ફિલ્મ “પઠાણ” માં દીપિકાના ભગવા કપડાં જોઈને રાજભા ગઢવી બોલ્યા, “એ શાહરૂખીયા અને દીપુડીની ફિલ્મ રિલીઝ થવા દેવી ના જોઈએ”.
બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ‘પઠાણ’ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મનું ગીત બેશર્મ રંગ રિલીઝ થતા જ દિપીકા પાદુકોણની બિકીનીના રંગને લઈને વિવાદ શરૂ થયો છે. ધીરે ધીરે આ ફિલ્મને બોયકોટની હવા તેજ બની રહી છે. ત્યારે આ રંગ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. ત્યારે પઠાણ ફિલ્મના ગીતમાં દિપીકા પાદુકોણના કપડાના કલરને લઇને લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ આકરા પ્રહાર કરીને ફિલ્મને બોયકોટ કરવાની ગુજરાતીઓને અપીલ કરી છે.
લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પઠાણ ફિલ્મને બોયકોટ કરવાની ગુજરાતીઓને અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, બોલિવુડે હિન્દુ સંસ્કુતિનુ અપમાન કર્યું છે. 75 વર્ષથી બોલિવુડે અપમાન કરવાનું કામ કર્યું છે. આ સાથે જ રાજભાએ ગુજરાતમાં પઠાણ ફિલ્મ રિલીઝ ન કરવાની અપીલ કરી છે. રાજભા ગઢવીએ વીડિયો શેર કર્યો છે.
રાજભાએ શું કહ્યું.ટૂંકની ટચ એક વાત કરવી છે. આપણી સનાતન પરંપરાને ખરાબ બતાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે. પઠાણ ફિલ્મ આવી રહી છે. તેમાં ગીત રિલીઝ થયું છે. તેમાં દિપીકા પાદુકોણે ભગવા કપડા પહેર્યાં છે. મારે કહેવાનું એટલુ છે કે, પહેલા આપણા ભાણામાં માંખી ઉડાવાય. ગુજરાતીઓને કહુ છું કે, આ ફિલ્મ રિલીઝ કરાવવી ન જોઈએ.
એ લોકોને બીજા કોઈ કામધંધા નથી. બોલિવુડવાળાઓએ 75 વર્ષથી આપણી ભાવના, પરંપરા સનાતન ધર્મ, હિન્દુત્વ સાથે ખરાબ કરવુ, એવુ નક્કી કર્યુંછે. હજી ચાલુ છે. ગુજરાતના બધા સંગઠનો એક થઈ જાય. કરણી સેના, મહાકાલ, શિવસેના, બજરંગદળ, બધા ભેગા થાય. આધ્યાત્મિક સાથે જોડાયેલા સાધુ સંતો જોડાય. ભગવા પહેરીને અશ્લીલ ડાન્સ કરીને આપણી પરંપરા ઉપર જે કરે છે તે હવે આપણે બિલકુલ સહન કરવાનુ નથી. 75 વર્ષ સુધી બોલિવુડે આ કર્યું છે. આ ફિલ્મ રિલીઝ ન કરવા દો.
સેન્સર બોર્ડવાળાને પણ કહો કે, બધુ જોઈને તેના પર સાઈન કરો, તો સારું. હાથે કરીને શાંતિ ડહોળવાના ધંધા ન કરો. આપણે ફિલ્મ રિલીઝ થવા ન દેવી, આપણા ઘરેથી શરૂઆત કરવી. આખા દેશમાં ક્યાંય રિલીઝ થવા નથી દેવી. દરેક ગુજરાતીઓ તૈયાર રહે. આપણી ભાવના સાથે શુ કામ આવુ થાય છે એ પણ પ્રશ્ન પૂછો. એને ભગવા જ હાથમાં કેમ આવે છે. મારે વધુ કંઈ કહેવુ નથી.
પરંતું ખરાબ ખાઈ ખાઈને તેમની માનસિકતા ખરાબ થઈ ગઈ છે. તેથી તેમને એવુ સૂઝ્યા કરે છે. તેમને સૂઝે છે, પણ બહાર દેખાતુ નથી. તેથી હવે તેને દેખાડવાની પણ આપણે વાત રાખવી છે. શાહરૂખ ખાન અને દીપુડીની ફિલ્મ આવે છે તે ફિલ્મ કે ગીત રિલીઝ થવા દઈશું નહિ. શું કામ તેઓ વારંવાર આવુ કરે છે.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને અભિનેત્રી દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ પઠાણ પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે હાલમાં જ પઠાણનું એક ગીત બેશરમ રંગ રિલીઝ થયું હતું, જેમાં દીપિકા પાદુકોણ બિકીનીમાં જોવા મળી રહી છે.
આ ગીતને લઈને ઈન્ટરનેટ પર ઘણો હોબાળો થઈ રહ્યો છે. સાથે જ લોકો આ ફિલ્મનો વિરોધ પણ કરી રહ્યા છે. હાલમાં જ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ ગીત સામે વાંધો ઉઠાવ્યો હતો. તેણે દીપિકાની બિકીનીના રંગને લઈને નિવેદન આપ્યું હતું. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો શાહરૂખ ખાનનું પૂતળું સળગાવતા જોવા મળી રહ્યા છે.
આ વાયરલ વીડિયો મધ્યપ્રદેશના ઈન્દોરનો છે. ક્લિપમાં નારાજ લોકો શાહરૂખ ખાનનું પોસ્ટર સળગાવી રહ્યા છે. સાથે જ કેટલાક લોકો શાહરૂખને દેશદ્રોહી પણ કહી રહ્યા છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાન વિરુદ્ધ દેશમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સૌથી પહેલા હિન્દુ મહાસભાએ દીપિકાના કેસરી રંગના મોનોકિની લુક પર સવાલ ઉઠાવ્યા હતા.
આ પછી લોકોએ તેને મુદ્દો બનાવ્યો. તે જાણીતું છે કે હવે ઘણા બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના સમર્થનમાં સામે આવ્યા છે. પાયલ રોહતગીએ થોડા સમય પહેલા દીપિકાને સપોર્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે પ્રકારના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે તે ખોટા છે, તેનો કોઈ અર્થ નથી. રંગને નિશાન બનાવવો યોગ્ય નથી.
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આ દિવસે રિલીઝ થશેજણાવી દઈએ કે શાહરુખ ખાન લગભગ 4 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવા જઈ રહ્યો છે. તેની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ મોટા પડદા પર રિલીઝ થશે. તેના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરવા જઈ રહ્યો છે. તેણે આ ફિલ્મ માટે 1 રૂપિયો પણ ચાર્જ કર્યો નથી
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.