સુરતમાં ફરી એક વખત દીકરી ગ્રીસમાં જેવો કિસ્સો બન્યો પૂર્વ પ્રેમી એ પોતાની પ્રેમિકાના ગળા ઉપર જાહેરમાં કટર ગૃહમંત્રીએ કહ્યું-‘ઘટનાને ગંભીરતાથી લેવાશે’

સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા વેકરિયા જેવી થતા રહી ગઈ છે. પ્રેમીની કાયમી કચ કચથી યુવતી ત્રાસી જતા તેણે સંબંધ તોડી નાખ્યો હતો. જેને લઇ પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળે કટર ફેરવી દઈ ફરાર થઈ ગયો હતો. સચિનમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળા પર સરા જાહેર કટર ફેરવી નાખ્યું હતું. જેથી યુવતીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતમાં આ પ્રકારની કોઈ પણ ઘટના હોય ગંભીરતાથી પગલાં લેવાશે. સચિન પોલીસે ગણતરીના કલાકોમાં પાગલ પ્રેમીની કરી ધરપકડ છે. પ્રેમીની કાયમી કચકચથી યુવતી ત્રાસી જતાં તેણે સંબંધ તોડી નાખ્યો હતો.

સુરત શહેરના સચિન વિસ્તારમાંથી જે પ્રકારની ઘટના સામે આવી છે. તેને લઈ ફરી એક વખત ગ્રીષ્મા હત્યાની ઘટનાને યાદ કરાવી આપે છે. ગ્રીષ્મા હત્યાની જે રીતે ઘટના બની હતી. તે જ પ્રકારે પાગલ પ્રેમીએ સુરતના સચિન વિસ્તારમાં તેની પ્રેમિકાનું ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. શહેરના સચિન વિસ્તારના પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળે જાહેરમાં કટર ફેરવી દીધું છે.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત પ્રેમિકાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઉમરપાડાની 22 વર્ષીય યુવતી પર પૂર્વ પ્રેમીએ જીવલેણ હુમલો કર્યો છે. સચિનના સુડા વિસ્તારમાં આ ઘટના બની છે. જોકે, આ ઘટના બાદ લોકોમાં રોષ છવાયો છે. લોકો ફરીથી ગ્રીષ્મા વેકરિયા કેસને યાદ કરી રહ્યા છે. સુરતના એપ્રિલ પાર્કના એક કારખાનામાં યુવતી સિલાઈ મશીનનું કામ કરતી હતી. તાપી જિલ્લાના નિઝર ખાતે બોરડા ગામમાં આવેલા નિશાળ ફળિયામાં રહેતા રામસિંગ ગુલાબસિંગ પાડવી દ્વારા પૂર્વ પ્રેમિકા પર હુમલો કરાયો હતો.

સાથે કામ કરતા યુવક સાથે પ્રેમસબંધ બંધાયો હતોમૂળ ઉમરપાડા તાલુકાની વતની અને સુરતના સચિન વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી સિલાઈ મશીન ઓપરેટર તરીકે કામ કરે છે. વર્ષ 2019માં તેની જ કંપનીમાં સાથે કામ કરતા તાપી જિલ્લાના બોરદાગામ ખાતે રહેતા રામસિંગ ગુલાબસિંગ પાડવી સાથે મુલાકાત થઇ હતી. બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. બંને વચ્ચે એકાદ વર્ષ સુધી પ્રેમસંબંધ ચાલ્યો હતો.

કચકચને લઈ પ્રેમિકાએ સંબંધ તોડી નાખ્યો હતોબંને જણા પ્રેમસંબંધમાં જોડાયાં બાદ યુવતીને રામસિંગનો સ્વભાવ પસંદ આવ્યો ન હતો. પ્રેમિકાને રામસિંગનો સ્વભાવ અને વર્તન બરાબર લાગતું ન હતું.તે વાત વાતમાં કચકચ કરતો હતો. પ્રેમીની કચકચથી યુવતી ત્રાસી જતાં તેણીએ સબંધ તોડી નાખ્યો હતો. આ ઉપરાંત યુવતીને લગ્ન માટે માગું આવતા યુવતીએ તેની સાથે પ્રેમસબંધ રાખવાનો ઇનકાર કરી દીધો હતો. જેને લઈને ઝનૂની પ્રેમી તેને હેરાન-પરેશાન કરવા લાગ્યો હતો. જેના કારણે યુવતી સુરત ખાતે નોકરી છોડી તેના વતન જતી રહી હતી.

ઝનૂની પ્રેમી સબંધ રાખવા પરેશાન કરતો6 મહિના પહેલાં યુવતી વતનથી પરત સુરત આવી હતી અને ફરીથી નોકરી પર લાગી હતી. પ્રેમી વારંવાર હેરાન-પરેશાન કરતો હતો. જેને લઇ યુવતીએ તેનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. દરમિયાન 17 ડિસેમ્બર 2022ના રોજ યુવતી સચિન વિસ્તારમાં આવેલા સાઈનાથ સુડા સેક્ટર પાસે એટીએમમાં પૈસા ઉપાડવા ગઇ હતી.

આ દરમિયાન તેનો પ્રેમી રામસિંગ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને એટીએમ તેમજ મોબાઈલ લઇ યુવતીને તેની સાથે આવવા દબાણ કરતો હતો. જેને લઈને બંને વચ્ચે ત્યાં ઝઘડો થયો હતો. ઝઘડાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ જતા જે તે સમયે તેનો પ્રેમી ત્યાંથી ભાગી ગયો હતો.

જે તે સમયે તો પ્રેમી ઝઘડો કરી નાસી ગયો હતો ત્યારબાદ ફરી એક વખત તે તેની પૂર્વ પ્રેમિકાનો પીછો કરી તેને એકલતામાં મળ્યો હતો. ગત 21 ડિસેમ્બરના રોજ સવારે યુવતી તેની બહેનપણી સાથે નોકરી પર જઈ રહી હતી. તે દરમિયાન તેનો પ્રેમી અચાનક પાછળથી આવ્યો હતો. યુવતી કંઇક સમજે તે પહેલાં જ તેની પાસે રહેલી કટર વડે ગળું ચીરી નાખ્યું હતું. યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ગણતરીના સમયમાં પાગલ પ્રેમીની કરી ધરપકડયુવતીના પ્રેમમાં પાગલ યુવકે તેની પૂર્વ પ્રેમિકા ફરી તેની સાથે સંબંધ રાખવા સંમત ન થતાં જાહેરમાં તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. યુવતીનું ગળું કાપીને તે નાસી ગયો હતો. ત્યાર બાદ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચી ગયો હતો. આ સમગ્ર બનાવ અંગે યુવતીએ સારવાર બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સચિન પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝનૂની પ્રેમીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રેમિકા પર કરી ભાગતો પ્રેમી સીસીટીવીમાં કેદયુવતી પર કટર વડે હુમલો કરી પ્રેમી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. યુવતી લોહીલુહાણ થઇ ગઇ હતી. આ દરમિયાન હુમલો કરી ભાગતો પ્રેમી નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. પ્રેમીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે હાથમાં કટર જેવું હથિયાર લઈને તે ભાગી રહ્યો છે. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી પાડી જેલભેગો કરી દીધો છે.

આરોપીને સખતમાં સખત સજા કરાવીશુંઆ સમગ્ર મામલને પોલીસ વિભાગ પણ ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક આરોપીને પકડવામાં કામે લાગી ગયો હતો અને ગણતરીના સમયમાં જાહેરમાં ગળું કાપનાર પાગલ પ્રેમીની ધરપકડ કરી હતી. ત્યારે આ અંગે એસીપી આર એલ માવાણીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તમામ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીને કડક સજા થાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખૂનની કોશિશ સહિતની કલમો લગાવી આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગંભીરતાથી પગલાં લેવાશે: હર્ષ સંઘવીજાહેરમાં પૂર્વ પ્રેમિકાનું પ્રેમીએ ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ કરવાની જે ઘટના સામે આવી છે તેને લઈ ફરી એક વખત ગ્રીષ્મા વેકરિયા હત્યાની ઘટનાને તાજી કરી દીધી છે. ત્યારે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જાણ થતાં તેમણે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં આ પ્રકારની કોઈપણ ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં. આ પ્રકારની ઘટનાઓમાં પોલીસ દ્વારા ગંભીરતાથી પગલાં લેવામાં આવશે. સુરતની આ ઘટનામાં પણ ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમને સૂચના આપી દેવામાં આવશે. સુરત પોલીસ કમિશનરને પણ આ અંગે ગંભીરતાથી પગલાં લેવા સૂચના આપી દેવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *