં દેવાયત ખવડ અને તેના પરિવારને અભદ્ર શબ્દો બોલ્યા હતા.તેના પરિવારના સભ્યોને ગાળો આપીને ઉશ્કેરવામાં આવ્યા હતા.જે અંગે અગાઉ હાઇકોર્ટમાં અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે જો કે ફરિયાદમાં આ અંગેનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

કલમ 307 અંગે ચાર્જશીટ થયા બાદ નિર્ણય થઇ શકે : કોર્ટમાં દેવાયત ખવડના વકીલે કલમ 307 અયોગ્ય હોવાની કરેલી ટિપ્પણી અંગે કહ્યું હતું કે ફરિયાદમાં લગાડેલા આક્ષેપો ખોટા છે કે સાચા તે અંગેની દલીલ ચાર્જશીટ મૂકાયા બાદ તેની દલીલ થઇ શકે છે.આ અંગેની દલીલ હાલના સંજોગોમાં અગ્રાહ્ય હોવાનો દાવો કર્યો હતો.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સરન્ડર થયા બાદ દેવાયતે પોલીસને એવી કબૂલાત આપી છે કે જ્યારે આ બનાવ બન્યો તેના આગલા દિવસે મતલબ કે છ ડિસેમ્બરે તેણે તેના ગેરેજમાં કામ કરતાં મીત્ર કિશન દિલીપભાઈ કુંભારવાડિયા (ઉ.વ.22, રહે.આનંદનગર કોલોની, ગાયત્રી મંદિરના બગીચા પાસે) મારફતે અનિલ કણઝારીયા નામની વ્યક્તિ પાસેથી સ્વિફ્ટ કાર વેચાતી લેવી હોય મંગાવી હતી.

આ પછી બનાવના દિવસે સાત ડિસેમ્બરે તે પોતે, તેનો કાયમી ડ્રાઈવર હરેશ ઉર્ફે કાનો દેવરાજભાઈ ઘેડ-રબારી (ઉ.વ.38, રહે.હિંગોળગઢ વીંછિયા) અને કિશન કુંભારવાડિયા ગાડીની ટેસ્ટીંગ ડ્રાઈવ લેવા માટે સર્વેશ્વર ચોક પાસેથી નીકળ્યા હતા. ડ્રાઈવ લઈને જ્યારે તેઓ પરત સર્વેશ્વર ચોક પાસે કે જ્યાં આ બનાવ બન્યો ત્યાંથી પસાર થતા હતા ત્યારે સામે મયુરસિંહ રાણાને જોઈ જતાં તેને આંતરીને હુમલો કરી દીધો હતો !!

વખતે ઉપયોગમાં લેવાયેલી સ્વીફ્ટ કારમાં નંબર પ્લેટ નહોતી અને પાઈપ ક્યાંથી આવ્યા તે બાબતે દેવાયત એવું રટણ કરી રહ્યો છે કે તેણે અનિલ કણઝારીયા પાસેથી જ્યારે સ્વિફ્ટ ગાડી લીધી ત્યારે જ તેમાં નંબરપ્લેટ નહોતી અને બે પાઈપ પણ તેમાં પડેલા જ હતા જેના થકી તેણે મયુરસિંહ રાણા ઉપર કર્યો હતો !! મતલબ કે પાઈપ તે બહારથી લાવ્યો નહોતો.

મયુરસિંહ રાણા ઉપર હુમલો કર્યા બાદ દેવાયત, કિશન અને હરેશ મુળી તાલુકામાં ગઢડા રોડ ઉપર આવેલી દેવાયતની વાડીએ નાસી છૂટ્યા હતા. જો કે કિશન રસ્તામાં ઉતરી ગયો હતો એટલે દેવાયત અને હરેશ બનાવના દિવસથી લઈ ગઈકાલ સુધી વાડીએ જ રોકાયા હતા. જો કે પોલીસને આ વાત બિલકુલ માનવામાં આવતી ન હોય તેણે દેવાયત સહિત ત્રણેયને રિમાન્ડ પર લેવા માટે કોર્ટ પાસે માંગણી કરી છે.

પોલીસ અત્યારે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે દેવાયત આટલા દિવસ સુધી વાડીએ રોકાયો હોય તેવું બની શકે નહીં એટલા માટે તેને કોઈએ આશરો આપ્યો હોવાની પ્રબળ આશંકા હોવાથી આખરે તેને આશરો આપ્યો કોણે કોણે તેની ખરાઈ કરવી જરૂરી બની જાય છે. આ ઉપરાંત પાઈપ પહેલાંથી જ ગાડીમાં પડ્યા હોવાની વાત પણ પોલીસને ખોટી લાગી રહી છે.

દેવાયત આણી ટોળકીને લોકઅપમાં ગાદલા સહિતની સુવિધા ! : પોલીસ સમક્ષ સામેથી હાજર થયેલા દેવાયત ખવડ બાદ તેના બન્ને મીત્રો પણ આજે હાજર થઈ જતાં ત્રણેયને એ-ડિવિઝન પોલીસ મથકના લોકઅપમાં રાખવામાં આવ્યા છે જ્યાં તેમને સૂવા માટે ગાદલા સહિતની સુવિધાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત એ-ડિવિઝન પોલીસનો મોટાભાગનો સ્ટાફ ગત આખી રાત જાગીને દેવાયતની આહોભગતમાં લાગેલો હોવાનો ગણગણાટ પણ શરૂ થઈ ગયો છે. બીજી બાજુ ગતરાતથી લઈ આજે બપોર સુધીમાં દેવાયતને મળવા માટે તેના સમર્થકો આવી રહ્યા હોવાથી તમામને આરામથી મુલાકાત કરવા દેવામાં આવી રહી છે. સામાન્ય રીતે કોઈ જ કેદીને લોકઅપમાં ગાદલા સહિતની સુવિધા મળતી હોતી નથી પરંતુ દેવાયત અને તેના મીત્રોને આ બધી સુવિધા શા માટે અપાઈ રહી હશે તે હવે પોલીસ જ જાણતી હોવી જોઈએ !

એક વર્ષ પહેલાં જ ક્ષત્રિય આગેવાનોએ દેવાયત-મયુરસિંહ અને તેના મામા વચ્ચે કરાવ્યું’તું સમાધાન : દેવાયત ખવડ અને મયુરસિંહ રાણા વચ્ચે પાર્કિંગ જેવી બાબતે થયેલો ડખ્ખો વધુ ન વકરે અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય ન ફેલાય તે માટે ક્ષત્રિય આગેવાનોએ દરમિયાનગીરી કરીને એક વર્ષ પહેલાં જ બન્ને યુવાનો અને મયુરસિંહ રાણાના મામા કે જેમના ઘરની સામે જ પાર્કિંગ કરવા મામલે માથાકૂટ થઈ હતી જે મુદ્દે સમાધાન કરાવ્યું હતું.

આ સમાધાન વખતે જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ), કરણીસેનાના પ્રમુખ જે.પી.જાડેજા સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા અને બન્નેને વેરઝેર ભૂલી જઈને આગળ વધવા માટે સમજાવટ કરીને સમાધાન કરાવ્યું હતું. જો કે આ આગ ઠરવાનું નામ લઈ રહી ન હોય તેવી રીતે આખરે મારામારી જેવો ગંભીર બનાવ આકાર લઈ જવા પામ્યો છે.

દેવાયતને કોર્ટમાં રજૂ કરતાં જ સમર્થકોના ટોળેટોળા ઉમટ્યા : બપોરે દેવાયત ખવડને રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરાતાં જ તેના સમર્થકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જેના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો જે ઉપરોક્ત તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

હત્યાના પ્રયાસની કલમ પોલીસે ખોટી રીતે ઉમેરી દીધી છે: વીડિયોમાં દેખાઈ રહેલી કાર દેવાયતની નથી કે ગુનાના સ્થળે તેની હાજરી નહોતી
ક્ષત્રિય યુવાન મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પોલીસ સમક્ષ હાજર થયેલા દેવાયત ખવડ અને તેની સાથે રહેલા બે શખ્સોની પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતાં દેવાયત ખવડના વકીલ કે.સી.વ્યાસે એવી દલીલ કરી હતી

કે યુવાન પર હુમલો કરનાર વ્યક્તિ દેવાયત નહીં બલ્કે બીજું કોઈ છે ! આ ઉપરાંત હત્યાના પ્રયાસની પોલીસ દ્વારા કલમ ઉમેરવામાં આવી છે તે પણ બિલકુલ ખોટી છે. વીડિયોમાં દેખાઈ રહેલી કાર દેવાયતની નથી કે ગુનાના સ્થળ ઉપર પણ દેવાયત હાજર નહોતો !

અમે કાં તો મહેલમાં કાં તો જેલમાં જ રહીએ: દેવાયતના સમર્થકોની બડાઈએ-ડિવિઝન પોલીસ મથકે દેવાયત ખવડને લાવવામાં આવતાં જ તેના સમર્થકો મોટી સંખ્યામાં પોલીસ મથક બહાર ગોઠવાઈ ગયા હતા. આ વેળાએ અમુક અમુકે એવી બડાઈ હાંકવાનું શરૂ કરી દીધું હતું કે અમે કાં તો મહેલમાં કાં તો જેલમાં જ રહેતા હોઈએ છીએ ! આ વેળાએ અનેક આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા જેમણે બનાવ વધુ ન વકરે તે માટે પ્રયત્ન કરવાની જગ્યાએ આ પ્રકારની બડાઈ થઈ રહી હોય તેને અટકાવાની તસ્દી સુદ્ધા લીધી નહોતી.

દેવાયતના મીત્ર કિશન કુંભારવાડિયા પર દારૂનો ગુનો નોંધાયેલો છે : પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે દેવાયત ખવડની સાથે હુમલામાં સામેલ તેનો મીત્ર કે જે ગેરેજમાં કામ કરે છે તે કિશન દિલીપભાઈ કુંભારવાડિયા ઉપર અગાઉ રાજકોટમાં દારૂનો કેસ નોંધાઈ ગયો છે. આ વેળાએ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. જ્યારે દેવાયતના ડ્રાઈવર હરેશ ઉર્ફે કાના સામે કોઈ પ્રકારનો અન્ય ગુનો નહીં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *