ફરી એક વખત સસ્તુ સોનુ આપશે મોદી સરકાર સોના-ચાંદી ના ભાવમાં મોટો ઘટાડો ઓલટાઈમ હાઈ રેટથી 4000 રૂપિયા સસ્તું સોનું, એકા એક સોનાના ભાવની અંદર થયો ખૂબ જ મોટો ફેરફાર
જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો મોદી સરકાર તમારા માટે એક શાનદાર ઓફર લઈને આવી છે. જી હા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમ ફરી શરૂ કરવામાં આવવાની છે. આરબીઆઈ સરકારી ગોલ્ડ બોન્ડ યોજના બે તબક્કામાં જારી કરશે. રોકાણની યોજના ડિસેમ્બર અને માર્ચમાં ખોલવામાં આવશે.
19 થી 23 ડિસેમ્બર સુધી રોકાણ કરવાની તકનાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારી ગોલ્ડ બોન્ડ (SGB) યોજના પ્રથમ તબક્કા હેઠળ 19 થી 23 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. બીજા તબક્કામાં રોકાણકારોને 6 થી 10 માર્ચ સુધી તક મળશે.
RBI ભારત સરકાર વતી બોન્ડ જારી કરશે. ગોલ્ડ બોન્ડનું વેચાણ સ્મોલ ફાઈનાન્સ બેંકો, પેમેન્ટ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને છોડીને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પસંદગીની પોસ્ટ ઓફિસો અને બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા કરવામાં આવશે.
4 કિલો ખરીદીની મર્યાદામંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગોલ્ડ બોન્ડનો કાર્યકાળ આઠ વર્ષનો છે. પાંચ વર્ષ પથી તેમાં વ્યાજ ચુકવવાની તારીખનો સમય પહેલા જ રિડમ્પશનની સુવિધા છે. રોકાણકારોને તેમાં છ મહિનાના આધાર પર 2.50 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. એક રોકાણકાર વધુમાં વધુ ચાર કિલોગ્રામ સુધી ખરીદી કરી શકે છે.
હિંદુ અવિભાજિત પરિવાર (HUF) માટે 4 કિગ્રા અને સંસ્થાઓ માટે 20 કિગ્રા પ્રતિ નાણાકીય વર્ષની મર્યાદા છે. ગોલ્ડ બોન્ડ સ્કીમ સૌપ્રથમ નવેમ્બર 2015માં સોનાની ભૌતિક માંગ ઘટાડવા અને રોકાણના હેતુ માટે રજૂ કરવામાં આવી હતી. આ પછી સ્કીમને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
સતત તેજી જોવા મળી રહી છે. બુધવારે પણ સોનાની કિંમતમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. આજે સોનાનો ભાવ 54800 નજીક ટ્રેડ કરી રહ્યો છે. તો બજારમાં જલદી સોનાની કિંમતો 60000ના લેવલ સુધી પહોંચી શકે છે. આ સિવાય ચાંદીનો ભાવ 69,000ને પાર નિકળી ગયો છે.
મોંઘા થઈ ગયા સોના-ચાંદીમલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડનો ભાજનો ભાવ 0.11 ટકાના વધારા સાથે 54802 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય ચાંદીનો ભાવ 0.35 ટકાની તેજીની સાથે 68018 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર છે.
ગ્લોબલ માર્કેટમાં શું છે સોનાનો ભાવગ્લોબલ માર્કેટની વાત કરીએ તો અહીં પર સોનું ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. તો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો હાવી છે. અહીં પર સોનાનો હાજર ભાવ 1809 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો છે. તો ચાંદીનો ભાવ 0.13 ટકાના ઘટાડા બાદ 23.68 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો આ દરમિયાન સોનાના ભાવમાં 2.17 ટકાનો વધારો થયો છે.
ચેક કરો તમારા શહેરમાં સોનાનો ભાવતમે પણ સોનાની કિંમત તમારા ઘરે બેસી ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે તમે માત્ર 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત ચેક કરી શકો છો. તમે જે નંબરથી મેસેજ કરો છો તે નંબર પર તમને મેસેજ પર સોનાનો ભાવ મળી જશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.